(વીડીયો) હીરા બુર્સમાં ભ્રષ્ટાચારનો આપનો આરોપ, પોલીસે પ્રદેશ અધ્યક્ષને ટીંગાટોળી કરતા કેજરીવાલ ભડક્યાં

સુરતના ખજોદના ડાયમંડ બુર્સમાં 21 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ભાજપ શાસકો સામે લગાવીને આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સહિત 25 જેટલા કાર્યકરો મહિઘરપુરા હિરાબજારમાં વેપારીઓ-દલાલોની રજૂઆત સાંભળવા પહોંચ્યા હતા અને તેઓને જાગૃત કરી રહ્યાં હતા ત્યારે મહિધરપુરા પોલીસે ત્યાં પહોંચીને તેઓને અટકાવ્યા હતા અને ટીંગાટોળી કરી તમામની અટકાયત કરી હતી.

તેમની સામે કલમ 144 જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને સાંજે તેમની જામીન પ્રક્રિયા પાર કરી મુક્ત કરાયા હતા. આ ઘટનાની નોંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ લીધી હતી અને ભાજપ સરકારની ટીકા કરી હતી. તેઓએ કોંગ્રેસ અને ભાજપને મિલીજુલી હોવાનો આરોપ પણ લગાવતું ટ્વવીટ કર્યું હતું.

ગોપાલ ઇટાળીયા સહિતના કાયઁકરો વિરુઘ્ઘ મહિઘરપુરા પોલીસ દ્વારા જાહેરનામાં ભંગનો ગુનો નોઘવામાં આવ્યો છે. મોડી સાંજે તેઓને જામીન પ્રક્રિયા પૂર્ણ કરાય હતી. આપનું કહેવું છે કે, પોલીસનો ઉપયોગ કરીને ભલે ભાજપ સરકાર બધુ ડામવાનો પ્રયાસ કરે પરંતુ અમે રોકાઈશું નહીં.

Leave a Reply

Translate »