ઉત્તરાયણમાં લહેરીલાલા સુરતીઓ લઈ આવ્યા ઈમ્યુનિટી બુસ્ટર ચીકી!

કોરોનાકાળમાં પોતાને ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે ખાણીપીણીના શોખીન સુરતીલાલાઓ ખાદ્ય પદાર્થમાં પણ અવનવા અખતરા કરતા જોવા મળી રહ્યા છે. હાલ કોરોના સામે રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક શક્તિનો ખૂબ જ મોટો રોલ હોવાથી તે કોઈ પણ ખાદ્ય માધ્યમથી મેળવી લેવા માટે સુરતીઓ પ્રયાસ કરી રહ્યાં છે અને તેના ભાગરૂપે જ હવે ઉત્તરાયણમાં દરેક ઘરમાં ખવાતી ચીકીને પણ ઈમ્યુન બુસ્ટર બનાવી દેવાય છે. આ ઈનોવેશન એક ચીકીના વેપારીએ કર્યો છે અને તેને સારા ઓર્ડર પણ મળી રહ્યાં છે.

સુરતમાં ઇમ્યુનિટી બુસ્ટર નો ટ્રેન્ડ શરૂ થયો છે. તલ અને શીંગની ચીકી સાથે એક બે નહીં પરંતુ 17થી વધુ જાતની ચીજોનું વેચાણ શરૂ થયું છે. દોઢસોથી વધુ વર્ષથી ચીકીનુ સ્પેશ્યલાઈઝેશન ધરાવતી પેઢી ચલાવતા દીપા વાંકાવાલાએ મીડીયાને જણાવ્યું હતું કે , ઉત્તરાયણ પહેલા ચીકીનાે વેપાર સારો થાય છે પરંતુ હાલ કોરોનાકાળને કારણે ગત વર્ષની સરખામણીમાં ચીકીના ધંધામાં 50 ટકા નો ઘટાડો જોવા મળી રહ્યો છે પરંતુ કોરોનાને કારણે લોકો ઇમ્યુનિટી બુસ્ટર તરફ વળી રહ્યા હોવાથી ઇમ્યુનિટી બૂસ્ટર ચીકી બનાવવાનું શરૂ કર્યું છે. કાળા અને સફેદ તલમાં ભરપૂર શક્તિ રહેલી છે તેની સાથે ગોળ ભેળવો એટલે શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધે છે. જેના કારણે કાળા અને સફેદ તલની ચીકીની ડિમાન્ડ વધી છે. આ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ શરીર માટે સારા હોવાથી ડ્રાય ફુટની ચીકી પણ ઓન ડિમાન્ડ છે અને અમે તે બજારમાં મુકી છે. દાણા કે દાળિયા ચાવવા ગમતા નથી, તેથી ક્રશ કરેલા દાણાની માવા ચીકી બનાવી છે. પરંપરાગત રીતે ખાવાતી સીંગદાણા અને દાળિયાની ચીકી પણ બનાવીએ છીએ. જેની વિદેશોમાં પણ માંગ હોય છે. સામાન્ય રીતે શિયાળામાં પણ દરેક દાણા ચણાની રેકડી પર ચીકી મળી રહે છે પરંતુ વાંકાવાળા ફેમીલી ક્વોલિટી મેઈન્ટેન કરીને ઉચ્ચગુણવત્તાવાળી ચીકી વેચી રહ્યું છે.

Leave a Reply

Translate »