શનિવારથી વેક્સિનેશન: ભાજપના ધારાસભ્યો-મંત્રીઓ હાજર રહી લેશે ક્રેડિટ

સમગ્ર ગુજરાત સહિત સુરત શહેર અને જિલ્લામાં શનિવારે 16મીથી સવારે ૧૦.૦૦ વાગ્યાથી વેક્સીનેશન પ્રક્રિયાનો આરંભ થશે. શહેર અને જિલ્લાની ૧૮ હોસ્પિટલોમાં(૯ ખાનગી અને ૯ સરકારી)ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મીઓને કોરોનાની વેકસીન આપવાનો પ્રારંભ થશે. આ વેળાએ મંત્રીઓ, ધારાસભ્યો ઉપસ્થિત રહેશે.
વેક્સીનેશન પ્રક્રિયાના પ્રારંભ વેળાએ સુરત જિલ્લામાં બારડોલી તાલુકા મથકેના સી.એચ.સી. હોસ્પિટલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, ચોર્યાસી તાલુકાના મોહિની પી.એચ.સી. હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ઝંખના પટેલ, મહુવા સી.એચ.સી ખાતે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયા, ઓલપાડના સાંધિયેર પી.એચ.સી. ખાતે ધારાસભ્ય મુકેશભાઈ પટેલ હાજર રહેશે.
જયારે સુરત શહેરમાં કોર્પોરેશન સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજમાં સાંસદ સી.આર.પાટીલ, મોટા વરાછા હેલ્થ સેન્ટરમાં સાંસદ દર્શનાબેન જરદોશ, ,મગોબ હેલ્થ સેન્ટરમાં ધારાસભ્ય અરવિંદભાઈ રાણા, ભાઠેના સી.એચ.સી ખાતે ધારાસભ્ય સંગિતાબેન પાટીલ, નવી સિવિલ હોસ્પિટલમાં સુમુલ ડેરીના ચેરમેન માનસિંહ પટેલ ઉપસ્થિત રહેશે. .
શહેરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સીનેશન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં પી.પી.સવાની હાર્ટ ઇનસ્ટીટ્યૂટ ખાતે ધારાસભ્ય કાંતિભાઈ બલર, એસ.ડી.ડાયમન્ડ હોસ્પિટલમાં ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી, આરોગ્યમ હોસ્પિટલ ખાતે ધારાસભ્યશ્રી વિવેકભાઈ પટેલ, એપલ હોસ્પિટલમાં ધારાસભ્યશ્રી હર્ષ સંઘવી, યુનાઈટેડ ગ્રીન હોસ્પિટલમાં ધારાસભ્ય વિનોદભાઈ મોરડીયા, શેલબી હોસ્પિટલમાં ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી, બી એ. પી એસ પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં મંત્રીઈશ્વરસિંહ પટેલ, મહાવીર હોસ્પિટલમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ, કિરણ હોસ્પિટલમાં ધારાસભ્ય વી.ડી ઝાલાવાડીયા ઉપસ્થિત રહેશે.

Leave a Reply

Translate »