• Sun. Mar 24th, 2024

NEWS NETWORKS

Division of City Samay RNI No: GUJGUJ/2016/76484

વિરુષ્કાને ત્યાં અવતરી નન્નીસી પરી, વિરાટે ટ્વીટ કરી આપી ખુશખબરી

બોલિવૂડની ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ આજે બપોરે દીકરીને જન્મ આપ્યો છે. પતિ અને ક્રિકેટર વિરાટ કોહલીએ પોતાના ટ્વીટર હેન્ડર સહિતના સોશ્યલ મીડીયા માધ્યમ પર એક ખુશહાલી ભરી પોસ્ટ મુકીને બંનેના ચાહકોને આ ગુડ ન્યૂઝ આપ્યા છે. અનુષ્કા શર્માએ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હાલ ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ સિરિઝ ચાલી રહી છે પરંતુ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી વિશેષરૂપે પેટરનીટી લીવ લઈ અનુષ્કાને પ્રસૃતિ સમયે તેની સાથે રહ્યો છે. બંને દિકરી અવતરતા ખુબ જ ખુશખુશાલ છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »