Latest News

Copy
May 5, 2026રિન્યુએબલ એનર્જી બિઝનેસમાં વિખ્યાત સુરતના કેપી ગ્રુપના સહયોગથી સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા અડાજણ પાટિયા ખાતે” સંપ્રતિ છાશ ભક્તિ કેન્દ્ર ” નો શુભારંભ સુરતના સાંસદ મુકેશભાઈ દલાલના હસ્તે કરવામાં આવ્યો હતો. પૂર્વ ડેપ્યુટી મેયર અને ફાઉન્ડેશનના ચેરમેન નિરવભાઈ શાહના જન્મદિવસના ઉપલક્ષમાં શરૂ થયેલો એક મહિના છાસ યજ્ઞના શુભારંભ સમારોહમાં સહયોગી કેપી ગ્રુપના ડિરેક્ટર અફ્ફાન ફારુક પટેલે પણ ઉપસ્થિત રહી રાહદારીઓને છાસ વિતરણ કર્યું હતું. હાલ ઉનાળો તેનો ચરમ પર છે અને કાગઝાળ ગરમીમાં બપોરે ઘરેથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે સુરત શહેરના પ્રજાજનોને કુલરની ઠંડી હવા અને બેસવાની વ્યવસ્થા સાથે વિનામૂલ્યે ઠંડી મસાલા છાશ વિતરણ કરી સેવા આપવાનો આ એક નમ્ર પ્રયાસ રહ્યો છે. રોજ બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન લગાતાર એક મહિનો સુધી સંપ્રતિ ફાઉન્ડેશનની ટીમ અહીં મસાલા છાસ વિનામૂલ્યે વિતરિત કરશે. સંપ્રતિ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી નિરવ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આવનારા વર્ષોમાં પણ આનાથી પણ વધારે ઉત્કૃષ્ટ સેવાકીય કાર્યક્રમનું આયોજન સંપ્રતિ ફાઉન્ડેશન દ્વારા કે પી ગ્રુપ અને તેના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલના સહયોગથી કરવામાં આવશે. આ પહેલા પણ મેડીકલ કેમ્પ, દિવ્યાંગ સાધન સહાય સહિતના અનેક કાર્યક્રમો પ્રત્યેક વર્ષે કેપી ગ્રુપના સહયોગથી કરવામાં આવ્યા છે. ઉપરોક્ત પ્રસંગે ડીસીપી લખદિરસિંહ ઝાલા , મહાનગરપાલિકાના નવનિયુક્ત નગરસેવક વૈશાલીબેન શાહ, રાજુભાઇ પ્રિયદર્શી, અશોકભાઈ શાહ, દેવેન્દ્રભાઈ બોકડીયા, હર્ષ મહેતા તથા પૂર્વ ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુરભાઈ ચપટવાલા સહિત વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો હાજર રહ્યા હતા . [...] Read more...
May 3, 2026ગુજરાતનું ગૌરવ: કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલ બ્રિક્સ ઇન્ટરનેશનલ દિલ્હી: કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલને ન્યૂ દિલ્હી ખાતે યોજાયેલા બ્રિક્સ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ-૨૦૨૬ દરમિયાન બ્રિક્સ ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર સસ્ટેનેબલ એનર્જી લીડરશીપથી સન્માનિત કરવામાં આવ્યા. જે ગુજરાત અને સુરત માટે ગૌરવની વાત છેે. ડૉ. પટેલને મળેલું આ સન્માન વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં ભારતની વધતી લીડરશિપને પ્રતિબિંબિત કરે છે.  ડૉ. ફારુક પટેલને ક્લીન એનર્જી એડોપ્શનને પ્રોત્સાહન આપવા તથા ઇકોનોમિક ડેવલપમેન્ટ સાથે એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટીને સમર્થન આપતી લાર્જ-સ્કેલ રિન્યુએબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભી કરવા બદલ આ સન્માન આપવામાં આવ્યું. તેમના નેતૃત્વ હેઠળ કેપી ગ્રુપ ભારતના ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં એક મહત્વપૂર્ણ શક્તિ તરીકે ઉભર્યું છે, જે સોલાર, વિન્ડ, હાઇબ્રિડ પાવર અને ગ્રીન હાઇડ્રોજન, બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ અને ઈન્ફ્રા. ડેવલપેમેન્ટ જેવા ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો ધરાવે છે.બ્રિક્સ કલ્ચરલ મીડિયા ફોરમ દ્વારા આયોજિત આ ફોરમમાં બ્રિક્સ દેશોના પોલિસીમેકર્સ, ઇન્ડસ્ટ્રી લીડર્સ અને ઇનોવેટર્સ એકત્રિત થયા હતા, જ્યાં ઇન્વેસ્ટમેન્ટ, સસ્ટેનેબિલિટી અને કલ્ચરલ એક્સચેન્જ ક્ષેત્રે સહકાર વધારવા પર ભાર મૂકાયો હતો. આ ફોરમે સસ્ટેનેબિલિટી અને કલ્ચરલ ડિપ્લોમસીના સમન્વય દ્વારા બ્રિક્સ ઇકોનોમીઝ કેવી રીતે વિકાસને વેગ આપી શકે તે અંગે વિચારવિમર્શ માટે મહત્વપૂર્ણ મંચ પૂરું પાડ્યું.ફોરમ દરમિયાન મુખ્ય વક્તા તરીકે ડૉ.ફારુક પટેલે ઇમર્જિંગ ઇકોનોમીઝના ભવિષ્યને આકાર આપવામાં રિન્યુએબલ એનર્જીની પરિવર્તનકારી ભૂમિકા વિષે ભાર આપ્યો હતો. તેમણે જણાવ્યું કે સસ્ટેનેબલ એનર્જી હવે માત્ર પર્યાવરણીય આવશ્યકતા નથી, પરંતુ લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા માટે એક નિર્ણાયક પરિબળ છે.નોંધનીય છે કે,બ્રિક્સ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ૨૦૨૬એ ક્લાઇમેટ ચેન્જ, એનર્જી સિક્યુરિટી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ જેવા વૈશ્વિક પડકારોનો સામનો કરવા ક્રોસ-બોર્ડર પાર્ટનરશિપ્સની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. [...] Read more...
April 26, 202615 મહાનગરપાલિકાઓમાં 49% મતદાન• 84 નગરપાલિકાઓમાં 59% મતદાન• 34 જિલ્લા પંચાયતોમાં 61% મતદાન• 260 તાલુકા પંચાયતોમાં સૌથી વધુ 61% જેટલું મતદાન ગુજરાતમાં 15 મહાનગર પાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું 26 એપ્રિલ, રવિવારના રોજ તેજ ગરમી વચ્ચે છૂટમૂટ છમકલાને બાદ કરતા શાંતિપૂર્ણરીતે 53 ટકા મતદાન પૂર્ણ થયું છે, સવારે સાત વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલ્યું હતું જોકે, શરૂઆતના બે કલાક ધીમા મતદાન બાદ થોડુ જોર વધ્યું હતુ જોકે, ભારે ગરમીને કારણે બપોરે 12થી 4 ફરી મતદાનની ગતિ મંદ પડી ગઈ હતી અને સાંજ પડતા મહાનગર પાલિકાઓનું 53 ટકા અને આખા રાજ્યની દરેક પાલિકા, પંચાયત મળીને કુલ સરેરાશ 57.08 ટકા મતદાન નોંધાયું હતું. આ વખતની ચૂંટણીમાં સ્થાનિક કેટલાક મુદ્દાઓની સાથોસાથ રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પણ જોવા મળ્યા હતા. ઈરાન યુદ્ધ, ગેસ ઈશ્યુથી લઈ ઘણાં મુદ્દાઓ છવાયા હતા. આ ચૂંટણીમાં 15 મહાનગરપાલિકાઓમાં 53% અને નગરપાલિકાઓમાં 59% મતદાન થયું છે, જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ગ્રામીણ મતદારોના જોરને કારણે સૌથી વધુ 61% જેટલું મતદાન નોંધાયું છે. મતદાનનો નવા આંકડો મોડે આવશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામ મતદાન મથકો પર ઈવીએમ મશીનોને નિયમ મુજબ સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમમાં બંધ થયું છે અને તેનો પરથી 28 એપ્રિલે પરદો ઊંચકાશે. આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ જોરશોરથી મેદાનમાં ઉતરી હતી તો કેટલાક સ્થળે ઔવેસીની પણ પાર્ટી ઉતરી છે. ત્યારે પરિણામ રસપ્રદ બની રહે એમ છે. વિવિધ મહાનગર પાલિકા-નપાઓમાં એન્ટી ઈન્કમબન્સી જોવા મળે છે કે ફરી સત્તાનું સુકાન ભાજપના હાથમાં આવે છે તે જોવુ રસપ્રદ રહેશે. 15 મહાનગર પાલિકાની વાત કરીએ તો અહીં 1001 બેઠકો માટે 3145 ઉમેદવારો અંગે જનતા જનાર્દનનો ફેંસલો આવશે. [...] Read more...
April 25, 2026કેપી-કાદરી ખિદમત પેનલની 7 હજાર વિદ્યાર્થીઓના હિતમાં કરેલી વિવિધ સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક ગતિવિધિઓને દરેક સમાજે વધાવી લીધી. સુરત: 80 વર્ષ ઉપરાંતથી શહેરના મધ્યમાં ચાલતી ધ સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી (એંગ્લો ઉર્દૂ હાઈસ્કૂલ)માં 2 મે-2026ના રોજ ચૂંટણી યોજાવાની હતી પરંતુ હાલની કેપી-કાદરી ખિદમત પેનલના 21 ઉમેદવારો સામે એક પણ ઉમેદવાર ઊભા રહ્યાં ન હતા. વિવિધ સમાજ તરફથી આ પેનલની પાછલા વર્ષોની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક વિવિધ ગતિવિધિઓને સાત હજારથી વધુ બાળકોના હિતમાં વધાવી લેવાય હતી અને નિર્વિધ્ન આ જ ટીમને ફરી સત્તાનું સુકાન આપવાનું નક્કી કરાયું હતું. જે બાળકોના બહેતર ભવિષ્ય નિર્માણ કરવાની દિશામાં સમાજની એકતા-અંખડિતતા-એકરૂપતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલના પ્રમુખ ડો. નસીમ કાદરી અને જનરલ સેક્રેટરી અબ્દુલ હઈ મુલ્લાએ ટીમ વતી જણાવ્યું હતું કે, અમારી ટીમે કરેલા કાર્યો માટે સમાજે અમને ખૂબ જ સહકાર આપ્યો છે. સમાજનો બિનહરિફ અમને ફરી સુકાન આપવાનો અર્થ અમારા પ્રતિ તેમનો વિશ્વાસ ધરાવે છે અને શિક્ષણ ક્ષેત્રે, સાત હજાર વિદ્યાર્થીઓના બહેતર ભવિષ્ય માટે અમારી જવાબદારીમાં વધારો કરે છે. અમે કેપી-કાદરી ખિદમત પેનલ વતી પ્રત્યેક સમાજની વ્યક્તિઓનો અને આજીવન સભ્યોનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે માત્ર સ્કૂલિંગ જ નહીં પરંતુ બાળકો જીવનમાં પોતપોતાના ક્ષેત્રોમાં ઉચ્ચ મુકામ હાંસિલ કરે અને દેશની ઉન્નતિમાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપે તે રીતે તેઓને તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે.  આવનારા વર્ષોમાં સુરત ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુકેશનનું નામ અહીં ભણતા વિદ્યાર્થીઓ દેશ-વિદેશમાં વધુ પ્રજવલ્લિત કરશે તેવી અમે ખાતરી આપીએ છીએ.——————————— [...] Read more...
March 26, 2026સુરત: કેપી ગ્રુપની પરોપકારી સંસ્થા કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ઉર્જાનૂર સ્કોલરશીપ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે, જેનો હેતુ રિન્યુએબલ એનર્જી અને સંબંધિત ક્ષેત્રોમાં અભ્યાસ કરતા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સહાય કરવાનો છે. આ પહેલ 24 માર્ચે કેપી ગ્રુપના સ્થાપક, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલના 55મા જન્મદિવસે શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત બી.ટેક અને ડિપ્લોમા એન્જિનિયરિંગ કોર્સમાં અભ્યાસ કરતા યોગ્ય વિદ્યાર્થીઓને ટ્યુશન ફી, હોસ્ટેલ, ભોજન અને પરિવહન સહિત સંપૂર્ણ મફત શિક્ષણ આપવામાં આવશે. આ સ્કોલરશીપનો હેતુ ક્લીન એનર્જી ક્ષેત્ર માટે કુશળ માનવશક્તિ તૈયાર કરવાનો છે અને સાથે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવવાનો છે. હાલમાં 92 વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ લાભ લઈ રહ્યા છે અને આવનારા વર્ષોમાં આનો વિસ્તાર કરવાની યોજના છે. આ સાથે બોત્સવાનામાં કેપી ગ્રુપ દ્વારા 4 અબજ ડોલરનું રોકાણ કરાય રહ્યું છે, ત્યાંથી નવી શરૂ થયેલ સ્કોલરશીપ હેઠળ દર વર્ષે 30 વિદ્યાર્થીઓને આ યોજનામાં સામેલ કરવામાં આવશે. આ વર્ષે કુલ 120 વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે, જેમાંથી 30 વિદ્યાર્થીઓ બોત્સ્વાનાના રહેશે આ અંગે કેપી ગ્રુપના સીએમડી ડૉ. ફારુક જી. પટેલે જણાવ્યું:“અમારો હેતુ હંમેશાં એવા યુવાનોને સહાય કરવાનો રહ્યો છે જેનામાં આગળ વધવાની ક્ષમતા છે પરંતુ યોગ્ય પરિસ્થિતિઓનો અભાવ છે. કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા અમે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને તેમના સપનાઓ સાકાર કરવા માટે સક્ષમ બનાવીએ છીએ. અમારો હેતુ માત્ર શિક્ષણ માટે ફંડ આપવાનો નથી, પરંતુ તેમની પ્રતિભા અને કૌશલ્યને વિકસાવી ભારત માટે મજબૂત રિન્યુએબલ એનર્જી વર્કફોર્સ તૈયાર કરવાનો છે.” ઉર્જાનૂર સ્કોલરશીપનો હેતુ શિક્ષણ સાથે રોજગારના અવસર ઉભા કરીને સર્વસમાવેશી માળખું તૈયાર કરવાનો છે, જેમાં ધર્મ, જાતિ કે સામાજિક ભેદભાવ ન હોય. પીપી સવાણી યુનિવર્સિટીના મેનેજિંગ ડિરેક્ટર સ્નેહ સવાણીએ જણાવ્યું: “અમારો હેતુ માત્ર શિક્ષણ આપવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓને શિક્ષણ પછી રોજગાર મેળવવાની ક્ષમતા આપવાનો છે. અમારી જવાબદારી શિક્ષણ પૂરું થાય ત્યાં સુધી નથી, પરંતુ તે વિદ્યાર્થીઓ પોતાના પરિવારને કેવી રીતે સહારો બને તે હેતુ સિદ્ધિ કરવાનો છે.” ઘણા વિદ્યાર્થીઓ માટે આ પ્રથમ વખત યુનિવર્સિટી વાતાવરણનો અનુભવ છે, જેમાં ક્લાસરૂમ, લેબોરેટરી અને સુવ્યવસ્થિત અભ્યાસની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને પરિવહનની સુવિધા આપીને સ્થિર વાતાવરણ પૂરૂં પાડે છે જેથી તેઓ અભ્યાસ અને કૌશલ્ય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. પીપી સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉ. પરાગ સાંઘાણીએ જણાવ્યું:“શિક્ષણનો હેતુ હૃદય અને હાથના સંયોજનથી દેશ માટે શ્રેષ્ઠ ઇજનેરો તૈયાર કરવાનો છે. સસ્ટેનેબલ એનર્જી ક્ષેત્રમાં આ અમારો નાનો પ્રયાસ છે.” આ કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રી એક્સપોઝર અને રોજગારની તક પણ આપવામાં આવશે અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા સતત માર્ગદર્શન આપવામાં આવશે. “અમારો અંતિમ હેતુ એ છે કે વિદ્યાર્થીઓ આત્મનિર્ભર બને, પોતાના પરિવારને સહારો આપે, સમાજને આગળ વધારે અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપે,” એમ ડૉ. ફારુક પટેલે ઉમેર્યું. ઉર્જા નૂર સ્કોલરશીપ કાર્યક્રમ કેપી ગ્રુપના તે દ્રષ્ટિકોણને પ્રતિબિંબિત કરે છે, જે દેશની ક્લીન એનર્જી ટ્રાન્સફોર્મેશનને આગળ વધારવા માટે કુશળ પ્રતિભાનો મજબૂત આધાર તૈયાર કરે છે. [...] Read more...
December 2, 2025સુરત: મુગલીસરા રોડ પર 21 નવેમ્બરના રોજ રાત્રિના સુમારે બે મોપેડ સવાર યુવાને આગળ મોપેડ પર જતા શાહપોર મદિના મસ્જિદ પાસે રહેતા અધેડ શફીભાઈ શેખ (60 વર્ષ્)ને પાછળથી ટક્કર મારતા ફગોળી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. માથામાં ગંભીર ઈજા બાદ તેઓને સ્થાનિકોની મદદથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યા મગજનું ઓપરેશન થયા બાદ 10 દિવસ બાદ તેમનું આજે સવારે લોખાત હોસ્પિટલમાં અવસાન થયું હતું. પરિવારજનોએ આ અકસ્માત સંબંધિત સીસીટીવી ફુટેજ લાલગેટ પોલીસને સુપરત કરીને ફરિયાદ આપી હતી. જોકે, પોલીસની શોધખોળમાં હજી સુધી આ બે યુવાનો પકડાયા નથી! મરણ જનાર શફીભાઈના પુત્ર નદીમે પોલીસમાં ફરિયાદ લખાવી હતી કે, તા.21 નવેમ્બરના રોજ રાત્રિના સવાઆઠેક વાગ્યાના અરસામાં તેમના પિતા શફી શેખ પોતાની એક્ટિવા મોપેડ (નં. જીજે-5- ઈયુ-5234)પર સવાર થઈને ચોકબજારથી પોતાના ઘર તરફ આવી રહ્યાં હતા ત્યારે મુગલીસરા મેઈન રોડ પર લિબર્ટી હોઝિયરીની દુકાનની સામેના ભાગમાં પાછળથી ફૂલસ્પીડે આવતા બે મોપેડ સવાર યુવાનોએ તેમની મોપેડને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે શફીભાઈ મોપેડ સાથે સામે તરફ પટકાયા હતા. સામેથી આવતી રીક્ષાચાલકે શોર્ટ બ્રેક મારી હતી જેથી, શફીભાઈ સાઈડના ભાગમાં અથડાયને રોડ પર પડ્યા હતા. આ બે મોપેડ સવાર યુવાનો પણ તેમના પર પટકાયા હતા. લોકો ભેગા થાય તે પહેલા આ બે યુવાનો મોપેડ ઉઠાવીને તુરંત તેના પર બેસીને ફરાર થઈ ગયા હતા. આ આખી ઘટનાના બે સીસીટીવી ફૂટેજ પરિવારજનોએ દુકાનોમાંથી કઢાવીને લાલગેટ પોલીસને સુપરત કરી ફરિયાદ આપી હતી. આ આખા વિસ્તારમાં ચોકબજારથી લઈને હોડી બંગલા સુધી કપડા બજાર આવેલું છે અને અહીં ઠેરઠેર સીસીટીવી લાગ્યા છે. છતા મોપેડ નંબરની ઓળખ પોલીસે કરી નથી અને 11માં દિવસે પણ અકસ્માત સર્જનાર બે મોપેડ સવાર યુવકો પોલીસ પકડથી દૂર છે! [...] Read more...
November 29, 2025સુરત પોલીસના કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની ટીમે શહેરમાં કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટો અને બોગસ વેબસાઈટ- ઈન્સટા અને યુટ્યુબના પ્લેટફોર્મ ઊભા કરીને તોડબાજી કરનારાઓનું એક લિસ્ટ ફરી તૈયાર કર્યું છે. થોડા સમય પહેલા અનેક આ‌વા તત્વો સામે નકેલ કસાય હતી. શહેરના બિલ્ડરો, મોભીઓની છબિ ખરડીને તેમની પાસે પૈસા પડાવવાની મેલી મુરાદ રાખનારાઓને અગાઉ ઝાંબાજ પોલીસે એક જ ઝાટકે લબડધક્કે લીધી હતી અને પાસા સુધીના પગલાં ભર્યા હતા. શહેરનું હિત ઈચ્છનારા ધારાસભ્ય અરવિંદ રાણાની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં આવી હતી અને 300 તોડબાજોના લિસ્ટ મેળવીને તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી. એસઓજીએ તો ઘણાંના સરઘસ કાઢ્યા હતા. હવે ફરી આવા તત્વોએ માથુ ઉંચક્યું છે. જેમાં વિવિધ શહેરમાંથી પણ વિવિધ બોગસ ન્યૂઝપ્લેટફોર્મના આધારે સુરતમાં પ્રતિનિધિની નિમણૂંક કરી બિલ્ડરો પાસેથી તેમજ શહેરના બિઝનેસમેનોને ટાર્ગેટ કરીને તેમની સામે પોતાના મળતિયાઓ પાસે અરજીઓ કરાવડાવીને, ખોટી રીતે રજૂઆતો કરાવડાવીને એક ષડયંત્રના ભાગરૂપે આખી મેટર ઊભું કરીને તેને ચગાવવામાં આવી રહી છે અને બિઝનેસમેનોને ડરાવીને તેમની પાસે મોટી રકમ પડાવવાની મેલીમથરાવડી રાખવામાં આવી રહી છે. બે-ત્રણ મહિના પૂર્વે જ પશ્ચિમ વિસ્તારના ટેક્સટાઈલના એક બિઝનેસમેન સામે લગાતાર અહેવાલો પ્રકાશિત કરીને તેની પાસે મોટી રકમ પડાવવાનો કારસો રચાયો હતો. આ બિઝનેસમેને પોલીસને મળીને રજૂઆતો કરી હતી. પોલીસે મુંબઈ તરફના છેડે રહેતા અને તેના સિટી વિસ્તારના સાગરિતનું એક વ્યવસ્થિત ડોઝિયર તૈયાર કર્યું છે. પોલીસ ખરી તકની રાહ જોઈ રહી છે. સૂત્રોનું માનીએ તો ‘અસત્ય’ના રવાડે ચઢેલા આ તોડબાજોનો ‘આફતાબ’ જમીનદોસ્ત કરી ચુકી છે અને આવા તત્વોની ગેંગને જેલના સળિયા પાછળ ધકેલી ચુકી છે. હવે તેમના આકાઓને પણ મળેલી ફરિયાદોને આધારે લાંબો જેલવાસ કરાવે તે દિશામાં તૈયારી શરૂ કરી છે. જે તે વખતે સાગરિતે નિવેદનમાં તેના આકાઓના નામ લખાવ્યા હતા. જેમાં સુરતમાં ઓપરેશન સંભાળનાર કાળા કરતૂતો કરનારનું નામ પણ સામેલ હતું. પરંતુ જે તે વખતે કોઈ કારણવશ પોલીસ આગળ સુધી વધી શકી ન હતી. પરંતુ હવે ફરી આ ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી પોલીસ સુધી પહોંચી છે. આ મામલે ફરીવાર શહેરની મોટી નેતાગીરીએ પણ પોલીસને ટહેલ નાંખી છે. બીજીબાજુ યુવાન ડેપ્યુટી સીએમ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આવા મામલાઓને ગંભીરતાથી લેવા પહેલાંથી જ કહ્યું છે. ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તે સ્લોગન તે દરેક માટે લાગુ કરાવવા માંગે છે. કહેવાતા પત્રકારો અને કહેવાતા આરટીઆઈ એક્ટિવિસ્ટો સામે તેઓએ રાજ્યભરમાં નકેલ કસાવી જ છે. હવે ફરી એકવાર શહેરમાં ન વિચાર્યું હોય તેવા છુપા તોડબાજોના સરઘસ જોવા મળે તો નવાઈ નહીં.! [...] Read more...
October 18, 2025સ્ટોરી: રાજા શેખ (98980 34910) સુરત જેવા સૌથી વિકસિત શહેરને આમ તો ક્યાં ખબર હતી કે તેના ખોળામાં વધુ એક સેવાધારી શખ્સિયત પનપસે. વર્ષ 2001માં આ કચ્છી યુવાન વાયા મુંબઈથી સુરત પધાર્યો. જીવનનિર્વાહનું ટેન્શન અને માથાપર કેટલોક ભાર. કચ્છ, ભચાઉના મેઘપર ગામના ખમતીધર અને ખેડૂત પરિવારમાંથી આવવા છતા એક ખમીર કે પરિવારને કંઈક આપણે આપ્યું નથી એટલે તેમની પાસેથી લેવાનું પણ થતું નથી. રેડીમેઈડ કાપડ બિઝનેસની નિષ્ફળતાઓ કોરી ખાતી હતી પરંતુ દિલ-દિમાગમાં એક વસ્તુ હતી કે સુરત જ મને સાચવસે અને સુરત જ નામ આપશે. અને તે સંભવ બનાવી દીધું ભારતીય ગૌરક્ષા મંચના અધ્યક્ષ ધર્મેશભાઈ ગામીએ. આજે તેમની માનવીય ગતિવિધિ અને સર્વધર્મ સમભાવની ભાવનાને કારણે તેઓ એક વિશેષ સન્માનિય વ્યક્તિત્વમાં સ્થાન પામ્યા છે. કોમી એકતાના પ્રતીક તરીકે સ્થાન પામ્યા છે. જીવન સફર:સંઘર્ષ અને ઘણું બધુ… જ્ઞાતિના મિત્રને ભરોષે સુરત આવ્યા પણ સંજોગ એવો બની ગયો કે વિના પગારે કામ કરવાનું કહીંને આ સુરતની જમીન પર પગ મુક્વો પડ્યો. મનમાં પહેલાથી જ સેવાભાવના હતી પણ પહેલા ટકવું એ મહત્વનું હતું. દરમિયાનમાં 2002માં જ દિકરીને જન્મ આપતા સમયે પત્ની અને દિકરી બંને એ ફાનિ દુનિયાને અલવિદા કહીં દીધી. માથે આભ ફાટ્યું. ત્યારથી જ નક્કી કર્યું કે, સાદગીથી જીવવું. એક સફેદ હાફબાયની કફની અને પાયઝામો તેને અપનાવી લીધું અને નોકરીની સાથે જમીન-મકાનની દલાલી કરવા લાગ્યા. થોડો આર્થિક સાથ મળતો ગયો. કચ્છના રહેવાસી , ઉપરથી ખેડૂત પરિવાર એટલે જીવદયા અને ગૌરક્ષાની ભાવના પહેલાંથી જ મનમાં હતી. આ રીતે ગૌરક્ષાની સાથે બન્યા કોમી એકતાના પ્રતીક સમાન જેથી, વર્ષ 2006માં અખિલ ભારતીય સર્વદલીય મહાઅભિયાન સમિતીમાં જોડાયા અને બાદમાં દક્ષિણ ગુજરાતના મહામંત્રી બન્યા. તેમાં ગૌરક્ષા માટે બે વર્ષ મહેનત કરી પણ તેમાં એક બાબત તેમના દિલમાં ખૂંચતી હતી. ધર્મેશભાઈ ઈચ્છતા હતા કે દરેક ધર્મ-સંપ્રદાયમાં વિશ્વાસ સંપાદિત કરી ગૌરક્ષાનું કામ થાય અને પુરેપુરુ સમર્પિત કામ થાય, પરંતુ અહીં તે થતું ન હોવાથી તેમણે પોતે ભારતીય ગૌરક્ષા મંચની સ્થાપ્ના વર્ષ 2013માં કરી. આ મંચમાં તેઓએ દરેક ધર્મના લોકોને જોડ્યા અને તેમને ટ્રસ્ટી તરીકે પણ સ્થાન આપ્યું. દરેક મહોલ્લા-ગલીઓમાં તેઓએ ગૌરક્ષા માટે સમજાવવાનું અભિયાન ચલાવ્યું અને તેનું પરિણામ મળ્યું. આ પહેલા વર્ષ 2011માં તેઓ સહિતના આગેવાનો ગૌરક્ષાના કાયદા માટે સાત દિવસના અનસન પર બેઠા અને સરકારે તેમની વાત ધ્યાનમાં લઈ બાદમાં કાયદો બનાવ્યો. ધર્મેશભાઈનો એક ઉમદા વિચાર એ હતો કે, ગૌરક્ષાના નામે કોઈપણ રીતે મારઝૂડ અને કૌમીવૈમનસ્ય ન થાય અને દરેક સમજદારીપૂર્વક, શાંતિપૂર્વક માર્ગ કાઢે. તેમનો આ ઉમદા વિચાર લોકોના મગજમાં ઉતર્યો અને મહદઅંશે ઘણી સફળતા પણ મળી. તેઓ આજે પણ આવી સ્થિતિ જ્યાં ઊભી થાય છે ત્યાં પહોંચી જાય છે અને સમજાવટથી કામ લે છે. હવે તેઓ સુરત સહિત 70થી વધુ સામાજિક સંસ્થાઓ સાથે મળીને સેવાની ધૂણી ધખાવી રહ્યાં છે. જરૂરિતાયમંદોને પોતાના કનેક્શનથી મદદ કરી, કરાવી રહ્યાં છે. બ્લડ ડોનેશન કેમ્પ હોય, રખડતા-ભટકતા વૃદ્ધો હોય, માનસિક રીતે અસ્વસ્થ લોકો હોય , દિવ્યાંગ હોય, મંદબુદ્ધિના લોકો, મુકબધિર વગેરેની સહાય માટે તેઓ તત્પર રહે છે. તેઓ આદિવાસી વિસ્તારોમાં કપડા વિતરણ સહિતના કાર્યો પણ કરે છે. ધર્મેશભાઈ ગામી કહે છે કે સેવા હી પરમો ધર્મ… ધર્મેશભાઈ ‘ન્યૂઝનેટવર્કસ’ અને ‘સિટી સમય’ સાથે વાત કરતા જણાવે છે કે, હું ખેડૂત પરિવારમાંથી આવ્યો છું. મારો પરિવાર ખૂબ જ માનમરતબાવાળો છે. પણ હું દઢપણે માનું છું કે, મેં મારા પરિવારને કંઈક વિશેષ આપી ન શકું તો તેમની પાસે કંઈ લઈ પણ ન શકું. હું સિદ્ધાંતોને વરેલો છું અને તે વારસો મને મારા માતા-પિતા તરફથી જ મળ્યો છું. જેથી, મુંબઈ બાદ સુરતમાં સંઘર્ષ કર્યો અને સુરતે મને માન-મરતબો આપ્યો. હું સેવા અને સાદગીમાં જ માનુ છું. જેથી, મારી પાસે મારું પોતાનું કંઈ નથી. જે કંઈ છે તે મિત્રોની ભેટ છે. આજે 75 સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઈને હું લોકોને બની રહેવા માંગું છું. મારે સમાજના અને જરૂરિયાતમંદોના દિલમાં જ જગ્યા બનાવવી છે. જેથી, હું આખો દિવસ આવી પ્રવૃત્તિમાં જ રચ્યો પચ્યો રહું છું. ઘર ચલાવવા પુરતું મકાન-જમીનની દલાલી કરી કમાય લઉં છું. બાકી મને કોઈ વસ્તુનો મોહ નથી. મને ખુશી છે કે સુરતીઓના દરેક સમાજ-ધર્મએ મને સ્વીકાર્યો છે અને મારી ગૌરક્ષા સહિતની પ્રવૃત્તિમાં મને સહકાર આપ્યો છે. હું સેવાનો જ આજીવન બની રહેવા માંગુ છુ એ જ મારી ઈશ્વરને પ્રાર્થના પણ છે. [...] Read more...
October 2, 2025સુરતના ટોપ ૧૦ ધનિકોમાં જ્યંતીભાઈ કબુતરવાલા, ગોવિંદ ધોળકિયા, બાબુભાઈ લખાણી, માવુટી રામનન્ના, હાર્દિક કોઠિયા, ચિરાગ નાકરાણી, સવજીભાઈ ધોળકિયા અને આનંદ દેસાઈને સ્થાન મળ્યુંભારતના ટોપ ૫૦૦ ધનિકોમાં સુરતના ૫ ઉદ્યોગકારોને સ્થાન મળ્યુંસુરતના ટોપ ૧૦ અમીર લોકોની યાદી| ક્રમ | નામ | કંપની | સંપત્તિ (કરોડમાં) ||—|—|—|—|| (૧) | ફારુક પટેલ | કે.પી. ગ્રુપ | ૧૧,૯૩૦ || (૨) | અશ્વિનભાઈ દેસાઈ | એથર ઇન્ડસ્ટ્રીઝ | ૯,૦૦૦ || (૩) | નીરજ ચોક્સી | એનજે ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ | ૮,૨૨૦ || (૪) | જ્યંતીભાઈ જરીવાલા | કલર ટેક્સ | ૭,૧૮૦ || (૫) | ગોવિંદભાઈ ધોળકિયા | SRK એક્સપોર્ટ | ૬,૦૪૦ || (૬) | બાબુભાઈ લખાણી | કિરણ જેમ્સ | ૫,૯૮૦ || (૭) | માવુટી રામનન્ના | GMR ટેક્સટાઈલ | ૫,૨૦૦ || (૮) | હાર્દિક કોઠિયા, ચિરાગ નાકરાણી | RAYZON સોલાર | ૪,૮૭૦ || (૯) | સવજીભાઈ ધોળકિયા | હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સ | ૩,૯૭૦ || (૧૦) | આનંદ સુરેશ દેસાઈ | અનુપમ રસાયણ | ૩,૭૦૦ |KP ગ્રુપ…સુરત: હુરુન ઈન્ડિયા દ્વારા ભારત, ગુજરાત અને સુરતના સૌથી ધનિક વ્યક્તિઓની યાદી આજે પ્રકાશિત કરવામાં આવી છે. ભારતના સૌથી ધનિક ૫૦૦ લોકોની યાદીમાં સુરતના સોલાર કિંગ કે.પી. ગ્રુપ ઓફ કંપનીઝના ચેરમેન ડો. ફારુક જી. પટેલ (KP) ને સુરતના સૌથી ધનિક વ્યક્તિ તરીકે નંબર – ૧ પર સ્થાન મળ્યું છે, ૧૧,૯૩૦ કરોડની સંપત્તિ ધરાવનાર ફારુક પટેલ દેશભરના ૩૪૬ મા ક્રમે અને સુરતમાં બીજા ક્રમે સ્થાન પામ્યા છે. તેઓની કંપનીઓ કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગમાં આવેલું છે.વિસ્તૃત અહેવાલ:સુરતના ટોપ ૧૦ ધનિકોની વાત કરીએ તો, કેપી ગ્રુપના ડો. ફારુક જી. પટેલ ૧૧,૯૩૦ કરોડની સંપત્તિ સાથે પ્રથમ સ્થાને છે. તેમની કંપનીઓ રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કાર્યરત છે.બીજા ક્રમે એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિનભાઈ દેસાઈ ૯,૦૦૦ કરોડની સંપત્તિ સાથે છે, ત્યારબાદ એનજે ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટના નીરજ ચોક્સી ૮,૨૨૦ કરોડની સંપત્તિ સાથે સુરતમાં ત્રીજા ક્રમે છે.કલર ટેક્સના જ્યંતીભાઈ જરીવાલા ૭,૧૮૦ કરોડની સંપત્તિ સાથે ચોથા ક્રમે છે અને શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ (SRK)ના ગોવિંદભાઈ ધોળકિયા ૬,૦૪૦ કરોડની સંપત્તિ સાથે પાંચમા સ્થાને છે.કિરણ જેમ્સના બાબુભાઈ લખાણી ૫,૯૮૦ કરોડની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે છે. ત્યાર પછી GMR ટેક્સટાઈલના માવુટી રામનન્ના ૫,૨૦૦ કરોડની સંપત્તિ સાથે સાતમા સ્થાને છે.RAYZON સોલારના હાર્દિક કોઠિયા અને ચિરાગ નાકરાણી ૪,૮૭૦ કરોડની સંપત્તિ સાથે આઠમા ક્રમે છે. હરિ કૃષ્ણ એક્સપોર્ટ્સના સવજીભાઈ ધોળકિયા ૩,૯૭૦ કરોડની સંપત્તિ સાથે નવમા ક્રમે છે. અને અનુપમ રસાયણના આનંદ સુરેશ દેસાઈ ૩,૭૦૦ કરોડની સંપત્તિ સાથે દસમા ક્રમે છે.ભારતની યાદીમાં સુરતીઓસુરતના ટોપ ૧૦ ધનિકોમાંથી ૫ ઉદ્યોગકારોને ભારતની ટોપ ૫૦૦ ધનિકોની યાદીમાં પણ સ્થાન મળ્યું છે. * જ્યંતીભાઈ જરીવાલા (કલર ટેક્સ) ૪૧૧ મા ક્રમે. * ગોવિંદભાઈ ધોળકિયા (SRK એક્સપોર્ટ) ૪૧૧ મા ક્રમે. * બાબુભાઈ લખાણી (કિરણ જેમ્સ) ૫૪૬ મા ક્રમે. * માવુટી રામનન્ના (GMR ટેક્સટાઈલ) ૫૮૬ મા ક્રમે. * હાર્દિક કોઠિયા અને ચિરાગ નાકરાણી (RAYZON સોલાર) ૬૮૬ મા ક્રમે.આ યાદી હુરુન ઈન્ડિયાના ૨૦૨૫ના ડેટાના આધારે તૈયાર કરવામાં આવી છે. [...] Read more...
June 15, 2025સ્ટોરી- રાજા શેખ, સુરત (98980 34910) સુરતની ભૂમિના બે ભામાશાએ મળીને વધુ એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. સામાન્ય રીતે બધા પોતપોતાના સમાજ કે ધર્મ માટે દાન-સેવા કરતા હોય છે પરંતુ કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલ અને પીપી સવાણી ગ્રુપના મહેશ સવાણી ધર્મ, ન્યાત-જાતના વાડામાં માનતા નથી અને દરેક માટે એકસરખી પરોપકારી પ્રવૃત્તિ કરતા આવ્યા છે. આ વખતે બંને ગ્રુપએ ભેગા મળીને પીપી સવાણી ગ્રુપના સમૂહલગ્નમાં પરણાવેલી અનાથ ગરીબ દિકરીઓની માતા અને સાસુઓ સહિતના 300 જણા માટે ચારધામ યાત્રા અને  મુસ્લિમ દિકરીઓ અને તેમના પતિદેવ મળી 16 જણા માટે સઉદી અરેબિયામાં થતી મક્કા-મદીનાની ઉમરાહની જાત્રાનું આયોજન કર્યું છે. ખાસ વાત એ છે કે, ડો. ફારુક પટેલ આ દિકરીઓની સાથે ઉમરાહ કરવા જશે અને તેમની સગવડ અંગેનું ધ્યાન રાખશે. દરવર્ષની જેમ આ વર્ષે  ચારધામ યાત્રા 16 જૂનથી શરૂ થશે અને 6 ગ્રુપમાં અલગ-અલગ દિવસોએ 50-50ના ગ્રુપમાં જશે. ચારધામમાં અયોધ્યા, વારાણસી, છપૈયા સહિતના ધાર્મિક સ્થાનો પર વિનામૂલ્યે લઈ જવાશે. તેમજ ઉમરાહ(મક્કા-મદીના)15 દિવસની યાત્રા સંભવત: જુલાઈના પ્રથમ સપ્તાહના અંતમાં શરૂ થશે. આ યાત્રામાં ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળશે, જેમાં કુલ ૩૦૦ યાત્રાળુઓ ભાગ લેશે. પાવન ધાર્મિક સ્થળોની મુલાકાત સાથે આ યાત્રાઓનું મુખ્ય ઉદ્દેશ્ય સૌહાર્દ અને એકતાનો સંદેશો ફેલાવવાનો પણ છે. પીપી સવાણી ગ્રુપના મહેશન સવાણીએ કહ્યું કે, “આ યાત્રાના આયોજન દ્વારા આપણે ધર્મનિરપેક્ષ ભાવનાને મજબૂત બનાવી શકીએ છીએ. ગંગાસ્વરૂપ માતાઓ અને તેમની વેવાણ વચ્ચે સારા સંબંધો વિકસે અને એકબીજાનું આદર કરી દિકરા-દિકરીનું ઘર સ્વર્ગ સમાન બનાવે તે માટે આ આયોજન અમે વર્ષોથી કરીએ છીએ. ઉધના રેલવે સ્ટેશનથી સ્લીપર ક્લાસમાં યાત્રા શરૂ થશે અને દરેક જગ્યાએ જમવા-રહેવાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે.  આ બંને યાત્રાઓ કેપી ગ્રુપના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલના સહયોગ અને તેમના નમ્રદિલ પ્રયાસોને કારણે સંભવ બની છે. બંને વચ્ચેનું જોડાણ સર્વધર્મ સમભાવની ભાવનાને ઉજાગર કરે છે.  ફારુકભાઈ પીપી સવાણી યુનિવર્સિટીમાં ઉર્જા નૂર સ્કોલરશીપ (મફત ઉચ્ચ શિક્ષણ) પણ ચલાવી રહ્યાં છે.  ડો. ફારુક પટેલે કહ્યુ કે, હું મહેશભાઈને ત્યાં દિકરીઓના સમૂહલગ્નમાં હાજરી આપવા ગયો હતો. મને મુસ્લિમ દિકરીઓના નિકાહમાં સાક્ષી બનાવાયો. મહેશભાઈએ ઈચ્છા વ્યક્ત કરી કે હું હિન્દુ દિકરીઓને અને સાસુ-માતાઓને તો ચાર ધામ કરાવી લઉં છું પણ મુસ્લિમ દિકરીઓનો પ્રશ્ન રહે છે. એટલે મેં અને મારી ટીમએ આ યતીમ દિકરીઓને તેમના પતિ સાથે મક્કા-મદીના ઉમરાહ મોકલવાનું નક્કી કર્યું.  સાથોસાથ મેં ચારધામની યાત્રામાં પણ યોગદાન આપવા માટે તૈયારી દર્શાવી અને તે મહેશભાઈએ ગ્રાહ્ય રાખી. ’ અમે માનવતા માટે આ રીતે કાર્ય કરતા રહીએ તેવી ઈશ્વરને પ્રાર્થના છે. ચારધામ યાત્રાએ જઈ રહેલા એક માતાજીએ કહ્યું કે, કદાચ બે-ચાર બહેનો પોતાના ખર્ચે આ યાત્રા કરી શકે એમ છે પરંતુ આમાથી મોટાભાગની બહેનો માટે તે સ્વપ્ન સમાન છે. જે ચારધામ યાત્રાનું નેક કામ આપ કરી રહ્યાં છો તેના માટે હું તમને આશિર્વાદ આપું છું. ઈશ્વર તમારાથી આવા કામ લેતો રહે.  ઉમરા માટે મક્કા-મદીના જતી એક દિકરીએ કહ્યું કે, ‘ મુસ્લિમોમાં પવિત્ર ધામ મક્કા-મદીના જવું એ એક મોટા પુણ્યનું કામ છે. મારું બચપનનું સ્વપ્ન હતું પણ પિતાજી દુનિયામાં ન રહ્યાં. અમે એક સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ અને અમારા પરિવારમાં કોઈ આ ઉમરા માટે ખર્ચ કરી શકે એવી સ્થિતિમાં નથી. અલ્લાહે મહેશ પપ્પાના માધ્યમથી ફારુકભાઈ જેવા ફરિસ્તાને મોકલ્યા અને આ સંભવ બન્યું. હું તેમના માટે દુઆ કરું છું. સાથે મારી આવનારી ઔલાદ પણ તમારા જેવી બને તેવી અલ્લાહના દરબારમાં હું દુઆ કરીશ.’’ ડો. ફારુક પટેલ અગાઉ 11 દિવ્યાંગ વિદ્યાર્થીઓને તેમની માતા સાથે ઉમરા મોકલી ચુક્યા છે– નોંધનીય છે કે, દિલેર દિલના માલિક ડો. ફારુક પટેલ આ પહેલાં કોવિડ દરમિયાન ડિસેબલ વેલ્ફેર ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા, સુરતમાં અભ્યાસ કરતા 11 દિવ્યાંગ સ્ટુડન્ટોને તેમની માતા સાથે ઉમરાની યાત્રા કરાવી ચુક્યા છે. જ્યારે 90 દિવ્યાંગ બાળકો અને તેમના કેરટેકરને હરિદ્વારા, મસુરી વગેરેની યાત્રા કરાવી ચુક્યા છે. ઉપરાંત તેઓ પોતાના મોટા પુત્રના લગ્નમાં ફાઈવસ્ટાર હોટલમાં વૃદ્ધાશ્રમના વૃદ્ધો, અનાથો અને દિવ્યાંગજનોને બોલાવીને ફાઈવસ્ટાર હોટલમાં રિસેપ્શન કરાવી ચુક્યાં છે. તેઓ એજ્યુકેશન, હેલ્થકેર અને હેલ્પિંગ હેન્ડ સહિતની અનેક પરોપકારી પ્રવૃત્તિ કરે છે. જ્યારે મહેશભાઈ સવાણી સાડા પાંચ હજાર પિતા વિહોણી દિકરીઓને કોઈ પણ ન્યાતજાત ધર્મના વાડા વિના પરણાવી ચુક્યા છે અને તેમના આજીવન પિતા તરીકે તેઓ તેમના દરેક સુખદુખમાં સાથે ઊભા રહે છે. કેપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપનું જોડાણ માનવતાના પ્રાધાન્ય આપવાની દિશામાં વધુ એક નેક કદમ તરીકે જોવાય રહ્યું છે. [...] Read more...
June 9, 2025સુરત : ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા અને ચોથા સૌથી ફાસ્ટેટ ગ્રોઈંગ સિટીમાં જેનું નામ છે તે સુરત શહેર દરેક માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મુંબઈ બાદ સુરતની સમૃદ્ધિથી અંજાયને અનેક લોકો પરપ્રાંતથી આવીને અહીં રોટલો રળવા લાગ્યા છે. તે તો સુરત માટે ક્રેડિટ લેવા જેવી વાત છે પરંતુ તે બધા વચ્ચે ઉડીને આંખે વળગે અને આશ્ચર્યપમાડે તેવી વાત એ છે કે અહીં ભીખારીઓના ટોળેટોળા ઉમટી પડ્યાં છે!! એમાં પણ મહિલા-વૃદ્ધ ભીખારીઓ સૌથી વધુ છે. સૌથી શંકા ઉપજાવનારી બાબત એ છે કે દરેક મહિલાના ખોળામાં નાના બાળકો હોય છે, ઉપરાંત બે-ચાર ચારથી પાંચ વર્ષના બાળકો કારોની વચ્ચે ભીખ માંગતા ફરતા હોય છે. સુરતીઓ તેને ચોક્કસ ભીખ મંગાવનારી ગેંગ આ શહેરમાં સક્રિય થઈ હોવાની શંકા સેવી રહ્યાં છે. દરેક ચાર રસ્તે સવારથી સાંજ તેઓ પોલીસની હાજરીમાં જ કારની કતારોની વચ્ચે ઘુસી જઈ ભીખ માંગતા જોવા મળે છે!! જે અકસ્માતને પણ નોતરું આપી રહ્યાં છે. ખોળામાંના બાળકો આખો દિવસ સુઈ જ રહે છે, એ કેવી રીતે? લોકોના મનમાં અનેક શંકાઓ : દરેક ચાર રસ્તાઓ પર ખોળામાં બાળકો સાથેની મહિલા જોવા મળે છે. તમે કોઈ પણ સમયે ચાર રસ્તા પરથી પસાર થાવ એટલે એક જ સ્ટાઈલમાં ફરતી મહિલાઓ જોવા મળે છે. તેના ખોળામાં બાળક સુતેલું જોવા મળે છે. તમે કોઈપણ સમયે જુઓ તો આ બાળકો સુતેલા જ હોય છે. તેમના હાથમાં એક અડધા દુધથી ભરેલી બોટલ હોય છે અને આવીને તે બોટલ તેઓ ફોરવ્હીલ વાહનચાલકના કાર પર જોર જોરતી અથડાવે છે અને ભીખ માંગે છે. અગર તમે ન આપો તો તે તમને ગાળો બોલવા સુધી ખચકાતી નથી. ઘણી મહિલાઓ પાણીની બોટલ માંગે છે. શંકા ઉપજાવનારી બાબત એ છે કે આ નાના બાળકો ખોળામાં છે તે આખો દિવસ ઉંઘી કેવી રીતે રહે છે?શું તેઓને કોઈ ઘેની પદાર્થ ખવડાવી સુવડાવી રખાય છે? શું આ બાળકો ખરેખર આ મહિલાઓના છે? આટલી માેટી સંખ્યામાં બાળકો સાથે મહિલાઓ ક્યાંથી ઉતરી આવી? વૃદ્ધો પણ ક્યાંથી આવી ચઢ્યાં? આ સવાલોના જવાબ શહેરીજનો જાણવા માંગે છે અને તે પોલીસ સમક્ષ આશા વ્યક્ત કરી રહ્યાં છે કે અનેક મોટા ગુનાઓ શોધવામાં પાવરધી બની ગયેલી સુરત પોલીસ આ દિશામાં પણ શંકાની નજરે જુએ અને ચોક્કસ કાર્યવાહી કરે તો કદાચ બાળકચોર ટોળકી અથવા ભીખ મંગાવતી પ્રોફેશનલ ગેંગ સુધી પહોંચી શકે એમ છે. સુરતીઓ ત્રાહિમામ પોકારી ગયા છે: સામાન્ય રીતે લોકોના મનમાં એક દયાભાવના હોય છે અને તે દયાને આધિન તેઓ એવું માને છે કે મજબુરીવશ આ લોકો ભીખ માંગતા હશે પરંતુ એક જ પદ્ધતિ, રીત અને પરેશાન કરવાની ટેવ એ ચોક્કસ ગેંગ તરફ ઈશારો કરે છે. પોલીસ પોતાના સીસીટીવી કેમેરામાં આખી ભીખ માંગવાની પદ્ધતિ અને તેમની હલનચલનનું એનાલિસીસ કરે તો ઘણું બધુ ખુલ્લુ પાડી શકે એમ છે. ચાર રસ્તા પર તમે વાહન લઈ જાવ એટલે તમારી ગાડી પર નાના છોકરાઓ ટકોરા મારવા લાગે છે. મહિલાઓ કાચ પર થોકાથોક કરે છે, બાળકો ગાડીના બોનટ પર થોકે છે. ગાડી સારી હોય તો તે ઉપર પણ ચઢી જાય છે અને તમને ભીખ આપવા મજબૂર કરી મુકે છે. અગર તમે તેમને ધુત્કારો અથવા દૂર ખસવા કહો તો તેઓ સાંભળતા નથી અને એજ પ્રવૃત્તિ ચાલું રાખે છે. છતાં તમે ન ગાંઠો તો તમને હેલફેલ બોલતા પણ અચકાતા નથી. રોજ બરોજના ત્રાસથી સુરતીઓ ત્રાસી ગયા છે પરંતુ કોણ મોંઢે લાગે તેવું માનીને આગળ ધપે છે પરંતુ હવે આ હરકત એક ત્રાસદીમાં પરિણમી છે. પોલીસ સમાજ સુરક્ષા અને ભિક્ષુક ગૃહ વિભાગ સાથે મળીને આ માથાનો દુખાવો બની ગયેલી બાબતનો નિકાલ લાવે તે જરૂરી બન્યું છે. એક સુરતીએ ભીખારી મહિલાનો વીડીયો લીધો અને…એક ત્રાસેલા જાગૃત નાગરિક મનોજ અને ઉપેનએ કારગિલ ચોક પાસે ભીખ માંગતા સમયે કાર પર જોરજોરથી ટકોરા મારતી ટોળકીનો વીડીયો બનાવવાની કોશિશ કરી તો ભીખ માંગતી મહિલાએ દાદાગીરી સાથે એલફેલ બોલવાનું શરૂ કર્યું. એટલું ઓછું હોય તેમ તેણે જોરથી કાચ પર મુક્કો માર્યો અને કહ્યું કે, ક્યા હૈ તેરો, પૈસા તો દેતો નહીં અને વીડીયો બનાવે છે, નીકળ. અન્ય એક વાહનચાલકે કહ્યું કે, હું રોજ રાંદેર રોડ ઋષભ ચાર રસ્તાથી પસાર થાઉં છું. મારી એસયુવી કાર થોડી મોડીફાઈ કરાયેલી છે એટલે રોજ જોઈને નાના છોકરાઓ અને મહિલાઓ રીતસર આવીને તેના ફુટરેજ પર ચઢી જઈ જોરજોરથી કાચ પર ટકોરા મારે છે. ઘણીવાર તેમને સમજાય ચુક્યો છું પણ સમજતા જ નથી, ઉપરથી દાદાગીરી કરે છે અને પૈસા આપવા ફરજ પાડે છે. કારને નુકસાન ન થાય તે માટે પાંચ-દસ રૂપિયા મારે ફરજિયાત આપવા પડે છે. આ તો અહીં બે જ કિસ્સા ટાંક્યા છે પરંતુ આવા હજારો કારચાલકો રોજ દરેક ચાર રસ્તે પરેશાન થઈ રહ્યાં છે. સુરતીલાલાઓનું કહેવું છે કે, સુરતની ‘સિંઘમ’ પોલીસ આ ભીખારીઓના નેક્સસને પણ ઉઘાડું પાડીને ત્રાસમાંથી મુક્તિ અપાવે તે જરૂરી છે.! (વાચકવર્ગ પાસે આ બધા વીડીયો પણ અમને મળ્યાં છે) [...] Read more...
May 23, 2025ટ્રાફિક સર્કલ નાના કરાયા કે પૂરેપૂરા દુર કરી દેવાયા: જોકે, ગ્રીન સિગ્નલ મળતા સર્કલ પરથી ગાડી નીકળે છે પણ તે સર્કલને અડીને જ ક્રોસ કરી બનાવેલી બીઆરટીએસને અલગ પાડતી રેલિંગ ગ્રીલ પર એકદમ ધીમી પડી જાય છે. ત્યાં અથડાય જવાનો પણ ભય છે. ભૂલકાંભવન સ્કૂલ સામે તો બસ અડ્ડાની રેલિંગ બરાબર રોડ વચ્ચે એવી રીતે નડી રહી છે કે રોજ સંખ્યાબંધ અથડાણો અહીં થાય છે, જે દુર થાય તો ટ્રાફિક વધુ સરળ બની શકે. સુરત ટ્રાફિક પોલીસે વિતેલા ત્રણ-ચાર મહિનાથી ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે અનેક પ્રયાસો કર્યા. અકસ્માતો નિવારવા ઘણાં કાર્યો કર્યા પરંતુ તેમાં સૌથી વધુ એગ્રેસીવ કામ કર્યું તો ટ્રાફિકમાં અડચણરૂપ લાગતા ચાર રસ્તાઓ પરના સર્કલ (ટ્રાફિક આઈલેન્ડ) યા તો નાના કર્યા અથવા તેને સંપૂર્ણપણે દૂર કર્યા. જેનાથી, થોડો ઘણો ટ્રાફિક વહનમાં સુધાર થયો પરંતુ હજી પણ કેટલાંક પગલાં ટ્રાફિકને મસ્કા જેવું સ્મૂથ કરવા લઈ શકાય એમ છે. એક્ટિવ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત આમ તો દરેક સૂચનોને ગંભીરતાથી લઈને આગળ વધવામાં માને છે. સૂચનોનું સ્થળ નિરીક્ષણ કરીને તેનું નિરાકરણ કરવામાં માને છે. પરંતુ વધુ પડતી વાહનો અ‌‌‌વરજવરની અગવડની ફરિયાદોને મળી રહી છે તે જોતા ઘણી જગ્યાએ ચારરસ્તાને અડીને ત્રાસી (રોડ લાઈનથી બહાર કાઢીને) નાંખી દેવાયેલી બીઆરટીએસ બસના રૂટની રેલિંગ (ગ્રીલ) , ડીવાઈડરને કારણે ચાર રસ્તાથી સડસડાટ વાહન પસાર થવાને બદલે અટકી જઈ રહ્યાં છે. બીઆરટીએસ ગ્રીલ-ડિવાઈડર બહારથી બનાવ્યા હોવાથી અને તે પણ ચારરસ્તાને અડીને બનાવ્યા હોવાથી વાહનો ક્રોસ કરી કાઢવા પડે છે. રખે કોઈ ચુકી જાય તો તેને આ ગ્રીલ સાથે અથડાય જવાનો ભય છે. ઘણાં વાહનો અથડાવાની ઘટનાઓ બની પણ છે. ઉદાહરણ લઈએ….. અડાજણ ગામનું બ્રહ્માકુમારીનું સર્કલ આખેઆખું તોડી પાડ્યું. ચાલો સારું થયું. પરંતુ અહીં ચાર રસ્તાથી વાહન જેવા આગળની તરફ જાય છે કે તુરંત બીઆરટીએસ બસની રોડલાઈનથી બહારની તરફ લગાવી દેવાયેલી બીઆરટીએસની રેલિંગ-ડિવાઈડર આવી જાય છે. જે વાહનને ચાર રસ્તાથી સીધા પસાર થતા અવરોધે છે. પહેલી લાઈનમાં વાહન ચલાવતા લોકોએ વાહનને ક્રોસ કરીને બીજા રોડ પર સિફ્ટ કરવું પડે છે પરિણામે બીજી લાઈનમાં ચાલતા વાહનચાલકોએ અટકવું પડે છે અને તેની પાછળ બધા જ વાહનો અટકી જાય છે. એટલે સિગ્નલના સમય સુધીમાં દરેક વાહન પસાર થઈ શકતા નથી. ટ્રાફિકજામ પણ થાય છે. અગર કોઈનું ધ્યાન ન હોય તો વાહન એકબીજા સાથે અથવા બીઆરટીએસ ગ્રીલ સાથે અથડાય જાય છે.! આવું જ કારગીલ ચોકથી લઈ દરેક જગ્યાએ સમસ્યા છે. બીજું ભૂલકાંભવન સ્કૂલની સામે બીઆરટીએસનું બસ સ્ટોપ છે. ગુજરાત ગેસ સર્કલથી અડાજણ ગામ તરફ જતા રોડ પર બસ સ્ટેશન બ્રિજની નીચે છે પરંતુ રેલિંગ રોડની વચ્ચોવચ અંતરાય ઊભી કરતી છે. અહીં પણ આ જ સમસ્યા છે. અહીં તો ચાર રેલિંગ છે તે દુર કરીને રોડને સમતલ કરીને રસ્તો સરળ બનાવી શકાય છે. અડાજણ પાટીયા પર મોટું સર્કલ દૂર કર્યું પરંતુ જીલાની બ્રિજ તરફથી આવતા વાહનોને છેક બસ સ્ટેશન સુધી જઈને યુટર્ન લઈને ફરીને અડાજણ પાટીયા થઈ અડાજણ ગામ તરફ જવું પડે છે. અહીં રસ્તાે બંધ કરી દેવાયો છે. જે બિનજરૂરી હોવાની ફરિયાદ છે. દિલ્હીની જેમ બીઆરટીએસ રેલિંગ દૂર કરી દો તો રોડ સિક્સ લેન થઈ શકે એમ છે સામાન્ય રીતે લોકોનું માનવું છે કે, બીઆરટીએસની રેલિંગે અનેક અકસ્માતોને અંજામ આપ્યો છે. શહેરના કોઈપણ ખૂંણે જાઓ તો રેલિંગવાળી સમસ્યા નડી જ રહી છે. ઘણી જગ્યાએ બે-ચાર રેલિંગ રસ્તાની વચ્ચોવચ ઠોકી દઈ બસ સ્ટેશન ઊભા કરી દેવાયા છે. પબ્લિકનું કહેવું છે કે, દિલ્હીની જેમ દરેક જગ્યાએ જ્યાં બિનજરૂરી છે ત્યાંથી નડી રહેલી રેલિંગ દુર કરી દેવી જોઈએ. આખા શહેરમાં રસ્તાઓ સિક્સ લેન બની શકે એમ છે. સુરતના ઘણાં રૂટ પર બીઆરટીએસ રેલિંગ નથી છતા બસ તો સારી રીતે ચાલી જ રહી છે તો અલગથી રૂટ રાખી મુકવાનો મતલબ નથી. બીજું કે, સુરતમાં જેમ હેલ્મેટ અને પીયુસીવાળી સિસ્ટમ ઊભી કરાય તેમ ટ્રાફિક સેન્સ ઊભી કરી વાહનો લેનમાં ચાલે તે માટે પણ દંડનીય અપરાધ રાખવાે જોઈએ. તો જ વિદેશની જેમ સિસ્ટમ ઊભી થશે. ડાબી બાજુ વળનારો વાહનચાલક ઘણીવાર જમણીબાજુની પહેલી લાઈનમાં ઊભો રહીને ક્રોસ વાહન કાઢે છે તેનાથી ટ્રાફિક અડચણ થાય છે અને અકસ્માતનો ભય પણ રહે છે. લોકોનું કહેવું છે કે, આ મામલે સુરત મહાનગર પાલિકા, પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસ અને નેતાગણએ વિચારવું જોઈએ અને બીઆરટીએસના ટ્રાફિકને નડતરરૂપ રેલિંગ – બસ અડ્ડા અને ડિવાઈડર દૂર કરવા જોઈએ. [...] Read more...
February 27, 2025સુરતના વેસુ ખાતે રહેતી દિકરી ફોરવ્હીલ કાર સીખવા આવતી હતી અને મોદી ઓટો-સલાબતપુરાનો ટ્રેઈનીંગ આપતો ડ્રાઈવર તેની છેડતી કરતો હતો., અડપલા કરતો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થઈ છે અને પોલીસે ડ્રાઈવર સામે એક્શન લીધા છે. જોકે, સૂત્રોનું માનીએ તો આ ઘટના કંઈક પહેલીવહેલી નથી આ પહેલા પણ ઘણી દિકરીઓએ આવી ફરિયાદ મોદીઓટોના ડ્રાઈવર અને સંચાલકો સામે કરી હતી! જોકે, તે પોલીસ ફરિયાદ સુધી ન પહોંચી શકી. ઈજ્જતના માર્યે પરિવારજનોએ ડ્રાઈવીંગ સ્કૂલ બદલી નાંખી. જોકે, અન્ય ડ્રાઈવીંગ સ્કૂલ સંચાલકોએ મોદી ઓટો છોડવાનું કારણ પુછતા આ વાત બહાર આવી હતી. હવે આ ઘટનાને ખૂબ જ નિંદનીય અને મોટર ડ્રાઈવીંગ ટ્રેનિંગ ઈન્સ્ટ્ટ્યુટ ઈન્ડસ્ટ્રીઝ માટે લાંછનરૂપ લેખાવી ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશના પ્રમુખ અને ઉપપ્રમુખ દ્વારા કડક પગલાં લેવા ઉપરાંત એક ગાઈડલાઈન પણ બહાર પાડી છે. એસોસિયેશનમાં પણ ‘મોદી ઓટો’ની છાપ નામચીન, વેલ્યુ વિનાની !!? મોટર ડ્રાઈવિંગ એસો.ના સૂત્રોના જણાવ્યાનુસાર મોદી ઓટો નિયમોનું ઉલ્લંઘન કરવામાં માસ્ટર છે. તેના સંચાલકનું તોછડાપણાંની ફરિયાદો અવનવર મળતી રહે છે! નિયમ મુજબ બીજા મોટર ડ્રાઈવિંગ સ્કૂલ જે વિસ્તારમાં ચાલતી હોય અથવા તો તેમને જે વિસ્તાર એલોટ થયો હોય તે વિસ્તારમાં જ તેઓ પોતાની સેવા આપે છે. પરંતુ મોદીઓટોના સંચાલકો અને ડ્રાઈવરો ખુલ્લી દાદાગીરી કરીને બીજાના વિસ્તારના ગ્રાહકો પણ ખેંચી લે છે અને બીજાના વિસ્તારમાં અતિક્રમણ કરી ત્યાં શીખવવા પહોંચી જાય છે. કહેવાય છે કે, મોદીઓટોની ઘણી ગાડીઓ પણ આરટીઓના નિયમ મુજબ ઓથોરાઈઝ્ડ નથી અને જોખમી રીતે ચલાવાય રહી છે!! આરટીઓમાં ઊંચી પહોંચને કારણે અધિકારીઓ પણ મોદીઓટોના સંચાલકો સામે કોઈ પગલાં લેતા ન હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.!! હવે છેડતી-અડપલાંની ઘટના બની છે ત્યારે આરટીઓ અથવા પોલીસ વિભાગ તે વેરીફાઈ કરે છે કે તેમ તે જોવું રહ્યું. (અગાઉ અનેક સ્કેમમાં આ‌વી ચુક્યું છે સંચાલકોનું નામ… તે જાણવા વાંચતા રહો Newsnetworks.co.in) મોટર ડ્રાઈવર એસો.એ તત્કાલિક આ નિયમો પાળવા હુકમ જારી કર્યો તારીખ ૨૫-૦૨-૨૦૨૫- .મંગળવારના રોજ સુરતની એક મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલમાં એક સ્ત્રી સાથે, ગાડી ચલાવતા શીખતી વખતે ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવર દ્વારા અડપલા કરવામાં આવ્યા હતા, જેને ધ સૂરજ ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશન એ ખૂબ જ શરમજનક અને ગંભીર ઘટના ગણાવી છે. એના અનુસંધાનમાં એસોસિએશન એ સુરત ડિસટીક ની તમામ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલો ને નીચે મુજબ વિવિધ પ્રકારના પગલાઓ લેવા આદેશ આપે છે: ૧. દરેક ડ્રાઇવિંગ સ્કૂલના માલિકોએ પોતાના ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવરનાં લાયસન્સ તથા આધાર કાર્ડ ની કોપી ફરજીયાત રાખવી પડશે અને નજીકના પોલીસ સ્ટેશનમાં એમનું રજીસ્ટ્રેશન કરાવી દરેક ઇન્સ્ટ્રક્ટર/ડ્રાઇવરની ચાલચલગત નો દાખલો લેવો ફરજિયાત છે. ૨. ટ્રેનિંગ સ્કૂલની તમામ ગાડીઓમાં, ગાડીની અંદરનું અને બહારનું રેકોર્ડિંગ થાય એવો માઈકવાળો ડેશબોર્ડ કેમેરા રાખવો ફરજિયાત છે. ૩. ટ્રેનિંગ સ્કૂલ ની તમામ ગાડીઓમાં જી.પી.એસ ટ્રેકર રાખવું ફરજિયાત છે. ૪. ડ્રાઇવિંગ શીખવા માટે કોઈપણ સ્ત્રી આવે તો તેને ઘરના કોઈ એક વ્યક્તિને પાછળ બેસાડવા માટે પણ ફરજિયાત છે. ૫. તમામ ડ્રાઇવિંગ સ્કૂલના માલિકો એ ટ્રેનિંગ સ્કૂલમાં ચાલતી તમામ ગાડીઓની આર.સી. બુક ની કોપી તથા ડ્રાઇવર/ઇન્સ્ટ્રક્ટર ની આધાર કાર્ડ અને લાયસન્સની કોપી ફરજિયાત પણે એસોસિએશનને જમા કરાવવાની રહેશે. ધ સુરત ડીસ્ટ્રીક મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશને આ ઘટના ની ગંભીર નોંધ લીધી છે અને આવી શરમજનક ઘટનાને ખૂબ જ નિંદનીય ગણાવીને સ્ત્રી સાથે અડપલા કરનાર ડ્રાઇવર/ઇન્સ્ટ્રક્ટરને કાયદાકીય કાર્યવાહી કરી સખતમાં સખત સજા આપવા માટે માંગણી કરી છે. -લિ.પ્રમુખશ્રી અને ઉપપ્રમુખ શ્રી,ધ સુરત ડિસ્ટ્રિક્ટ મોટર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસોસિએશ [...] Read more...
December 13, 2024સુરત મહાનગર પાલિકા આમ તો સવાસોથી વધુ બ્રિજ બનાવીને ‘બ્રિજ સિટી’ હોવાની પીઠ ભલે ઠપઠપાવતી હોય પરંતુ અહીં વાહનોના વસ્તી વિસ્ફોટ પર અંકુશ ન હોવાને કારણે દિનપ્રતિદિન ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આમ તો મહાપાલિકાના એન્જિનિયરો (હોશિંયાર કે ડોબા તે તમે વાંચકો નક્કી કરજો)ની ફૌજ હંમેશા એક ‘ગફલત’ કરે છે અને તે એ છે કે કોઈપણ બ્રિજનો એપ્રોચ ચાર રસ્તા પહેલા જ ઉતારી દે છે. જેથી, આખો બ્રિજ સડસડાટ વાહનો પસાર ભલે થઈ જાય પણ એપ્રોચ પરના બોટલ નેકને કારણે અને ચાર રસ્તાને કારણે વાહનો ટ્રાફિકમાં ફસાય છે. પી-પી-પોપોના અવાજથી લોકો પરેશાન થાય છે તે અલગ.! આવું જ કંઈ જીલાની બ્રિજ (આમ તો તેનું નામ શાસકોએ ચંદ્રશેખર આઝાદ બ્રિજ પાડ્યું છે)માં પણ થયું છે. બ્રિજનો એપ્રોચ બરાબર પ્રસિદ્ધ સરદાર સ્કૂલના છેડે આપી દીધો. અહીં વાહનો ઉતરે એટલે તુરંત આગળ અડાજણ પાટીયાના ચાર રસ્તા આવે, તેમાં પણ પોલીસે ટ્રાફિક મેનેજમેન્ટ માટે સીધા ચાર રસ્તા પરથી વાહનો પસાર ન થાય તે માટે બેરિકેડ લગાવ્યા છે એટલે વાહનચાલકોએ પોતાના વાહનોને અડાજણ બસ ડેપો સુધી હંકારી જઈને ત્યાંથી યુ-ટર્ન મારીને સરદાર બ્રિજ તરફ આગળ જવું પડે છે. બીજી તરફ, વેડ રોડ તરફ જવા ઈચ્છતા વાહનચાલકો આખો યુટર્ન મારીને આવવું ન પડે તે માટે સરદાર સ્કૂલ પાસેથી રોંગ સાઈટ આવીને બ્રિજ પર ચઢવા જતા અડાજણ પાટીયા પરથી સીધા બ્રિજ પર ચઢતા વાહનો માટે અડચણ સાબિત થઈ રહ્યાં છે અને તેના કારણે લાંબો ટ્રાફિકજામ સર્જાય છે! હોર્નના લગાતાર અવાજથી સ્કૂલમાં ભણતા બાળકો અને ડિવાઈ્ન હીબા હોસ્પિટલના દર્દીઓ તેમજ આસપાસ રહેતા લોકો માટે ત્રાસ બની રહે છે. વહેલી સવારે સ્કૂલ ઉઘડવાના સમયે અને છૂટવાના સમયે તેમજ સવાર-સાંજના પીક અવર્સમાં તો આ સમસ્યા એટલી વકરી જાય છે કે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠે છે. આશ્ચર્યની વાત તો એ છે કે, અહીં ચાર રસ્તે ઊભી રહેતી ટ્રાફિક પોલીસ આ સ્થળે આવતી નથી. અગર 100 નંબર પર ફરિયાદ થાય તો પોલીસ આવે છે પણ તે રોંગ સાઈડથી આ‌વતા વાહનચાલકોને પાછા કરે છે પણ એક્શન લેતી નથી. પોલીસ દ્વારા લગાડવામાં આવેલા સીસીટીવીના આધારે પણ કંટ્રોલરૂમમાંથી પોલીસ તૈનાત કરાતી નથી કે મેમો મોકલવામાં આવતા નથી. આવા લોકોના વાહનો જપ્ત થાય અને મોટો દંડ થાય તો જ આ સમસ્યાનો અંત આવે એમ છે. સાથોસાથ ટ્રાફિક પોલીસ અહીંના દરેક રોંગ સાઈડ રસ્તા બંધ કરે તેમજ સીધા ચારરસ્તાને ખોલે તો આસાની રહે એમ છે. અહીં મહાપાલિકાએ ફ્લાયઓવર બ્રિજ બનાવવો જરૂરી સુરત મહાનગર પાલિકાએ વેડ દરવાજાના છેડે તો ફ્લાયઓવર બ્રિજ બનાવીને ત્યાં સર્જાતી આવી જ સમસ્યાનો ઉકેલ લાવી દીધો પરંતુ અડાજણ પાટીયાના છેડે પણ ફ્લાયઓવર બનાવવો જોઈએ તેવી માંગ સ્થાનિકો તેમજ વાહનચાલકો કરી રહ્યાં છે. પીક અવર્સમાં તમે અહીં એક સેકન્ડ ઊભી ન રહી શકો એવો વાહનોનો અવાજ અને હોર્નનો અવાજ લોકોને પરેશાન કરી રહ્યો છે. સ્કૂલના વિદ્યાર્થીઓ, હોસ્પિટલના દર્દીઓ અને સિનિયર સિટિઝનો પરેશાન થઈ રહ્યાં છે. માનસિક સ્થિતિ લોકોની બગડી રહી છે એટલો ઘોંઘાટ અહીં થઈ રહ્યો છે. સુરત મનપા તત્કાલિક ધોરણે ચંદ્રશેખર આઝાદ બ્રિજ (જીલાની બ્રિજ)ના અડાજણ છેડે ફ્લાયઓવર નિર્માણ કરીને તેને સીધો જ ચાર રસ્તાની આગળ ઉતારે અને એક છેડો ઋષભ ટાવરની આગળ અને એક છેડો નહેરબ્રિજ તરફ ઉતારીને આ કાયમી સમસ્યાનું નિરાકરણ લાવે તે જરૂરી છે!! ટ્રાફિક પોલીસ પણ સીધા ચારરસ્તા ખોલીને ટ્રાફિકનું પ્રોપર મેનેજમેન્ટ કરે તે જરૂરી છે. રાત્રે લક્ઝરી બસવાળાનો ત્રાસ આમ તો લક્ઝરીને બસને રાત્રે 10 વાગ્યા બાદ જ શહેરમાં એન્ટ્રી છે પરંતુ અડાજણ ગુજરાત ગેસ સર્કલથી અડાજણ પાટીયા સુધી લક્ઝરી બસ વાળા રાત્રે 8 પછી અડીંગો જમાવે છે. અહીંથી રાત્રે 8થી 10.30 સુધી પસાર થવું હોય તો મુશ્કેલ બને છે. રસ્તામાં વચ્ચોવચ લક્ઝરી બસ લાઈનબંધ ઊભી રાખી પેસેન્જરોને બેસાડે છે અને ટ્રાફિક જામ થાય છે પરંતુ તેઓને ટ્રાફિક પોલીસની કોઈ રોકટોક હોય તેમ દેખાતું નથી. આ મામલે અગાઉ ફરિયાદો પણ થઈ છે છતા લક્ઝરી બસવાળાઓ પર કોઈ અસર થઈ નથી. ઘણીવાર ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસના વાહનો અહીં ઊભા હોવા છતા કોઈ આ બસોને ખસેડવાની હિંમત કરતા નથી એ સ્થાનિક લોકોને આશ્રર્ય જન્માવે છે! અહીં શાસક પક્ષો પણ કોઈ તસ્દી લેતા નથી!! [...] Read more...
November 29, 2024એજન્સી: સુરત બેગમપુરાના વ્યાજઆતંકી શાબીર શેખને ક્રાઈમ બ્રાંચે પકડ્યા બાદ મહિધપુરા પોલીસને સોંપી દીધો. આમ તો ક્રાઈમ બ્રાંચે આ કેસમાં સીધા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ એન્ટ્રી લેવાના બે દિવસમાં શાબીરને છેક મહેસાણાથી પકડવા સાથે ડ્રોન ટેકનોલોજીની મદદથી તેના દ્વારા વ્યાજના બદલામાં ગિરવે લેવાયેલા ચાર ટુવ્હીલ અને બે ફોરવ્હીલ વાહનો કબજે લઈ સીધો ‘કોડિયો’ મહિધપુરા પોલીસના મોંઢામાં આપ્યો છે, પરંતુ લોકલ પોલીસ પાસે આ લોકોના ત્રાસથી મોતને ભેટેલા ગુલામ ખ્વાજા ઉર્ફે બોબી 12 દિવસ હોસ્પિટલ હતો તે દરમિયાન અનેક કારસ્તાન ઉઘાડા પાડવાની તક હતી પરંતુ 10 દિવસ બાદ ફરિયાદ લેનાર મહિધરપુરા પોલીસે તે તસ્દી લીધી નથી. આમ તો બેગમપુરામાં ચાલતા કાળા કામો અંગે સ્થાનિક પોલીસ વાકેફ જ ન હોય તે વાત કોઈ માનવા તૈયાર નથી. ઉપરથી શાબીર તેના ભાઈ નિઝામ, મૈય્યુ અને પુત્રો અર્શદ અને અનિષ વર્ષોથી વ્યાજખોરી, બળજબરી ગાડી ખેંચી લેવી, લોનનો એક હપ્તો બાકી હોય તેવી ગાડીઓ ખેંચી લઈ તેને વેચી દેવી અથવા પ્રદેશમાં મોકલી આપવી. ભૂલવા માટેની ગાડીઓ લીકર માફિયાઓને ભાડે આપવા જેવા કારસ્તાનો વર્ષોથી કરી રહ્યાં છે તે વાતથી અજાણ હોય તે પ્રશ્નો લોકો અને ભોગ બનનારા ઉઠાવી રહ્યાં છે!!. મહિધરપુરા પોલીસને એક દિવસનો સમય રિમાન્ડ દરમિયાન મળ્યો છે તે તેનો સદ્ઉપયોગ કરીને ઘણાં કારસ્તાન ઉઘાડા પાડીને બીજા ગુના શાબીર અને તેના ભાઈ-પુત્રો સામે દાખલ કરી શકે છે અને બીજા ભોગ બનનારાઓને પણ ક્રાઈમ બ્રાંચ જેવી ઝડપ સાથે શોધીને તેમની ફરિયાદ પણ લઈ શકે છે!!! મોડસ ઓપરેન્ડી: સ્થાનિક અને પોલીસ બેડાના અતરંગ સૂત્રોનું માનીએ તો શાબીર અને તેના ભાઈઓ વાહનો ખેંચી લેવાનું ગેરકાયદે કામ વર્ષોથી કરે છે. લોન ન ભરનારાઓની ગાડી ખેંચીને તેઓ કોઈ પણ એ્નઓસી લીધા વિના બારોબાર વેચી દેતા હતા. ગુજરાત બહાર પણ અનેક ટુવ્હીલ-ફોરવ્હીલ વાહનો તેઓએ સપ્લાય કર્યા હોવાની માહિતી મળી રહી છે. સૂત્રો કહે છે કે, બોગસ આરસીબુક બનાવતી ગેંગ સાથે પણ તેમની સંડોવણી હોઈ શકે છે!! બીજુ કે કોઈના પણ નામ વાહનો લોન પર લઈને તે વાહનો તેમજ ગિરવેમાં લીધેલા વાહનો કે ભૂલવાના વાહનો (આ વાહનો ખેંચનારનું કોર્ડવર્ડ છે) નામચીન બુટલેગરોને મહિને 2થી 3 લાખ રૂપિયાના ભાડે આપી દેતા હતા. અગર વાહનનો દારુની ખેપમાં પુરતો ઉપયોગ કરી લેવાયો હોય તો ફરી બુટલેગર ઈચ્છે તો રૂ. 50 હજારમાં આ વાહન પરત લઈ લેતા હતા. અગર વાહન પોલીસના હાથે પકડાય જાય તો જેનું વાહન ખેંચી લાવ્યા હોય તેને છોડાવી પરત આપવાનું કહીં તેની પાસેથી પણ સારી એવી રકમ પડાવી લેતા હોવાનું આ ધંધાના લોકો પાસેથી જાણવા મળ્યું છે.!! ગિરવેની ગાડી કેટલાક સારાં લોકોને પણ આપી હોવાનું તેમજ ‘‘સ્ટાફ’’માં પણ ફરતી હોવાનું કહેવાય રહ્યું છે! કેટલીક ચોરીની ગાડીઓના પણ સોદા પડ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.!! આ કામમાં સગરામપુરાનો ઈમરાન પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે. જે અગાઉ ડીંડોલી પોલીસના હાથે પકડાય ચુક્યો છે. જ્યારે કલ્પેશ નામનો શખ્સ કે જેને ચારસો જેટલી ગાડી સાથે પોલીસે પકડ્યો હતો તે કામમાં પણ શાબીર એન્ડ મંડળી સામેલ હોવાની માહિતી સૂત્રો આપી રહ્યાં છે.!! બધા જ વારાફરતી ટોર્ચર કરતા: વ્યાજે રૂપિયા લેનારાઓનું કહેવું છે કે, શાબીર અગર વ્યાજે રૂપિયા આપે અથવા ગિરવેના બદલે રૂપિયા આપે તો મહિનાના અંતે પોતે પહેલા ઉઘરાણી કરતો અને તુરંત બાદમાં પુત્રો પણ વારાફરતી વ્યાજ લેવા દબાણ કરતા વ્યાજલેનારના ઘરે કે તે જ્યાં કામ કરતો હોય ત્યાં પહોંચી જઈ ડરાવતા. લગભગ 30 ટકા જેટલું ઊંચું વ્યાજ તેઓ વસૂલતા હતા. મોતને વ્હાલુ કરનાર ગુલામ ખ્વાજા ઉર્ફે બોબી તે કોવિડ દરમિયાનથી ચુકવતો હતો. જુગાર રમવા આવનારાઓ પણ ગ્રાહક: સ્થાનિક સૂત્રોનું માનીએ તો શાબીર તેના ભાઈના આંકડા-જુગારના અડ્ડા તેમજ અહીં ચાલતા અન્ય લોકોના અડ્ડા પર હારી જનારાઓને પણ જગ્યા પર માંગે તેટલા રૂપિયા આપતો અને એક દિવસનું 1000 રૂપિયા વ્યાજ વસૂલતો હતો.!! આમ રૂપિયા લેનારનું ફિગર વધતું જતું હતું અને તે તેની ચંગુલમાં ફસાતા જતા હતા!! થોડા દિવસ પહેલા જ એસએમસીએ તેના ભાઈના અડ્ડા પર રેડ કરી હોવાની માહિતી મળી રહી છે. [...] Read more...
November 29, 2024સુરત બેગમપુરા, તુલસીફળિયામાં રહેતા વ્યાજઆતંકી શાબીર શેખને કારણે ગુલામખ્વાજા ઉર્ફે બોબીએ ઝેર પી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં મહિધરપુરા પોલીસે 10 દિવસ બાદ ફરિયાદ નોંધતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે ક્રાઈમ બ્રાંચે મેદાનમાં ઉતારી હતી. ક્રાઈમ બ્રાંચના ડીસીપી રોજિયા સાહેબની ટીમે મહેસાણા, મીરાદાતાર પાસેથી વ્યાજઆતંકી શાબીર શેખને પકડી પાડયો હતો અને તેની પાસેથી વ્યાજના બદલામાં વાહનમાલિકો પાસેથી બળજબરીપૂર્વક કબજે લેવાયેલા 6 વાહનો પણ જમા લીધા હતા. તેને ઠમઠોર્યા બાદ મહિધરપુરા પોલીસે સોંપાયો હતો. પોલીસે આજે કોર્ટમાં રજૂ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે એક જ દિવસના રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડના ગ્રાઉન્ડ: પોલીસે કોર્ટને કહ્યું હતું કે, આરોપી ગુલામ શાબીર ગુલામ મુસ્તુફા શેખે વ્યાજના બદલે ગિરવે લીધેલા ચાર ટુવ્હીલ અને બે ફોરવ્હીલ કબજે લીધા છે તે વાહનમાલિકો પાસેથી કેટલા રૂપિયા વ્યાજ પેટે વસૂલ્યા છે. કેટલા રૂપિયા વ્યાજે આપ્યા છે અને કેટલું વસૂલવાનું બાકી છે તે અને અન્ય કોઈ વાહનો પણ ગિરવે લીધા છે કે કેમ ? આરોપી શાબીરના ઘરની ઝડતી લેવાની બાકી છે અને તેણે ઘર પાસે કે ઘરની ગલી-મહોલ્લામાં ગિરવે લીધેલા વાહનો છુપાવ્યા છે કે કેમ? આરોપી કેટલા સમયથી વ્યાજનો ધંધો કરે છે અને ભોગ બનનાર સિવાય કેટલા લોકોને વ્યાજે રૂપિયા આપ્યા છે? આરોપી વ્યાજે નાણાં ધિરવાનું લાયસન્સ ધરાવે છે કે કેમ?, આરોપી સિવાય તેની સાથે આ ગુનો કરવામાં અન્ય કોઈસામેલ છે કે કેમ? ગુનો કર્યા બાદ આરોપી નાસ્તો ફરતો હોય તે ક્યાં ક્યા કોની મદદથી છુપાયો હતો તેની તપાસ કરવાની હોવાથી, આરોપી શાબીરે સહ આરોપી ઈબ્રાહીમ ચાચા સાથે મળીને અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ? , આરોપી તેમજ ફરિયાદીના મોબાઈલની કોલ રેકોર્ડ ડિટેઈલ મંગાવી હોવાથી તે આવવાની બાકી હોવાથી તે અંગે તપાસની જરૂરિયાત છે, આરોપીને પકડ્યા બાદ તેની પુછપરછ માટે ખૂબ જ ઓછો સમય મળ્યો હોય તેની વધુ પૂછપરછ માટે પણ પાંચ દિવસના રિમાન્ડની જરૂરિયાત હોવાનું તપાસકર્તા પીએસઆઈ જસાણીએ કોર્ટ સમક્ષ દાદ માંગી હતી. ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટની કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. [...] Read more...
November 14, 2024દેશના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની ભૂમિકા વધુ શક્તિશાળી બની, કંપનીના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલે કહ્યું કે, અમારા પર કરાયેલા ભરોષા પર અમે ખરા ઉતર્યા છે, મહેનત કરી છે, કરી રહ્યાં છે અને કરતા રહીશું અને વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટનો ટાર્ગેટ એચિવ કરીશું ફોરેસ્ટ અને એન્વાયરોમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મિનિસ્ટ મુકેશ પટેલે કહ્યું કે, મિત્ર ફારુકભાઈના પિતા કંડક્ટર તરીકે બસની ઘંટડી વગાડતા હતા હવે આજે સ્ટોક માર્કેટની ઘંટડી વગાડીને પુત્રએ તેમના સ્વપ્નને સાકાર કર્યું છે. સુરત: સોલાર અને હાઇબ્રિડ(સોલાર અને વિન્ડ) પ્રોજેક્ટ્સ માટે ગુજરાત અને દેશની અગ્રણી બેલેન્સ ઓફ પ્લાન્ટ (BOP) સોલ્યુશન્સ પ્રોવાઇડર કંપની- કેપી એનર્જી લિમિટેડ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના મેઇનબોર્ડ પર સીધી લિસ્ટિંગ સાથે નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કરી છે. આ પ્રસંગ કેપી એનર્જી માટે એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે કારણ કે તેનાથી કંપની સસ્ટેનેબલ ડેવલપમેન્ટને આગળ ધપાવવા અને ભારતની રિન્યૂએબલ એનર્જી રીવોલ્યૂશનમાં કેન્દ્રીય ભૂમિકા ભજવવા માટે એક મોટા મંચ પર પદાર્પણ કરે છે. નોંધનીય છે કે, એનએસસી પર બેલ સેરેમની વખતે શેર રૂ. 541.00 પર ખુલ્યો અને પહેલા સેશનમાં શેરનો ભાવ વધીને 544.90 પર પહોંચ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સુરતના કેપી ગ્રુપે છ મહિના અગાઉ સુરતના આંગણે બોમ્બે સ્ટોક એક્સચેન્જને તેડાવીને તેમની કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિ.નો સૌથી મોટો આઈપીઓ એસએમઈ પ્લેટફોર્મ પર લાવી હતી અને હવે નેશનલ સ્ટોક એક્સચેન્જની ટીમને સુરતના આંગણે બોલાવીને કેપી એનર્જીને એનએસઈ પ્લેટફોર્મ પર ડાયરેક્ટ લિસ્ટ કરી તે સુરત માટે ગર્વ લેવા જેવી બાબત છે અને તેનો શ્રેય વિઝનરી લીડર એવા કંપનીના ચેરમેન-એમડી ડો. ફારુક પટેલને જાય છે. સુરતમાં SEICCના પ્લેટિનમ હોલમાં આયોજિત લિસ્ટિંગ સમારોહમાં મુખ્ય સ્ટેકહોલ્ડર્સ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને રોકાણકારોની ઉપસ્થિતિ ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કંપનીની સ્થિતિ મજબૂત હોવાની સાબિતિ આપી છે . કેપી એનર્જીની 2010માં શરૂઆતથી લઈને આ નોંધપાત્ર સફળતા સુધીની સમગ્ર સફર  ઈનોવેશન, સસ્ટેનેબિલિટી અને પવન અને હાઇબ્રિડ ઊર્જા સોલ્યૂશન્સમાં શ્રેષ્ઠતા પ્રત્યે કંપનીની અતૂટ પ્રતિબદ્ધતાને લેખાવે છે. આ પ્રસંગે કેપી એનર્જીના મેનેજીંગ ડાયરેક્ટર ડો. ફારુક જી. પટેલે જણાવ્યું હતું કે, “અમે NSE પર KP એનર્જીના લિસ્ટિંગની ઉજવણી કરતા અત્યંત ગર્વ અનુભવીએ છીએ. આ સીમાચિહ્ન અમારા માટે એક નાણાકીય સિદ્ધિ કરતાં ખૂબ જ મહત્વનું છે; તે સ્વચ્છ ટકાઉ ઉર્જા સાથે ભારતને સશક્ત બનાવવાના અમારા સમર્પણનું પ્રતિબિંબ છે. તે અમારા ભાગીદારો, રોકાણકારો અને ગર્વમેન્ટનો ગ્રીન ફ્યુચરના વિકાસના અમારા મિશનમાં વિશ્વાસનો પુરાવો પણ છે. અમે જે કહ્યું હતું તે કર્યું છે, સાડા છ કરોડનો આઈપીઓ લાવ્યા હતા અને ત્યાંથી કંપનીની માર્કેટ કેપ ચાર હજાર કરોડ સુધી ગઈ છે જે અમારી સટિક કામગીરીની સાબિતી છે. અમારા પર કરાયેલા ભરોષા પર અમે ખરા ઉતર્યા છે, મહેનત કરી છે, કરી રહ્યાં છે અને કરતા રહીશું અને વર્ષ 2030 સુધીમાં 10 ગીગાવોટનો ટાર્ગેટ એચિવ કરીશું. રિન્યુએબલ એનર્જી એ બિઝનેસ નથી પરંતુ માનવતા માટેના ફાયદાની વાત છે. અને પ્રત્યેક માનવ માટે કરાયેલા કાર્યથી ઈશ્વર રાજી થાય છે. આપણે આવનારી પેઢીને સ્વસ્થ વાતાવરણ માટે આ કામ કરવું જ રહ્યું. ’’  કેપી એનર્જીના વ્હોલ ટાઈમ ડાયરેક્ટર અફફાન ફારૂક પટેલે તમામ સ્ટોકહોલ્ડર્સનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું,કે  “આ એનએસઈ પરનું લિસ્ટિંગ ઇનોવેશન અને સસ્ટેનેબિલિટી પ્રત્યેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતાનો પુરાવો છે. અમારા રોકાણકારો અને ભાગીદારોએ અમારામાં મૂકેલા વિશ્વાસથી અમે સન્માનિત છીએ. અમે અમારા વચનો વા, વૃદ્ધિને આગળ વધારવા અને બધા માટે સ્થાયી મૂલ્ય બનાવવાનું વચન આપીએ છીએ.” – મંત્રી મુકેશ પટેલે કહ્યું કે, પિતાજી કંડક્ટર તરીકે બસની ઘંટડી વગાડતા હતા અને આજે પુત્રએ સ્ટોક માર્કેટની ઘંટડી વગાડી દેશ-દુનિયામાં નામ રોશન કર્યું ગુજરાતના ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મંત્રી મુકેશભાઈ પટેલે કહ્યું હતું કે, ‘સામે ફારુકભાઈના પિતાજી ગુલામ ચાચા બેઠા છે. આજથી 28 વર્ષ પહેલા હું પણ કોન્ટ્રાક્ટર હતો અને તે પણ. ફારુકભાઈના પિતા જીએસઆરટીસીમાં બસ કંડ્કટર હતા અને યાત્રીઓને ઉતારવા-બેસાડવા ઘંટડી વગાડતા હતા. આજે તેમના પુત્ર ફારુકભાઈએ એનએસઈના પ્લેટફોર્મ પર ઘંટડી વગાડીને દેશ-દુનિયામાં તેમનું નામ રોશન કર્યુ છે. દેશના વિકાસમાં રિન્યુએબલ એનર્જીનો પાયો વડાપ્રધાન મોદીએ નાંખ્યો હતો. તેઓ એક ગ્રીડ એક દેશ અને એક વિશ્વ ઈચ્છે છે અને તેની શરૂઆત તેઓએ ગુજરાતથી કરી હતી અને વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટના લક્ષ્ય રાખ્યો છે. એટલે તમે સમજી શકો છો કે કેપી એનર્જી કેટલી ઊંચાઈએ જશે. એક સુરતની કંપની રિન્યુએબલ એનર્જીમાં આટલું મોટું કામ કરી રહી છે તેનાથી અમને ગર્વ છે. ’’ –કંપનીએ વાર્ષિક ધોરણે 84 ટકાની વૃદ્ધિ કરી છે NSE પર KP Energyનું આ લિસ્ટિંગ કંપનીની ઝડપી વૃદ્ધિને અનુરૂપ છે. કંપનીએ H1FY25 માટે ₹43.1 કરોડનો પ્રોફિટ આફટર ટેક્સ (PAT) નોંધાવ્યો હતો, જ્યારે વાર્ષિક ધોરણે 84% ની વૃદ્ધિ નોંધાવી હતી. આશરે 2 GW ની મજબૂત પ્રોજેક્ટ પાઇપલાઇન સાથે, કંપની તેની કામગીરીને વિસ્તૃતિકરણ અને ભારતમાં  રીન્યૂએબલ એનર્જીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે એક મજબૂત સ્થિતિમાં છે. કેપી એનર્જીના પોર્ટફોલિયોમાં આજની તારીખમાં 866 મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ પૂરા કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપની  520+ મેગાવોટ પ્રોજેક્ટનું ઓપરેશન્સ અને મેન્ટેનન્સ (O&M)પણ કરી છે. કંપની તેની નવીનીકરણીય ઉર્જા અસ્કયામતોનો મહત્તમ ઉપયોગ અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવા માટે અદ્યતન તકનીકોને અપનાવવામાં પણ અગ્રણી છે, જેમાં LIDAR ટેક્નોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (NOC)નો સમાવેશ થાય છે. KP એનર્જી આ નવા તબક્કામાં પ્રવેશ સાથે ભારતના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પરિવર્તનનું નેતૃત્વ કરવા તૈયાર છે. અમે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ક્લીન અને સસ્ટેનેબલ  ઇકોલોજીકલ સિસ્ટમ તૈયાર કરવાની દેશની પ્રતિબદ્ધતામાં ખભે ખભા મિલાવીને આગળ વધી રહ્યા છીએ. લિસ્ટિંગ સેરેમનીમાં કેપી ગ્રુપના બ્રાંડ એમ્બેસડર અને ટી-20 દિલ્હી કેપિટલના બોલિંગ કોચ મુનાફ પટેલ તેમજ બોલીવુડ એક્ટર આદિત્ય પંચોલી અને સૂરજ પંચોલી પણ ઉપસ્થિત રહ્યાં હતા.  ઉપરાંત ગુજરાતના  ફોરેસ્ટ અને એન્વાયરમેન્ટ, ક્લાયમેન્ટ ચેન્જ મિનિસ્ટર શ્રી મુકેશ પટેલે ખાસ હાજરી આપીને શુભેચ્છા આપી હતી. કેપી એનર્જી લિમિટેડ વિશે: વર્ષ 2010 માં સ્થપાયેલ, કેપી એનર્જી લિમિટેડ એ ગુજરાતમાં એક અગ્રણી BOP સોલ્યુશન પ્રોવાઇડર કંપની છે, જે સોલાર અને હાઇબ્રિડ(સોલાર-વિન્ડ) પ્રોજેક્ટ્સમાં વિશેષજ્ઞતા ધરાવે છે. કંપની યુટિલિટી સ્કેલ રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. જેમાં એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ, કન્સ્ટ્રક્શન, કમિશનિંગ અને ઓપરેશન્સમાં વ્યાપક એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન્સ સામેલ છે. KP એનર્જી 25 ફેબ્રુઆરી 2016 ના રોજ BSE SME પ્લેટફોર્મ પર સફળતાપૂર્વક લિસ્ટેડ થઈ હતી અને બાદમાં 10 ઓક્ટોબર 2018 ના રોજ BSEના મેઈન બોર્ડમાં સ્થાનાંતરિત થઈ હતી. ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ (IPO) ₹6.44 કરોડનું હતું. 5 નવેમ્બર, 2024 સુધીમાં, કંપનીનું માર્કેટ કેપિટલાઇઝેશન ₹4,232 કરોડ છે અને કંપની 31 માર્ચ, 2024 સુધીમાં BSE પર સૂચિબદ્ધ ટોચની 1000 કંપનીઓમાં સામેલ થઈ ચુકી છે. કેપી ગ્રુપ વિશે: ડૉ. ફારુક જી. પટેલ દ્વારા 1994માં સ્થપાયેલ કેપી ગ્રૂપ, ગુજરાતમાં અત્યંત પ્રતિષ્ઠિત સમૂહ બની ગયું છે. મૂળરૂપે લોજિસ્ટિક્સ કંપની તરીકે સ્થપાયેલ  જૂથે છેલ્લા કેટલાક વર્ષોમાં વિવિધ ક્ષેત્રોમાં વિસ્તરણ કર્યું છે, અને 1.37+ GW  રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ્સનું એકત્રિતપણે કમિશનિંગ હાંસલ કર્યું છે. ગ્રુપ પાસે 3.4 ગીગાવોટના પ્રોજેક્ટ હાથમાં છે અને વર્ષ 2030માં સુધી 10 ગીગાવોટ સુધીના લક્ષ્ય સાથે ગ્રુપ આગળ વધી રહ્યું છે. 30 વર્ષથી વધુની સફળતા સાથે, KP ગ્રુપ હવે 35થી વધુ કંપનીઓ ધરાવે છે, જેમાંથી દરેક તેના સ્થિર અને ગતિશીલ વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છેલ્લા દાયકામાં, કેપી ગ્રુપે ફેબ્રિકેશન અને ગેલ્વેનાઇઝિંગ, રિન્યુએબલ એનર્જી (સૌર અને પવન) અને ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં સ્ટ્રેટેજિક ડાયવર્સિફિકેશન દ્વારા નોંધપાત્ર વૃદ્ધિ કરી છે. જૂથની મુખ્ય સંસ્થાઓમાં કેપીઆઈ ગ્રીન એનર્જી લિમિટેડ (એનએસઈ-બીએસઈ લિસ્ટેડ), કેપી એનર્જી લિમિટેડ(બીએસઈ અને હવે એનએસઈ લિસ્ટેડ), કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ(બીએસઈ લિસ્ટેડ) અને કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનનો સમાવેશ થાય છે. રિન્યુએબલ એનર્જીમાં તેના વિસ્તરણ દ્વારા, KP ગ્રૂપ ભારતની ઔદ્યોગિક પ્રગતિ અને આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપી રહ્યું છે, જે સૌર અને પવન ઊર્જામાં દેશના ટકાઉ વિકાસના પ્રયાસો સાથે જોડાયેલું છે. [...] Read more...
November 13, 2024સુરતમાં પોલીસના વ્યાજખોરો સામેની સચોટ મુવમેન્ટ વચ્ચે પણ વ્યાજખોરો છાનાપગિયા કરી રહ્યાં છે. વ્યાજખોરના ત્રાસ અને દેવાથી થાકી ગયેલા બેગમપુરાના એક યુવકે 12 નવેમ્બર 2024ની સવારે પોતાના એપાર્ટમેન્ટની નીચે ઝેર ગટગટાવી લીધુ હતું. પાસાપોર્ટ એજન્ટ તરીકે નાનુ-મોટુ કામ કરતો આ યુવક હાલ બુરહાની હોસ્પિટલના આઈસીયુમાં ભરતી છે અને પરિવારે જણાવેલી હકિકતના આધારે મહિધપુરા પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર ચૌહાણની ટીમે જાણવા જોગ લઈ તપાસ શરૂ કરી છે. પોલીસની જાણવા જોગ હકિકત મુજબ બેગમપુરા રહેમાન મંઝિલ ખાતે રહેતા ગુલામ ખ્વાજા ઉર્ફે ગુલ્લુ ઉર્ફે બોબીએ મોટી ટોકીઝના માથાભારે વ્યાજઆતંકી શાબીર મુસ્તુફા શેખની (રહે. કાલુસાઈનો મહોલ્લો, મોતી ટોકિઝ, બેગમપુરા) વ્યાજ ઉઘરાણીથી અને ધાકધમકીથી ત્રાસીને ઝેર ગટગટાવી લીધું હતું. બોબીની પત્ની અને તેના નાના ભાઈ આસીફે પોલીસને લખાવેલી હકિકત મુજબ એક અન્ય લેણદાર ઈબ્રાહીમ ચાચાએ પણ બોબીને ચાર-પાંચ દિવસ પહેલા દિલ્હી ગેટ સ્ટેશન પાસે અલ-ખલીલ સામે બ્રિજ નીચે બોલાવી મારમાર્યો હતો. આ બેઠક શાબીર શેખની છે અને અહીંથી જ તે તેનું વ્યાજનું સામ્રાજ્ય ચલાવતો હોવાથી કેફિયત છે. આત્મહત્યાની કોશિશ કરનાર ગુલામ-બોબીના ભાઈ આસિફે પોલીસને લખાવ્યું છે કે, શાબીરના ધાકધમકીના અતિરેક અને વ્યાજ માટેની ઉઘરાણીના ચલતે તા. 22 ઓક્ટોબર 2024ના રોજ મેં અને મારા ભાઈએ રૂ. 35000 આપ્યા હતા. તે વખતે તેણે કહ્યું હતું કે,આપણો હિસાબ પુરો થઈ ગયો છે. પરંતુ થોડા દિવસ બાદ ફરી વાત સામે આવી કે તે તો વ્યાજની રકમ છે અને 40 હજાર ચઢી ગયેલા વ્યાજ અને 6થી 7 હજાર રૂપિયા પેનલ્ટીના ચુકવવા ખૂબ જ દબાણ હતું. ચાર-પાંચ દિવસ પહેલા તેની જ બેઠક પર ઈબ્રાહીમ ચાચાએ તેમના પોતાના લેણાંની રકમ માટે મારમારતા અને આજે મારા ભાઈને અગર રૂપિયા નહીં ચુકવે તો ફરી લોહીલુહાણ કરવાની ધમકી અપાય હોવાનું મારી ભાભીએ મને જણાવ્યું હતું. જેથી, તેણે ઝેર પી લીધું છે. ગુલામ ઉર્ફે બોબીના નાના ભાઈ આસીફ શેખ શું કહે છે તે નીચે મુકાયેલા વીડીયોમાં સાંભળો…. આસીફે કહ્યું કે, શાબીરને મેં 22 ઓક્ટોબરે રૂ. 35 હજાર આપ્યા પણ….. 40 હજાર વ્યાજ અને 6 હજાર પેનલ્ટીના માંગ્યા અને ભાઈએ ઝેર પીધું ઈબ્રાહીમ ચાચાએ ભાઈને મારમાર્યો પત્ની સમીરાએ પોલીસને લખાવ્યું છે, , કોરોના કાળ દરમિયાન બેકારી અને બાદમાં ઘર ચલાવવા માટે મારા પતિએ શાબીર શેખ પાસે એક લાખ રૂપિયા ઉછીના લીધા હતા ત્યારથી અત્યારસુધી મોટાભાગની રકમ ચુકવી દીધી હતી તેમ છતાં શાબીર વ્યાજની ઉઘરાણી કરી ત્રાસ આપતો હતો અને ઈકબાલ ચાચાએ થોડા દિવસ પહેલા રૂપિયાની લેતીદેતીમાં તકરાર કરી માર માર્યો હતો. પરિવારિક સૂત્રોનું કહેવું છેકે, ગુલામ ઉર્ફે બોબી દર મહિને તે 30થી 35 હજાર વ્યાજ ચુકવતો હતો. ઉપરથી ઘણાં પાસપોર્ટ માટે લીધેલા કામની રકમ પણ કામ પુરું થાય તે પહેલા આ વ્યાજમાં જ જતી રહેતી હતી. જેથી તે ભારે આર્થિક તંગી અનુભવતો હતો. તેના નાનાભાઈએ નાના-મોટા કર્જા ચુકવવા માટે મદદ પણ કરી હતી પરંતુ વ્યાજનું મીટર ઘટતું ન હતું. પાસપોર્ટનું કામ આપનારાઓનું દબાણ, વ્યાજની ઉઘરાણી, ગાલ-ગળોચ વગેરેથી તે હારી થાકી ગયો હતો. મિત્રો પણ મદદ કરવા તૈયાર હતા પરંતુ તે અંદરોઅંદર મુંજાયા કરતો હતો અને પોતે જ બધું સહન કર્યા કરતો હતો. આખરે શાબીર શેખ તરફથી ઘરે આવીને લોહીલુહાણ કરવાની અને પરિવારને નુકશાન પહોંચાડવાની વાત કરતા તેણે અંતિમ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. . શાબીર નામચીન ફેમીલીનો સભ્ય: શાબીર શેખ અને તેના પંટરો વ્યાજનો ધંધો અને ગાડી સિઝિંગનું કામ કાજ ચલાવે છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, તે એક સમયના સટ્ટા કિંગ મુસ્તુ દાદાનો પુત્ર છે! અને તેની સુરતના અનેક ભાઈલોગ સાથે ઉઠક-બેઠક હોવાનું કહેવાય છે. એક હપ્તો બાકી હોય તો પણ ફાયનાન્સ કંપની સુપ્રીમ કોર્ટના આદેશનું ધરાર ઉલ્લઘંન કરીને તેને વાહનમાલિકોની ગાડી ખેંચવાની સોપારી આપે છે અને તે વાહનમાલિકોને રસ્તામાં ઘેરી લઈ ગાડી જપ્ત કરી લે છે. બાદમાં અગર વાહનમાલિક રૂપિયા ભરવા તૈયાર હોય તો પણ ગાડી બારોબાર વેચી નાંખતો હોવાનું સૂત્રો કહી રહ્યાં છે!!? પોલીસને અન્ય કારણો પણ લાગે છે, શાબીરના પીઠ્ઠુઓનું પરિવાર પર સમાધાન માટે દબાણ !!? હાલ તો ગુલામના પરિવારની જાણવા જોગના આધારે મહિધરપુરા પોલીસે શાબીર અને ઈબ્રાહીમ ચાચાને શોધવાની કવાયત હાથ ધરી છે. જોકે, પોલીસને ગુલામની આત્મહત્યાની કોશિશ પાછળ શાબીરના વ્યાજત્રાસ ઉપરાંત પણ કારણો લાગી રહ્યાં છે અને તે દિશામાં પણ તે તપાસ કરી રહી છે. ગુલામ ઉર્ફે બોબી ભાનમાં આવશે ત્યારે તેનું એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટની હાજરીમાં નિવેદન નોંધી તેના આધારે પોલીસ ફાઈનલ ગુનો દાખલ કરશે. મહિધરપુરા પોલીસે ઝેર પીનારા ગુલામના પરિવારને આશ્વાસન આપ્યું છે અને સકારાત્મકતા સાથે કહ્યું છે કે, અમે વ્યાજખોરને છોડીશું નહીં. યોગ્ય અને કડક પગલાં લઈ સજારૂપ થાય તેવી કાર્યવાહી કરીશું. બીજી તરફ, શાબીર અને ઈબ્રાહીમ ચાચાએ પોતાના સંપર્કોનો ઉપયોગ કરીને ગુલામના પરિવારને સમજાવી લેવા, સમાધાન કરાવી લેવા અને ફરિયાદ ન નોંધાવવા દબાણનો દૌર પણ શરૂ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, પરિવાર અને શાબીરના ત્રાસનો ભોગ બનેલા લોકોની માંગણી છે કે, તેની સામે કડક કાર્યવાહી થાય જેથી બીજાને ઝેર પીવાનો વારો ન આવે. [...] Read more...
September 9, 2024અમદાવાદઃ ગુજરાત સ્થિત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રના અગ્રીમ જૂથ કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડૉ. ફારુક જી. પટેલે આઈઆઈએમ અમદાવાદ ખાતે મૂલ્યો, નીતી શાસ્ત્ર અને માનવતાનું વ્યવાસાયિક જીવનમાં કેટલું મહત્વ છે તેના પર લેક્ચર આપ્યું હતું. અહીં ભાગવત ગીતા પર પ્રોફેસર સુનિલ મહેશ્વરી (ડીન, એલ્યુમનિ એન્ડ એક્સર્ટનલ અફેયર્સ)ના ચાલી રહેલા 40 સ્ટુડન્ટના વિશેષ સત્રમાં ડૉ. ફારુક પટેલને આમંત્રિત કરાયા હતા. જેમાં એક કલાક તેઓએ પોતાનું સંબોધન આપ્યું હતું. સાથોસાથ વિદ્યાર્થોઓના સવાલના જવાબ પણ આપ્યા હતા. ડો. ફારુક પટેલના આઈઆઈએમ અમદાવાદમાં આપેલા લેક્ચરનો પુરો વીડીયો જોવા નીચે આપેલી યુટ્યુબ લિંક પર ક્લીક કરો…. ડૉ. ફારુકે પોતે એક બસ કંડ્કટરના પુત્ર હોવા છતા અને બિઝનેસ લાઈફમાં ત્રણવાર ઝીરો થઈ ગયા બાદ પણ કેવી રીતે વેલ્યુ, એથિક્સ પકડી રાખી તેમજ માનવતાવાદી નીતી અખત્યાર કરીને સફળતાની કેડી કંડારી તે અંગે વિદ્યાર્થીઓને વાકેફ કર્યા હતા. ડૉ. ફારુકે કહ્યું હતુ કે, તમે જીવનમાં માનવતાને પ્રાધાન્ય આપો, લોકો માટે કંઈક કરી છુટવાની ભાવના મનમાં રાખો તો તમે જોશો કે ઈશ્વરીશક્તિની તમને આપોઆપ મદદ મળતી થશે. જીવનમાં કંઈક એવું કરી જાવ કે જે આવનારી પેઢી માટે ઉપયોગી નીવડે, માનવતા માટે ઉપયોગી નીવડે. આ વિશેષ લેકચરમાં તેઓએ ઉદાહરણ ટાંકતા કહ્યું કે, આજના યુગમાં પણ આપણે મોહંમદ પયંગબર સાહેબ , ભગવાન કૃષ્ણ, ઈસા મસીહ, મહાત્મા ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ,સુભાષચંદ્ર બોઝ ઈત્યાદીને કેમ યાદ કરીએ છીએ,? કેમ તેમના પગલે ચાલીએ છે? કેમ તેમના આચરણોને અનુસરિએ છે? તે તમે વિચાર્યું છે.? કેમ કે તેઓ એવા મૂલ્યો, વેલ્યુસ આપણી સમક્ષ મુકી ગયા છે. જો તમારે મોતને માત આપવી હોય અને વર્ષો સુધી લોકોના દિલોમાં જગ્યા બનાવવી હોય તો માનવતાને પ્રાધાન્ય આપીને આગળ વધો. મોતને માત આપવાનો મતલબ છે કે, લાખો, કરોડો વર્ષો સુધી લોકો તમને યાદ કરે તેવા સારા કાર્યો કરવા. અસરફુલ મખલુકાત યાની ઈશ્વરનું બેસ્ટ ક્રિએશન ઇન્સાનને તમે ફાયદો પહોંચાડવા માટે કોઈ પણ કાર્યો કરશો તો વિશ્વાસ રાખજો તમે કયામત સુધી યાદ રહેશો.બિઝનેસમાં પણ સાહસિકતા સાથે મૂલ્યો, ઈમાનદારી અને મહેનત એટલાં જ જરૂરી છે. દરેક ધર્મના શાસ્ત્રોમાં આ વાત કોમન જ છે કે સાચું બોલવું, ઈમાનદારી દેખાડવી, અન્યાય ન કરવો, માનવતાવાદી વલણ અપનાવવું. આ બાબતો અગર જીવનમાં અપનાવશો તો તમે જરૂર સફળ થશો. ડો. ફારુકે કહ્યું હતુ કે ભાગવત ગીતાનો ૧૬મો અધ્યાય આ વાતની સાબિતી આપે છે. આ એક્ઝાપ્લે વિદ્યાર્થીઓના દિલ જીત્યા: ડો. ફારુક પટેલે પોતાના લેક્ચરમાં બે એક્ઝામ્પલ ટાંકયા: (1) સદીઓ પહેલા એક શિક્ષકે કેટલાક વિદ્યાર્થીઓને એક-એક કબૂતર આપ્યું અને કહ્યું કે, તમને કોઈ ન જોતું હોય ત્યાં જઈને તેની ગરદન મરોડી આવો. કોઈ વિદ્યાર્થી બંધ કમરામાં ગયું, કોઈ ભોયરામાં ગયું, કોઈ બાથરૂમમાં ગયું, કોઈ આવવારું જગ્યા પર જઈને કબૂતરની ગરદન મરોડી આવ્યા. એક વિદ્યાર્થી હાથમાં જીવતું કબૂતર લઈને આવ્યું, શિક્ષકે પૂછ્યું કે કેમ તને કોઈ જોતુ ન હોય તેવી જગ્યા ન મળી, ત્યારે વિદ્યાર્થીએ જવાબ આપ્યો કે, સર હું ઘણી જગ્યાએ ગયો પણ દરેક જગ્યાએ ‘ઈશ્વર’ તો મને જોતો જ હતો. ડો. ફારુકે આ દ્રષ્ટાંત ટાંકતા કહ્યું કે, દિમાગ કરતા દિલનો ઉપયોગ કરો અને બંને વચ્ચે સંકલન સાંધો. દિલ તો હંમેશા ઈશ્વરમય જ હોય છે એટલે તમે ગલત રાહ પર ચાલતા બચી શકશો. (2) ડો. ફારુક પટેલે બીજું દ્રષ્ટાંત આપ્યું કે, દરિયાઈ મૌજાઓ ખૂબ ઉછળ્યા અને તેમાં હજારોની સંખ્યામાં ‘સ્ટાર ફીસ’ કિનારા પર આવી ગઈ. એક બાળકે આ જોયું અને તેણે જઈને એક એક સ્ટાર ફીસને ફરી દરિયામાં નાંખવાની શરૂઆત કરી. તે સમયે એક ઈન્ટેલિજન્ટ વ્યક્તિ ત્યાંથી પસાર થયો, તે બાળક પર હસ્યો અને ટોકતા કહ્યું કે, તુ આટલી બધી સ્ટાર ફીસને કેવી રીતે બચાવી શકશે, આનાથી આ બધીને ફાયદો થવાનો નથી. સંખ્યાબંધ મરી જશે અને તુ પણ થાકી જશે. ત્યારે એ બાળકે ફરી એક સ્ટાર ફીસ રેતીમાંથી ઉંચકી અને દરિયામાં ઘા કર્યો અને કહ્યું કે, કોઈ બીજી માછલીને ફાયદો થાય કે ન થાય આને તો થશે જ અને તે બચી જશે. ડો. ફારુક કહેવા માંગતા હતા કે, તમે નેકી કરવાની શરૂઆત કરી દો. નાની તો નાની. અગર તમે કોઈ બુરી બાબત જુઓ છો તો, તેને રોકવાની કોશિશ કરો. એ ન કરી શકો તો બોલીને રોકો. તમે એમ ન કરી શકો તો લખીને રોકો. અગર આમાથી કંઈ ન કરી શકો તો કમ સે કમ દિલમાં તો તે બાબત બુરી છે તેવું ફીલ કરો. [...] Read more...
August 31, 2024સુરત: સુરત: હુરુન ઈન્ડિયાની લિસ્ટમાં આમ તો ઈન્ડિયાના ટોપ ટેનમાં દેશના ટોચના ધનિકોતો સામેલ થાય છે પરંતુ સુરતના ટોપ-10 ઉદ્યોગપતિઓનું લિસ્ટ પણ સામેલ થયું છે. તેમાં એક તરવરતુ નામ આશ્ચર્યચકિત કરી ગયુ અને તે છે, સોલાર કિંગ તરીકે જાણીતા બનેલા કેપી ગ્રુપના ડો. ફારુક પટેલનું. એક બસ કંડક્ટરના દિકરાએ વર્ષ 1994માં રૂ. એક લાખની મુડી સાથે કેપી ગ્રુપના નામથી શરૂ કરેલી બિઝનેસ સફર તેના અથાગ પરિશ્ચમ, ઈનાવેશન, મેનેજમેન્ટ થકી તેને સુરતના ટોપ-પાંચમાં સ્થાન અપાવી ગઈ છે. ડો. ફારુક પટેલ 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમે સ્થાન પામનારા અરબપતિ બિઝનેસમેન બની ચુક્યા છે. સુરતમાં કુલ 28 અબજપતિ છે, ટોપ-10ની વાત કરીએતો ,તેમાં એથર ઇન્ડસ્ટ્રીઝના અશ્વિન દેસાઈ પાસે સૌથી વધુ 10700 કરોડ રૂપિયાની સંપત્તિ છે. , ત્યાર બાદ ડો. ફારુક પટેલ(કેપી ગ્રુપ ) 9700 કરોડની સંપત્તિ સાથે સુરતના બીજા ક્રમના અરબપતિ બિઝનેસમેન બની ગયા છે. તેમની કંપની કેપીઆઈ ગ્રીન એનર્જી, કેપી એનર્જી અને કેપી ગ્રીન એન્જિનિયરિંગ પણ શેર બજારમાં સારું એવું પ્રદર્શન કરી રહી છે. ડો. ફારુકની કંપની રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરી રહી છે . સોલારમાં 473 મેગાવોટ તેઓ ઈન્સ્ટોલ કરી ચુક્યા છે અને 2.33 ગીગાવોટના ઓર્ડર કંપનીના હાથમાં છે. જ્યારે વિન્ડમાં 840 મેગાવોટના પ્રોજેક્ટ તેઓ કરી ચુક્યા છે અને 1009 મેગાવોટના ઓર્ડર હાથમાં છે. ત્રણેય કંપની મળીને તેમ માર્કેટ કેપ 18000 કરોડથી વધુનું છે. ગ્રુપનું બિઝનેસ એમ્પાયર રૂ. 186 બિલિયનથી વધુ છે. માર્ચ-2024માં જ ડો. ફારુક પેટલની ત્રીજી કંપની કેપી ગ્રીન એન્જિનિયરિંગ બીએસઈના એમએસઈ પ્લેટફોર્મ પર દેશનો સૌથી મોટો 189.50 કરોડનો આઈપીઓ લઈને આવી હતી. કેપી ગ્રીન એશિયાનું સૌથી મોટુ ગેલ્વેનાઈઝીંગ કેટલ માતર ગામની નવી કંપનીમાં બનાવી રહી છે. ગુજરાતનો સૌથી મોટું પ્રાઈવેટ સોલાર પાર્ક પણ ડો. ફારુક પટેલની કંપની પાસે છે અને દક્ષિણ ગુજરાતમાં સૌથી પહેલા સાત વિન્ડ ટર્બાઈન નાંખવાનો રેકોર્ડ પણ ફારુક પટેલના નામે છે. તેઓ ઈન્ડીવ્યુઝલ સુરતના સૌથી મોટા ટેક્સપેયર પણ છે.ટોપ ટેનમાં સામેલ અન્ય બિઝનેસ ટાઈકુન: એનજે ઈન્ડિયાનાના નિરજ ચોકસી 9600 કરોડ, કિરણ જેમ્સના બાબુ લખાણી-ફેમીલી પાસે 7400 કરોડ, જ્યારે શ્રી રામકૃષ્ણા એક્સપોર્ટના ગોવિંદભાઈ ધોળકિયાની 6100 કરોડ, કલરટેક્સસ ઈન્ડસ્ટ્રીઝના જયંતીલાલ જરીવાળા 5300 કરોડ, હરીકૃષ્ણા એક્સપર્ટના સવજીભાઈ ધોળકિયા 3700 કરોડ, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ પટેલ-ફેમીલી 3600 કરોડ રૂપિયા, હરીકૃષ્ણા એક્સપર્ટના તુલસી ધોળકિયા રૂ. 3100 કરોડ અને શ્રી રામકૃષ્ણા એક્સપોર્ટના વરસામભાઈ નારોલા-ફેમીલી 3100 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સામેલ છે. ગુજરાતમાં અબજોપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ‘હરુન ઈન્ડિયા’એ ભારતના અબજોપતિ લોકોનું લિસ્ટ બહાર પાડ્યું છે, જેમાં 1 હજાર કરોડ રૂપિયા કે તેનાથી વધુની સંપત્તિ ધરાવતા લોકોનો સમાવેશ કર્યો છે. લિસ્ટમાં આખા દેશમાં 1539 અબજપતિ સામે આવ્યા છે. જેમાં ગુજરાતીઓએ સારું એવું કાંઠું કાઢયું છે. ગુજરાતમાં ચાર વર્ષમાં અબજપતિઓની સંખ્યા 60થી વધીને 129 થઈ ગઈ છે. દેશભરતમાં અબજપતિઓની સંખ્યામાં મહારાષ્ટ્ર અને દિલ્હી બાદ ગુજરાત રાજ્ય ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં બે વ્યક્તિ પાસે 1 લાખ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ગુજરાતમાં 1 લાખ કરોડ રૂપિયા કરતા વધુની સંપત્તિ ધરાવતા બે બિઝનેસમેન છે. 11.61 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી પહેલા નંબર પર છે. જ્યારે ઝાયડસ લાઈફસાયન્સના પંકજ પટેલે પહેલી વખત 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિનો માઈલસ્ટોન હાંસિલ કર્યો છે. તેમની પાસે 1.01 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. નિરમાના કરસનભાઈ પટેલ 80 હજાર કરોડ, જ્યારે ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સના સમીર મહેતા અને સુધીર મહેતા બંને 70.90 હજાર કરોડના માલિક છે.દેશમાં..હુરૂન ઈન્ડિયા રીચ લિસ્ટમાં ગૌતમ અદાણી રૂ. 11.61 લાખ કરોડ સાથે પ્રથમ ક્રમે છે. મુકેશ અંબાણી 10.14 લાખ કરોડ સાથે બીજા ક્રમે, શીવ નાદર 3.14 લાખ કરોડ સામે ત્રીજા ક્રમે, સાયરસ પુનાવાલા 2.89 લાખ કરોડ સાથે ચોથા ક્રમે અને દિલિપ સંઘવી રૂ. 2.49 લાખ કરોડ સાથે પાંચમા ક્રમે છે.  [...] Read more...
August 12, 2024અડાજણ પાટીયા, ગુજરાત ગેસ સર્કલ, અડાજણ ગામના સર્કલ પણ મસમોટા, મોરાભાગળનું સર્કલમાં તો કેટલી વસ્તી વસી જાય તેટલું મોટું!! સુરત ટ્રાફિક પોલીસે એક મહિના પૂર્વે એક અભિયાન ચલાવ્યું. ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવું. તે કરાવતા કરાવતા તેઓ ટ્રાફિક આઈલેન્ડ, સર્કલ તોડાવવાનું અભિયાન પણ ચલાવ્યું પરંતુ વાહનોનો ટ્રાફિક જોઈએ તેવો ‘સ્મૂથ’, સરળ, મસ્કેદાર થયો નથી. અઠવાગેટ એલએનડી સર્કલ પર તો રોજ સવાર-સાંજ, બલ્કિ આખો દિવસ વાહનો ફસાય રહ્યાં છે. સરદાર બ્રિજ પર લાંબી કતારો લાગે છે, નીચે ઉતર્યા બાદ અઠવાલાઈન્સ જવામાં કે રિંગરોડ જવામાં પરસેવો છુટી જાય છે પરંતુ આ ટ્રાફિક સર્કલને નાનું કરવામાં, કે કરાવવામાં ટ્રાફિક પોલીસ કે સુરત મહાનગર પાલિકા રસ દાખવતી નથી. આવા જ આઈલેન્ડ મોરાભાગળ, અડાજણ પાટિયા, અડાજણ ગામ, ગુજરાત ગેસ સર્કલ વગેરે પણ છે પરંતુ તે હજી સુધી નજરે પડ્યા હોય તેવું દેખાતું નથી. અહીં રોજ ટ્રાફિકની મારામારી થાય છે. અડાજણરોડ પર તો રાત્રે નવ વાગ્યેથી લક્ઝરી બસનો અડ્ડીગો પણજામી થાય છે તે ટ્રાફિકમાં વધારો કરે છે. અડાજણપાટીયા જીલાની બ્રિજ પાસેનો ટ્રાફિક તો હાય તોબા પોકારી દે છે પણ સુધાર કરવામાં કોઈને રસ હોય તેવું લાગતું નથી. આવું લગભગ મોટાભાગના વિસ્તારોમાં જોવા મળે છે. આવી વાતો થઈ હતી પણ… ચોમાસામાં ચાર રસ્તાઓ પર પણ મોટા મોટા ખાડા પડતા સિગ્નલ ખુલ્યા પછી પણ વાહનો પસાર થઈ શકતા નથી!. બીજી તરફ, પોલીસ ઈન્ટરવ્યૂ આપી આપીને કહી રહી હતી કે , આ ટ્રાફિક સિગ્નલો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ (એઆઈ) બેઝ છે એટલે જે રસ્તા તરફ વાહનોની લાઈનો લાંબી હશે તે દિશાનું ગ્રીન સિગ્નલ ઓટોમેટિક લાંબું થઈ જશે પણ આમ થતું હોવાનું એક પણ એક્ઝામ્પલ સામે આવ્યું નથી. આજે પણ ઘણાં સિગ્નલો એવા છે કે ત્યાં ત્રણથી ચાર વાર લાઈનો ખુલવા છતા તમારું વાહન પસાર થઈ શકતું નથી. શરૂઆતના તબક્કા બાદ આકલન, અભ્યાસ, નિરિક્ષણ, એઆઈ બધુ જ બાજુમાં મુકી દેવાયું હોય તેવું હાલ તો લાગી રહ્યું છે. બીજુ કે ટ્રાફિક પોલીસ એવું માનતી હતી કે ટ્રાફિક સર્કલ નાના કરવાથી ટ્રાફિક સમસ્યા ઉકેલાય જશે પણ એવું બન્યું હોય તેવું લાગતું નથી! જાણકારો કહે છે કે, રસ્તા મોટા કરવા કે ટ્રાફિક સર્કલ નાના કરવા વિકલ્પ નથી. વિકલ્પ એ છે કે ટ્રાફિક ને કેવી રીતે મોડરેટ રાખવો. વાહનોની સંખ્યા કેવી રીતે ઘટાડવી. જૂના વાહનો કેવી રીતે રસ્તા પરથી દૂર કરવા. કેવી રીતે ડાયવર્ઝન સેટ કરવા કે એક તરફનો ટ્રાફિક બીજી જગ્યાએ અથડાય નહીં. રસ્તાઓ એક-બીજાને મળે નહીં. ગલી ખાંચાઓમાંથી વાહનો અચાનક આવી ન ચઢે. આવા સંખ્યાબંધ મુદ્દાઓ પર પોલીસ-મનપા અને પ્રશાસને કામ કરવું પડશે ત્યારે જ ટ્રાફિક નિયમન હળવું કરી શકાશે. હા, સ્ટાફ વધારો તો ખરો જ.! નોંધ:સમાચાર માટે પ્રસિદ્ધ થયેલી તસ્વીર ફાઈલ છે. જે એક હિન્દી અખબારમાં છપાય હતી. [...] Read more...
August 12, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) સુરત ક્રાઈમ બ્રાંચે આરટીઓની 370 નકલી સ્માર્ટ આરસીબુક પકડીને 30 વર્ષ જૂના એજન્ટ જીતેન્દ્ર પટેલ (બટકા) સહિત પાંચ જણાંને દબોચી લીધા છે. જોકે, આ પાંચ જણા પાછળ ભેજાબાજો તો બેંકના કર્મચારીઓ અને ફાયનાન્સરો છે. તેઓની મલાઈમાં આ લોકો કમિશનના રવાડે ભેરવાય ગયા છે. હા, આરટીઓમાંથી જૂની આરસીબુક ચોરી કરવામાં અને તેના પર જેને ખેંચાયેલું વાહન વેચાયું હોય તેના નામ-નંબર પ્રિન્ટરના માધ્યમથી લખવામાં એજન્ટની ભૂમિકા જરૂર છે. આ આખો ખેલ આરટીઓનો ટેક્સ અને પેનલ્ટી બચાવીને આખી અધિકૃત પ્રોસેસને બાયપાસ કરીને લાખો રૂપિયા કમાવાનો છે. જેમાં સરકારી તિજોરીને તો નુકશાન થાય છે પરંતુ બેંકના કર્મચારીઓ પોતાની બેંકને પણ ચુનો ચોપડી રહ્યાં છે. જેથી, આમા મુખ્ય દોરવણી કરનારાઓને હજી ક્રાઈમ બ્રાંચે ‘ટચ’ કર્યા નથી તેવું માની શકાય. આવા લોકોને સળિયા ગણાવાય તો આ આખુ નેક્સેસ ડામી શકાય એમ છે. પોલીસે જે રીતે વ્યાજઆંતકીઓ સામે અભિયાન છેડ્યું છે આ પણ એવું જ ફાયનાન્સઆતંક છે અને તેને પરમેનન્ટલી ડામવા પ્રયાસ થાય તો કોઈના એકના એક દિકરાએ બ્રીજ પરથી કુદી જીવન ટૂંકાવવું ન પડે. જાણો આખી પ્રોસેસ કે જે બેંક અને ફાયનાન્સર ‘કુદાવી’ દે છે : – બેંક અને ફાયનાન્સ કંપની વાહનો પર લોન આપે છે અને ઘણીવાર એક હપ્તામાં પણ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દે છે. રાખેલા માથાભારે તત્વો ગાડી ખેંચી જાય છે. ઢીલો-પોચો વ્યક્તિઓ હોય તો વાંધો લેતો નથી. આવી ગાડી પર એચપી ચાલતી હોય ત્યારે તેની એફ.આર.સી (ફ્રેશ આરસી બુક)કઢાવવા માટે બેંક-ફાયનાન્સ કંપનીએ પહેલાં આરટીઓમાં ફોર્મ-36 ભરીને અરજી કરવી પડે છે. આરટીઓ અધિકારી જેનું વાહન ખેંચાયું હોય તેને અને બેંક-ફાયનાન્સને નોટીસ મોકલી એક તારીખે સુનાવણી માટે બોલાવે છે અને તેમાં વાહન માલિક હપ્તો ભરવા તૈયાર હોય તો તેને વાહન પરત કરવાનું હોય છે. અગર વાહન ગોડાઉનમાં જમા લેવાયું હોય તો તે દર મહિનાની 1થી 10 તારીખમાં ત્યાં છે કે નહીં તે જોવા જવાની જવાબદારી આરટીઓ અધિકારીએ નિભાવવી પડે છે. ( પરંતુ આ‌વું થતું નથી અથવા પહોંચેલા ફાયનાન્સરો આવું કરવા દેતા નથી અને બારોબાર વાહન થર્ડ પાર્ટી પાસે ફરતું કરી દેવાય છે!! ) આરટીઓ અધિકારી પણ આવા જમા વાહનોને જોવા જવાની તસ્દી લેતા નથી. અગર વાહન માલિક નાદારી નોંધાવે તો જેટલા મહિના વાહન કબ્જે લેવાયું હોય તેટલા મહિના વાહનની નક્કી કિંમત પર પાંચ ટકા લેખે ટેક્સ તેમજ 25 ટકા મહિના પ્રમાણે પેનલ્ટી બેંક-ફાયનાન્સરે ભરીને વાહન પોતાના નામે ટ્રાન્સફર કરાવવાનું હોય છે. આખી પ્રક્રિયાને બેંક કર્મીઓ અને ફાયનાન્સરો કુદાવી દે છે અને ઓક્શનમાં વાહનો એક સાથે વેચી દે છે. દલાલો આ વાહનો લેતા સમયે ચેક કરતા નથી અને બાદમાં આવા આરટીઓ એજન્ટ મારફત નકલી આરસી બુક બનાવીને તેને સારી એવી રકમે વેચી દે છે.! જેમાં સરકારની તિજોરીને તો ચુનો લાગે જ છે અને ગુનો પણ આચરવામાં આવે છે. બેંક કર્મીઓ અને દલાલોની મિલીભગત, લાખો કમાય છે: જાણકારોનું માનીએ તો આમા મુખ્ય ખેલ બેંક કર્મીઓ અને ઓક્શનમાં વાહન લેનારા દલાલોનું મોટું સેટિંગ હોય છે. બેંક કર્મીઓ બેંકમાં ખોટા રિપોર્ટ કરે છે કે વાહન માલિક રૂપિયા ભરવા તૈયાર નથી અથવા ભરી શકે એમ નથી અને વાહનની કિંમત પણ ઓછી દેખાડે છે. ઉદાહરણ તરીકે વાહનની બજાર કિંમત જે તે સમયે પાંચ લાખ રૂપિયા આવતી હોય તો તેને બેથી ત્રણ લાખનું વેલ્યુએશન જ કરાવે છે અને બેંક પાસે ઓછી રકમનું ઓક્શન કરાવીને દલાલ પાસે સારું એવું કમિશન મેળવી લે છે. લુખ્ખા તત્વો પાસે વાહનો ખેંચાવડાવી થર્ડ પાર્ટીને વેચી દેવાય છે: આમ તો એક-બે હપ્તા બાકી હોય કે તેનાથી વધુ હપ્તા બાકી હોય પરંતુ બેંક અને ફાયનાન્સરોએ લુખ્ખા-ટપોરીઓની ગેંગને વાહનો ખેંચવા માટે કામ સોંપ્યું હોય છે અને તેઓ વાહનમાલિક પાછળ રીતસર રકમ વસૂલવા મંડી જાય છે. અગર હપ્તો તેમના સમયે ન ભરાય તો તેઓ પોતાની પેનલ્ટી ઊભી કરવા વાહનમાલિકનો પીછો કરે છે અને આખી ચાર-પાંચ જણની ટોળકી ગમેત્યાં રસ્તામાં આંતરીને વાહન બળજબરી લઈ જાય છે અથવા રાત્રિના સમયે ઘર આંગણેથી ઊંચકી જાય છે. નિયમ મુજબ વાહન જપ્ત કરતા પહેલા તેની જાણ કરવાની હોય છે અને સંંબંધિત પોલીસ મથકમાં પણ અગાઉ લેખિતમાં સૂચના આપવાની હોય છે પરંતુ માથાભારે ટોળકી આમ કરતી નથી. પોલીસ મથકોમાં પણ તેમનું સારું એવું ઉપજતું હોવાનું કહેવાય છે. જેવું વાહન ખેંચાય કે તુરંત થર્ડ પાર્ટીને તે ગીરવે પર કે વેચાણથી વાપરવા આપી દેવાય છે. ઘણાં આવા વાહનો નંબર પ્લેટ વિના પણ શહેરમાં ફરતા જોવા મળે છે. જુના અધિકારીઓની સહી અને નવા વાહનો ટ્રાન્સફર એવું કેવી રીતે થયા? પહેલા તો આરટીઓના રેકોર્ડ રૂમમાંથી જૂની સ્માર્ટ આરસી બુકનો જથ્થો ચોરાયો તે માલૂમ ન પડ્યું. સીસીટીવી લાગ્યા છે અને સિક્યુરિટી પણ છે તો આવું કેવી રીતે બન્યું તે તપાસનો વિષય છે. બીજું કે, જૂની આરસી બુક પર જે તે સમયે ફરજ બજાવી ગયેલા અધિકારીઓની સહી હોય તે સ્વભાવિક છે. જોકે, ખેંચાયેલા નવા વાહનો જૂના અધિકારીની સહી સાથે ટ્રાન્સફર થયા તે પણ જોવાયું નહીં તે સિસ્ટમમાં મોટી ખામી દર્શાવે છે અથવા તો અધિકારીઓની મિલીભગત છતી કરે છે. ગાંધીનગરથી તેની તપાસ પણ થવી જોઈએ અને પોલીસે પણ તેની ખણખોદ કરવી જોઈએ. બેંક કર્મીઓ અને ફાયનાન્સરોને પણ પોલીસે સીધાદોર કરવા જોઈએ, સાથોસાથ વાહનો ખેંચવાનું કામ કરતી ગુંડાટોળકીઓને પણ સળિયા પાછ‌ળ ધકેલવા જોઈએ. જો પોલીસ આવું કરવાની શરૂઆત કરશે તો કોઈનો લાડકવાયાએ જીવન ત્યજવું નહીં પડે. [...] Read more...
July 22, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) નેતા તો આપણે ઘણાં જોયા પણ જમીની નેતાઓ અને લોકહીત-પ્રજાહીત માટે લડનારા નેતાઓ તો ઘણાં જૂજ જોવા મળે છે. આ વ્યક્તિને નેતા કહેવડાવવા કરતા ખેડૂત પુત્ર અને સ્વતંત્ર ચળવળકારનો પૌત્ર કહેવડાવવું વધુ ગમે છે. લોહીમાં સ્વંતત્ર સંગ્રામી જેવી ખુમારી સાથે જીવતો આ શખ્સ હાલમાં જ ભારે ચર્ચામાં આવ્યો. સુરતના તત્કાલિન કલેક્ટર આયુષ ઓકને ડુમસની એક સરકારી પડતર જમીનમાં ખોટી રીતે નામ દાખલ કરાવીને તેને સોંપી દેવાના મામલે સસ્પેન્સન સુધી ઘસડી ગયા. આવા અનેક કૌભાંડો ઉજાગર કરનારા આ શખ્સ છે ‘દર્શન નાયક.’ નાયક ખરેખર નાયકની ભૂમિકા નિભાવી રહ્યાં હોવાનું ફલિત થાય છે. એડવોકેટ એવા નાયક સામા વ્હેણે તરવામાં પાછી પાની કરતા નથી. કોંગ્રેસી વિચારધારાને વરેલા દર્શન નાયક હાલમાં જ ઓલપાડ વિધાનસભાથી ચૂંટણી લડી ચુક્યા છે પરંતુ રનિંગ ભાજપના મંત્રી મુકેશ પટેલ સામે તેઓ જીતી નહીં શક્યા. તેઓ 10 વર્ષ સુધી સુરત જિલ્લા પંચાયતના સભ્ય રહી ચુક્યા છે અને અધિકારીઓના નાકે દમ લાવી ચુક્યા છે. આખરે બેઠકોના નવા સીમાંકનમાં તેઓની સાયણ બેઠક કપાય અને તેઓ જિલ્લા પંચાયતમાં બેઠક બદલાવાથી ફાવી ન શક્યા. જોકે, લડવાનું અને જજૂમવાનું તેઓએ ચાલું રાખ્યું છે અને તે પણ પોતાના માટે નહીં પણ પ્રજાના પ્રશ્નો માટે. દર્શન નાયક પૂર્વ કેન્દ્રિય મંત્રીની આગળી પકડી રાજકારણમાં આવ્યા હતા નાયક સ્નાતક થયા બાદ કોંગ્રેસની વિચારધારાથી પ્રભાવિત થયા અને 21 વર્ષના હતા ત્યારે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. તુષાર ચૌધરી (સ્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર)ની આગળી પકડી રાજકારણમાં પ્રવેશ્યા. થોડા સમયમાં જ તેઓ તેમના અંગત સચિવ તરીકે પણ પ્રસ્થાપિત થયા. આખા બોલા દર્શન નાયક ખોટા કામોમાં કોઈની પણ શેહશરમ રાખવામાં માનતા નથી, પરિણામે તેઓ ઝડપથી આગળ વધ્યા અને જિલ્લા પંચાયતમાં ચૂંટણી લડી જીત્યા. ધીરેધીરે તેઓએ પોતાની એક લડાયક અને પ્રજાહિતના પ્રશ્નોને અધિકારીઓ-પદાધિકારીઓ સમક્ષ મુકવા માટેની ઓળખ ઊભી કરી. મજબૂત લોકસંપર્ક અને સુરત જિલ્લાના લગભગ તમામ ગામો સુધી લોકસેવા કાજે દર્શન નાયક દોડતા રહે છે. તેમની જન્મ-કર્મભૂમિ ઓલપાડમાં તેઓ વધુ સક્રિય રહે છે. દર્શન નાયક ખેડૂત અને સહકારી ક્ષેત્રે પણ મજબૂત પકડ ધરાવે છે. હાલ તેઓ સાયણ સુગર ફેક્ટરની ડિરેક્ટર છે. નામાંકિત આનંદ વોલીબોલ કલબના પ્રમુખ છએ. ડીઆરજીડી સાર્વજનિક વિદ્યાલયના ઉપપ્રમુખ અને સુરત જિલ્લા શૈક્ષણિક સંચાલન મંડળના સહમંત્રી તરીકે સેવારત છે. નાયકે સર આંદોલન, બુલેટ ટ્રેન જમીન સંપાદન વિરોધ અને ભાટીયા ટોલ ટેક્સ જેવા અનેક મુદ્દે મોરચો ખોલ્યો દર્શન નાયકે અનેક આંદોલનની આગેવાની કરી. હાલની જ વાત કરીએ તો બુલેટ ટ્રેનના જમીન સંપાદન મુદ્દે ઓછા વળતર મામલે તેઓએ આંદોલન છેડ્યું અને છેક જાપાનથી પત્રકારો દોડી આવીને તેમની વાત મુકી. કામરેજ અને ભાટીયા ટોલ પ્લાઝા પર સ્થાનિક પાસેથી પણ બેફામ ટોલટેક્સ વસૂલી સામે તેઓએ ના-કર સમિતિ બનાવીને લાંબી લડત ચલાવી જીત મેળવી. ભાંડુપ ઘન કચરા પ્લાન્ટ સામે લડત ચલાવી સુરત મનપાને રોકી, હજીરા-ગોથાણ રેલવે લાઈન સંદર્ભે ખેડૂતોની ખાનગી જમીન સંપાદિત કરવા સામે લડ્યા. હજીરાની કંપનીઓમાં સ્થાનિકોને નોકરી અપાવવા લડત ચલાવી. સર આંદોલનમાં લડત ચલાવી. આવા અનેક એવા પ્રશ્નો અંગે તેઓ આજે પણ લડતા રહે છે. એક દિવસ એવો જતો નથી કે તેઓ અખબારી પાને ચમકતા ન હોય. નાયકના દાદા સ્વતંત્ર ચળવળકાર રહ્યાં દર્શન નાયકના દાદા સ્વ. છોટુભાઈ લલ્લુભાઈ નાયક ઘાસિયા સત્યાગ્રહને સફળ બનાવવા માટે આઝાદીની ચળવળના ગુરુ સ્વ. કાનજીભાઈ દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ, પ્રમોદકાકા, ગાંધીજીના સલાહકાર સ્વ. મહાદેવભાઈ દેસાઈ વગેરે સાથે ચળવળમાં જોડાયા હતા અને શિક્ષિત ખેડૂત પરિવારનો આ ગુણ દર્શનમાં પણ આવ્યો. આજે તેમનું નામ પડે એટલે ઘણાં ભ્રષ્ટ અધિકારીઓના હાજા ગગડી જાય છે. https://www.facebook.com/darshan.naik.5811 [...] Read more...
July 10, 2024આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને મંત્રી રાજકુમાર આનંદ ભાજપમાં જોડાયા છે. તેમણે લોકસભા ચૂંટણી પહેલા મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને બસપામાં જોડાયા હતા. હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે AAPના વર્તમાન ધારાસભ્ય કરતાર સિંહ તંવર, રત્નેશ ગુપ્તા, સચિન રાય, પૂર્વ ધારાસભ્ય વીણા આનંદ અને AAP કાઉન્સિલર ઉમેદ સિંહ ફોગાટ પણ ભાજપમાં જોડાયા છે. આ નેતાઓ દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવા અને રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા.  તાજેતરમાં એપ્રિલમાં રાજકુમાર આનંદે ભ્રષ્ટાચાર અંગેની પાર્ટીની નીતિ પર અસંતોષ વ્યક્ત કરીને કેબિનેટમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમનું રાજીનામું સીધું દારૂ નીતિ કેસ સાથે જોડાયેલું હતું, જેમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા સહિતના અગ્રણી નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. લોકસભા ચૂંટણીમાં કારમી હાર.તમને જણાવી દઈએ કે રાજકુમાર આનંદે BSPની ટિકિટ પર નવી દિલ્હી સીટ પરથી તાજેતરમાં યોજાયેલી લોકસભા ચૂંટણી લડી હતી. ચૂંટણી જંગમાં તેમને માત્ર 5629 વોટ મળ્યા હતા. બીજેપીના બાંસુરી સ્વરાજે આ સીટ પર 78370 વોટથી જીત મેળવી હતી. તેમને 453185 મત મળ્યા હતા. આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી 374815 મતો સાથે બીજા ક્રમે છે. પટેલ નગરના ભૂતપૂર્વ ધારાસભ્ય રાજ ​​કુમાર આનંદ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની દિલ્હી કેબિનેટમાં સમાજ કલ્યાણ અને SC/ST મંત્રી હતા. આનંદે કહ્યું કે તેણે આવું એટલા માટે કર્યું કારણ કે તે પોતાનું નામ ચાલી રહેલા ‘ભ્રષ્ટાચાર’ સાથે જોડી શક્યો નથી. જ્યારે AAP ધારાસભ્યના ઘરે ઈન્કમટેક્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાજુલાઈ 2016માં ઈન્કમ ટેક્સની ટીમે કરતાર સિંહ તંવરના ઘરે દરોડા પાડ્યા હતા. આવકવેરા અધિકારીઓએ 27 જુલાઈની સવારે દક્ષિણ દિલ્હીના છતરપુરથી AAP ધારાસભ્ય કરતાર સિંહ તંવરના ફાર્મ હાઉસ અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. મળતી માહિતી મુજબ, આવકવેરા અધિકારીઓ સવારે સાડા આઠ વાગ્યે ધારાસભ્યના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આવકવેરા વિભાગે દિલ્હીમાં 11 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 100થી વધુ અધિકારીઓ સામેલ હતા. તે સમયે કરતાર સિંહ તંવરની 20 કંપનીઓ તપાસ હેઠળ હતી. ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી હતીઆવકવેરા વિભાગને ફરિયાદ મળી હતી કે સરકારી નોકરીમાંથી વીઆરએસ લીધા બાદ કરતાર સિંહ તંવરે પ્રોપર્ટીના કામમાં કરોડો રૂપિયાની કમાણી કરી હતી. દરોડાના સમાચાર મળતાની સાથે જ આસપાસના ગામોના લોકો અને ઘણા ‘આપ’ કાર્યકર્તાઓ તેમના ઘરની બહાર એકઠા થયા હતા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. [...] Read more...
July 10, 2024ત્રિપુરાની શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા 800 થી વધુ વિદ્યાર્થીઓ એચઆઈવીથી સંક્રમિત જોવા મળ્યા છે. તાજેતરના સમયમાં ત્રિપુરામાં HIV-AIDSના કેસોમાં ઝડપથી વધારો થયો છે. વિદ્યાર્થીઓમાં HIV સંક્રમણ ફેલાવવાનું સૌથી મોટું કારણ ઈન્જેક્શન દવાઓનું વ્યસન છે. આવી સ્થિતિમાં, શું તમે જાણો છો કે ઈન્જેક્શન દવાઓ કેવી રીતે એચઆઈવીનો ચેપ લાવી રહી છે? ત્રિપુરામાં HIV-AIDSના કેસ સતત વધી રહ્યા છે. ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે અહીં 800 થી વધુ વિદ્યાર્થીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. કેટલાક મૃત્યુ પણ પામ્યા છે. ત્રિપુરાની એઇડ્સ કંટ્રોલ સોસાયટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે તાજેતરમાં 828 વિદ્યાર્થીઓ એચઆઇવીથી સંક્રમિત જોવા મળ્યા હતા, જ્યારે 47 વિદ્યાર્થીઓ એઇડ્સના કારણે મૃત્યુ પામ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે ત્રિપુરામાં દરરોજ પાંચથી સાત નવા દર્દીઓ સામે આવી રહ્યા છે. જો કે, ત્રિપુરાના આરોગ્ય મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે 828 કેસ અને 47 મૃત્યુના આંકડા એપ્રિલ 2007 થી મે 2024 વચ્ચેના છે. અધિકારીએ કહ્યું કે જો એચઆઈવી સંક્રમિત વિદ્યાર્થી દ્વારા ઉપયોગમાં લેવાતી ઈન્જેક્શનની સોયનો ઉપયોગ અન્ય વિદ્યાર્થી દ્વારા કરવામાં આવે તો ચેપ તેનામાં પણ ફેલાય છે. વિદ્યાર્થીઓમાં HIV ફેલાવાનું મુખ્ય કારણ ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ છે. ત્રિપુરાની 220 શાળાઓ અને 24 કોલેજ-યુનિવર્સિટીમાં HIVના આ કેસ નોંધાયા છે. એઇડ્સ કંટ્રોલ સોસાયટીના જોઇન્ટ ડાયરેક્ટર સુભ્રજીત ભટ્ટાચારીએ જણાવ્યું હતું કે એચઆઇવીનો ચેપ લાગ્યો હોય તેવા મોટાભાગના વિદ્યાર્થીઓ સમૃદ્ધ પરિવારમાંથી આવે છે. તેમના માતા-પિતા બંને સરકારી નોકરીમાં છે અને તેઓ તેમના બાળકોની માંગણી પૂરી કરવામાં અચકાતા નથી. માતા-પિતાને ખ્યાલ આવે છે કે તેમનું બાળક ડ્રગ્સનું વ્યસની છે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હોય છે. તેમણે કહ્યું કે મે 2024 સુધીમાં એન્ટી-રેટ્રોવાયરલ થેરાપી કેન્દ્રોમાં કુલ 8,729 કેસ નોંધાયા છે. HIV સંક્રમિત લોકોની કુલ સંખ્યા 5,674 છે, જેમાંથી 4,570 પુરૂષો અને 1,103 મહિલાઓ છે. ચેપગ્રસ્ત પૈકી એક ટ્રાન્સજેન્ડર છે. એચઆઈવી દર્દી ઈન્જેક્શન દ્વારા ડ્રગ્સનો વ્યસની બની રહ્યો છે HIV સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ અસુરક્ષિત સેક્સ દ્વારા છે. ભારતમાં પણ 1986માં સેક્સ વર્કર્સમાં HIV સંક્રમણનો પ્રથમ કેસ નોંધાયો હતો. આ સિવાય દવાઓના ઈન્જેક્શનને કારણે પણ HIV સંક્રમણ ફેલાય છે. યુનાઈટેડ નેશન્સનો એક અહેવાલ જણાવે છે કે સમગ્ર વિશ્વમાં લગભગ 1.25 અબજ લોકો ડ્રગ્સનું ઈન્જેક્શન લે છે. વિશ્વના ઘણા ભાગોમાં, દવાઓના ઇન્જેક્શનને કારણે એચઆઇવીના કેસ ઝડપથી વધી રહ્યા છે. યુનાઈટેડ નેશન્સનું કહેવું છે કે જે લોકો દવાઓનું ઈન્જેક્શન આપે છે તેમને એચઆઈવીનો ચેપ લાગવાનું જોખમ 22 ગણું વધારે હોય છે. એક અંદાજ મુજબ ભારતમાં બે લાખ લોકો ઈન્જેક્શન દ્વારા દવાઓ લે છે. નેશનલ એઈડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (NACO) નો અહેવાલ દર્શાવે છે કે ભારતમાં એચઆઈવી સંક્રમિત લોકોમાં 6% થી વધુ એવા લોકો હતા જેમણે ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ કર્યો હતો. આ રિપોર્ટ 2017માં આવ્યો હતો. સ્વાભાવિક છે કે આ આંકડો વધુ વધ્યો હશે. NACO અનુસાર, ભારતમાં ઈન્જેક્શન દવાઓના કારણે મિઝોરમ સૌથી વધુ HIVથી સંક્રમિત છે. મિઝોરમમાં એચઆઈવીથી સંક્રમિત લોકોમાંથી લગભગ 20% લોકોએ ઈન્જેક્શન દવાઓનો ઉપયોગ કર્યો હતો. દિલ્હી બીજા સ્થાને છે, જ્યાં આવા સંક્રમિત લોકોની સંખ્યા 16% થી વધુ છે. 2019 અને 2020માં એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ અભ્યાસ 2,697 લોકો પર કરવામાં આવ્યો હતો જેઓ ઈન્જેક્શન દ્વારા દવાઓ લેતા હતા. આ સમયગાળા દરમિયાન, તેમનો HIV ટેસ્ટ લેવામાં આવ્યો હતો, જેમાં 21.19% લોકો પોઝિટિવ જોવા મળ્યા હતા. આ જણાવે છે કે ઈન્જેક્શન દવાઓના કારણે HIV કેટલી ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ અભ્યાસમાં સામેલ લગભગ 99% લોકોએ હેરોઈન લેવાનું સ્વીકાર્યું. હેરોઈનનું ઈન્જેક્શન લેનારાઓમાંથી 21.3% એચઆઈવી સંક્રમિત હોવાનું જણાયું હતું. આટલું જ નહીં, અભ્યાસમાં 54% થી વધુ સહભાગીઓએ ઇન્જેક્શન શેર કરવાનું સ્વીકાર્યું. દવાઓ માટે ઇન્જેક્શન વહેંચનારાઓમાં, 24% થી વધુ લોકોએ HIV પોઝિટિવનું પરીક્ષણ કર્યું. HIV કેટલો ખતરનાક છે? HIV એટલે હ્યુમન ઇમ્યુનોડેફિસિયન્સી વાયરસ. આ વાયરસ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને તેને એટલો નબળો પાડે છે કે શરીર હવે અન્ય કોઈપણ ચેપ અથવા રોગનો સામનો કરવા સક્ષમ નથી. એચઆઇવી એ એક વાયરસ છે જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો પાછળથી એઇડ્સમાં પરિવર્તિત થાય છે. હજુ સુધી તેની કોઈ નક્કર સારવાર નથી. પરંતુ કેટલીક દવાઓની મદદથી વાયરલ લોડ ઘટાડી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) અનુસાર, એચઆઈવી અને એઈડ્સના કારણે વિશ્વભરમાં ચાર કરોડથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 2022 ના અંત સુધીમાં, વિશ્વભરમાં લગભગ 4 કરોડ લોકો HIV-AIDS સાથે સંઘર્ષ કરી રહ્યા હતા. એકલા 2022 માં, વિશ્વભરમાં આ રોગને કારણે છ લાખથી વધુ મૃત્યુ થયા હતા. NACO અનુસાર, 2023 સુધીમાં ભારતમાં 25 લાખથી વધુ લોકો HIVથી સંક્રમિત હતા. ગયા વર્ષે HIV-AIDSના 68,451 નવા કેસ નોંધાયા હતા. જ્યારે આ બીમારીને કારણે 35 હજાર 866 લોકોના મોત થયા છે. HIV થી AIDS…આ રીતે વાયરસ ફેલાય છે અસુરક્ષિત સંભોગ અને સંક્રમિત લોહીના સંપર્કમાં આવવાને કારણે HIVનું જોખમ વધે છે. યોગ્ય સમયે તેની સારવાર શરૂ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) મુજબ, જ્યારે એચઆઈવીનો ચેપ લાગે છે, ત્યારે ફ્લૂ જેવા લક્ષણો દેખાય છે, જેમ કે તાવ, ગળામાં દુખાવો અથવા નબળાઈ. આ પછી, જ્યાં સુધી એઇડ્સ વિકસિત ન થાય ત્યાં સુધી આ રોગમાં કોઈ લક્ષણો દેખાતા નથી. એઇડ્સના કિસ્સામાં, વજન ઘટવું, તાવ અથવા રાત્રે પરસેવો, થાક અને નબળાઇ જેવા લક્ષણો જોવા મળે છે. સામાન્ય રીતે, એચઆઇવી એઇડ્સમાં રૂપાંતરિત થવા માટે ત્રણ તબક્કા લે છે. પ્રથમ તબક્કો:HIV ચેપ વ્યક્તિના લોહીમાં ફેલાય છે. આ સમયે, અન્ય ઘણા લોકોમાં ચેપ ફેલાવવાનું જોખમ સૌથી વધુ છે. આ તબક્કામાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. જો કે, કેટલીકવાર ચેપગ્રસ્ત વ્યક્તિને કોઈ લક્ષણો પણ લાગતા નથી. બીજો તબક્કો:આ તે તબક્કો છે જેમાં ચેપગ્રસ્ત વ્યક્તિમાં કોઈ લક્ષણો દેખાતા નથી, પરંતુ વાયરસ સક્રિય રહે છે. ઘણી વખત 10 વર્ષથી વધુ સમય પસાર થાય છે, પરંતુ વ્યક્તિને દવાની જરૂર નથી. આ સમય દરમિયાન વ્યક્તિ ચેપ ફેલાવી શકે છે. આખરે વાયરલ લોડ વધે છે અને વ્યક્તિ લક્ષણો બતાવવાનું શરૂ કરે છે. ત્રીજો તબક્કો:જો એચ.આય.વીની જાણ થતાં જ દવા શરૂ કરવામાં આવે તો આ સ્ટેજ સુધી પહોંચવાની શક્યતા ઘણી ઓછી હોય છે. એચઆઈવીનો આ સૌથી ગંભીર તબક્કો છે, જેમાં વ્યક્તિ એઈડ્સનો ભોગ બને છે. જ્યારે કોઈ વ્યક્તિને એઈડ્સ હોય છે, ત્યારે વ્યક્તિમાં વાયરલ લોડ ખૂબ જ વધી જાય છે અને તે તદ્દન ચેપી બની જાય છે. આ તબક્કે, વ્યક્તિ માટે સારવાર વિના 3 વર્ષ પણ જીવવું મુશ્કેલ છે. કેવી રીતે સાચવવું?એચ.આય.વી સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ અસુરક્ષિત સેક્સ દ્વારા છે. ભારતમાં પણ સેક્સ વર્કર્સમાં એચઆઈવીનો પ્રથમ કેસ નોંધાયો હતો. તેથી, સેક્સ કરતી વખતે સાવચેતી રાખવાની ખાતરી કરો. આ સિવાય ઈન્જેક્શનની દવાઓ લેનારાઓથી પણ દૂર રહેવું જોઈએ. જો એચઆઈવી મળી આવે તો ગભરાવાની જગ્યાએ તરત જ એન્ટિ-રેટ્રોવાયરલ થેરાપી શરૂ કરો, કારણ કે એચઆઈવી શરીરને ખૂબ જ નબળું બનાવે છે અને ધીમે ધીમે અન્ય રોગો પણ તેની અસર કરવા લાગે છે. જો કે હજુ સુધી તેનો કોઈ ઈલાજ નથી, પરંતુ દવાઓ દ્વારા તેનાથી બચી શકાય છે. [...] Read more...
July 8, 2024સુરત: ભારત સરકાર દ્વારા ઉન્નત ભારત અભિયાન અંતર્ગત છેવાડાના ગામડાઓના યુવાઓમાં સ્કીલ ડેવલપમેન્ટ કરીને નોકરીની તકો ઊભી કરી શકાય. આ પહેલ હેઠળ સુરતના કેપી ગ્રુપે તેના સીએસઆર આર્મસ કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન થકી સુપ્રસિદ્ધ સંસ્થા SVNIT સાથે એમઓયુ કર્યા અને સોલાર પ્રોજેક્ટ ઊભો કરવાની પ્રેક્ટિકલ અને થિયરિકલ તાલીમ આપવાની શરૂઆત કરી છે. જેમાં  PI-UBAએ દત્તક લીધેલા ગામોમાં આઈટીઆઈના  વિદ્યાર્થીઓ માટે સોલાર પાવર પ્લાન્ટ ઇન્સ્ટોલેશન પર પાંચ દિવસીય  પ્રથમ ટ્રેનિંગ સફળતાપૂર્વક પુરી થઈ. પહેલા બેચમાં 45 વિદ્યાર્થીઓને કેપી ગ્રુપનો સુડી સહિતનો સોલાર પાર્ક સંભાળતા ડેપ્યુટી મેનેજર નાશીર શાહ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી. કેપી ગ્રુપે આમાંથી કાબેલ વિદ્યાર્થીઓને નોકરી આપવાની યોજના પણ બનાવી છે. કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડો. ફારુક પટેલ દ્વારા આજે આ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારતા કહેવાયું કે, અમને સરકાર અને એસવીએનઆઈટીએ ઉન્નત ભારત અંતર્ગત રિન્યુએબલ એનર્જીના માધ્યમથી નવી પેઢીને એક પર્યાવરણની રક્ષા માટેના મિશન માટે તૈયાર કરવાની તક આપી તે માટે આભાર. આ યુવાઓ પોતાના પરિવારના ગુજરાન માટે વ્યવસ્થા કરવા સાથે દેશની હરિત ક્રાંતિમાં પણ પોતાનું યોગદાન આપશે અને માનવતાને રક્ષવાનું કાર્ય કરશે તે અમારા માટે ગર્વ લેવા જેવી બાબત છે. આ કાર્યક્રમમાં SVNIT ના ડાયરેક્ટર અનુપમ શુક્લાએ એસવીએનઆઈટીના ઉન્નત ભારત હેઠળના ઉદ્શ્યને વિદ્યાર્થીઓ સમક્ષ મુક્યો હતો. આ પ્રસંગે  કેપી ગ્રુપના સીઓઓ શહીદુલ હસન,  UBA ચેરમેન ડૉ. ક્રુપેશ ચૌહાણ, પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ડૉ. વર્ષાબેન શાહ સહિતનાએ પણ વિદ્યેર્થીઓને સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આ કોર્ષ એસવીએનઆઈટીએ દત્તક લીધેલા મોરા, ભટલાઈ, સુંવાલી, રાજગોરી અને જુનાગામના વિદ્યાર્થીઓને તબક્કાવાર આપવામાં આવશે. પહેલા બેચમાં મોટાભાગે મોરા ગામની આઈટીઆઈના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કેપી ગ્રુપ એસવીએનઆઈટીમાં કેપી સેન્ટર ઓફ એક્સલન્સ સ્ટડી હાઉસ ખોલવાની દિશામાં પણ કામ કરી રહી છે. [...] Read more...
June 29, 2024સ્ટોરી: રાજા શેખ, સુરત (98980 34910) જમાનો ઓનલાઈનનો છે. જમાનો ડિજિટલનો છે. જમાનો સોશ્યલ મીડીયાનો છે. જમાનો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટનો છે. ઘણાં લોકો ‘ડિજિટલી’ થઈને સોશ્યલ મીડીયાના માધ્યમથી લાખો કમાય રહ્યાં છે. બિઝનેસ વધારી રહ્યાં છે. દરેકને આ વૈશ્વિક પ્લેટફોર્મનો ઉપયોગ કરીને પોતાની હાજરી પુરાવવી છે. કેટલાક અનઆવડતથી ગમે તેમ ઉપયોગ કરે છે. ઘણાં જાતે જાતે શીખીને પોતે ‘મહારથી’ હોય તે રીતે વર્તે છે. જોકે, મોટે ભાગના લોકોને ખરું, સાચું, ઊંડાણપૂર્વકનું જ્ઞાન હોતું નથી. જોકે, સુરતની એક એવી એન્ટરપ્રિન્યોર છે જેનું ‘ફોરમ’ સુરત અને દક્ષિણ ગુજરાતમાં ‘ડિજિટલ માર્કેટિંગ’ની ‘મહેક’ ફેલાવતું રહે છે. નામ છે અસ્સલ સુરતી ‘ફોરમ મારફતિયા’. ફોરમ માત્ર સાડા ત્રણથી ચાર વર્ષના સમયગાળામાં જ 10 હજારથી વધુ લોકોનું ‘ડિજિટલાઈઝેશન’ કરી ચુક્યાં છે. આમ તો ફોરમનું બેકગ્રાઉન્ડ આઈટી ક્ષેત્રનું. શરૂઆતમાં બેંગ્લોરમાં જોબ પણ કરી પણ મન ‘નોકર’ બની રહેવા માન્યું નહીં અને એક મનમાં સનક જાગી કે કેમ ન હું મારા હોમ ટાઉન સુરત-સાઉથ ગુજરાતને ડિજીટલી મજબૂત કરું? બસ ત્યારબાદ બેંગ્લોરને બાય-બાય કર્યું અને સુરતમાં પોતાના નામથી જ ‘ફોરમ મારફતિયા’ બ્રાન્ડનો જન્મ થયો. ‘ગો ડિજિટલ, ગ્રો ડિજિટલ’નું સપનું બિઝનેસમેન, નવા વ્યવસાયી, આ ક્ષેત્રમાં પગ જમાવવા માંગતા યુવાધનના મનમાં વાવ્યું અને તે સફળ થયું. ફોરમ ડિજિટલ માર્કેટિંગ કેવી રીતે કરવું તે માટે સૌ પ્રથમ કન્સલન્સી શરૂ કરી અને બાદમાં અધિકૃત ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું. અધિકૃત ટ્રેઈનર: ફોરમે જ્યારે આ વ્યવસાયમાં પગ મુક્યો ત્યારે તેઓએ અનુભવ્યું કે, Google, Facebook અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ સંબંધિત ડેટાનો ઉપયોગ કરીને સંભવિત ખરીદદારોને લક્ષ્ય બનાવે છે અને પોતાનો બિઝનેસ વધુ ઊંચાઈએ લઈ જાય તેવી ડિજિટલ માર્કેટિંગી તાલીમ આપતી કોઈ વિશ્વસનીય સંસ્થાઓ નથી અથવા તો પ્રમાણપત્રવાળા અભ્યાસક્રમો ચલાવતી એકેડમી ન હતી. ફોરમે એ બીડું ઉપાડ્યું અને પોતે ફેસબુક બ્લુપ્રિન્ટ સર્ટિફિકેશન, ગુગલ પાર્ટનર, ઈનબાઉન્ડ માર્કેટિંગ સર્ટીફાઈ, ટ્રેઈન ધ ટ્રેઈનર પ્રોગ્રામ, ગુગલ ડિજિટલ અનલોક સહિતની ટ્રેનિંગ પોતે લીધી અને અધિકૃત ટ્રેઈનર તરીકે કામ શરૂ કર્યું. ફોરમ સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સાથે મળીને પણ ટ્રેનિંગ સેશન ચલાવતા આવ્યા છે. તેમના ત્યાં શીખતા લોકોને અધિકૃત સર્ટિફિકેટ અપાય છે જેથી, તેઓ પોતે પણ ડિજિટલ મેનેજર તરીકે જોબ મેળવી શકે અથવા વ્યવસાય કરી શકે. જોકે, તે પહેલા ફોરમએ લોકોને ડિજિટલ માર્કેટિંગ કેટલું ઉપયોગી છે તે માટે જાગૃત કરવા ઘણાં સેમિનાર, ટોક શો અને જાગૃત્તિ પ્રોગ્રામ કરવા પડ્યાં. તેમના સેમિનારનો 35000થી વધુ લોકોએ લાભ લીધો અને પોતે અત્યારસુધી 7000થી વધુ લોકોને પ્રેક્ટિલી તાલીમ આપી ચુક્યા છે. બિઝનેસ ડેવલપમેન્ટ કરવામાં 150થી લોકોને કન્સલટન્સી આપી ચુક્યાં છે. તેમની ખાસિયત એ છે કે, તેઓ બે યુવતીઓને દત્તક લઈને અને પાંચ હાઉસકીપર સ્ટાફને પણ આ ટ્રેનિંગ આપીને જોબ અપાવી. બસ તેમણે ધૂણી ધખાવી છે કે, મારા સુરતીઓ ગ્લોબલી ડિજિટલી ચમકે અને બિઝનેસ વધારે. ફોરમ WICCI ના પણ ઉપાધ્યક્ષ છે અને મહિલાઓના ઉત્થાન માટે સતત પ્રયાસરત રહે છે. ‘ફોરમ’ કહે છે કે, હું સ્પર્ધામાં નથી માનતી, મારે તો બસ ડિજિટલ માર્કેટિંગની ‘ખુશ્બુ’ ફેલાવવી છે ફોરમ મારફતિયા કહે છે કે, ‘સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવું, તે ડિજિટલ માર્કેટિંગ નથી’ તેના માટે ઘણી મહેનત અને જ્ઞાનની જરૂરત છે. એક માર્કેટિંગ સ્ટ્રેટજીની જરૂરિયાત છે. જેમાં , ઈન્ફ્લુએન્સર માર્કેટિંગ, કન્ટેન્ટ જનરેશન, સામાજિક જાગૃતિ, ઓનલાઈન PR, SEO, વગેરેનો સમાવેશ થાય છે. ફોરમ કહે છે કે, હું સ્પર્ધામાં માનતી નથી , હું મારા જેવા અનેક એન્ટરપ્રિન્યોર ઊભા કરવા માંગુ છું. હું ઈકો સિસ્ટમ ઊભી કરવા ઈચ્છુ છું. https://forummarfatia.com/ [...] Read more...
June 22, 2024ખેડૂતોની આર્થિક સમસ્યાને ધ્યાનમાં રાખતા તેલંગાણામાં મુખ્યમંત્રી એ. રેવંત રેડ્ડીની સરકારે લોન માફીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 2 લાખ રૂપિયાની લોન માફી જલદી જ લાગૂ થઈ જશે. રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રેસ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે વર્ષ 2018 થી વર્ષ 2023 વચ્ચે જે પણ ખેડૂતોએ 2 લાખ રૂપિયા સુધીની લોન લીધી હોય, તેને માફ કરી દેવામાં આવશે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, મંત્રીમંડળે 12 ડિસેમ્બર 2018 થી 9 ડિસેમ્બર 2023 સુધી 5 વર્ષની અવધિ માટે રાજ્યના ખેડૂતો દ્વારા લેવામાં આવેલી 2 લાખ રૂપિયાની લોનને માફ કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, પાત્રતા શરતો સહિત લોન માફીનું વિવરણ જલદી જ એક સરકારી આદેશ (GO)માં જાહેરાત કરવામાં આવશે. રાજ્ય સરકાર પર પડનાર આર્થિક ભારણને લઈને મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું કે, લોન માફીથી રાજ્યના ખજાના પર લગભગ 31,000 કરોડ રૂપિયાનો ભાર આવશે. તેમણે આરોપ લગાવ્યો કે, પાછલી BRS સરકારે 1 લાખ રૂપિયાની લોન માફીના પોતાના વાયદાને ઈમાનદારીથી લાગૂ ન કરીને ખેડૂતો અને ખેતીને સંકટમાં નાખી દીધા હતા. તેમણે વધુમાં કહ્યું કે, તેમની સરકાર 2 લાખ રૂપિયાના કૃષિ લોન માફી માટે પોતાના ચૂંટણી વાયદાને પૂરો કરી રહી છે. આ અગાઉ ઝારખંડમાં ખેડૂતોની લોન માફ કરવાની જાહેરાત થઈ હતી. રાજ્યના મુખ્યમંત્રી ચંપઈ સોરેને કહ્યું હતું કે, તેમની ગઠબંધન સરકાર ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરશે. તેની સાથે જ ફ્રી વીજળી કોટાને વધારે 200 યુનિટ કરશે. તેના માટે તેમણે ઘણી બેન્કોને પ્રસ્તાવ રજૂ કરવા કહ્યું હતું. મુખ્યમંત્રી ચંપઈ સોરેન મુજબ 31 માર્ચ 2020 સુધી ખેડૂતોની 50 હજારથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોનને વન ટાઇમ સેટલમેન્ટના માધ્યમથી માફ કરવામાં આવશે. લોકસભાની ચૂંટણી અગાઉ 4 મહિના અગાઉ થયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ખેડૂતોની લોન માફીનો વાયદો કર્યો હતો. રાજ્યમાં કોંગ્રેસે BRSને હરાવીને સત્તા હાંસલ કરી હતી અને એ. રેવંત રેડ્ડીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. હવે લોકસભાની ચૂંટણી બાદ રેવંત રેડ્ડીએ રાજ્યમાં લોન માફી કરવાની જાહેરાત કરી દીધી છે. [...] Read more...
June 22, 2024સુરત ટ્રાફિક પોલીસે પહેલા સંખ્યાબંધ જગ્યાઓ પર વાહનોની અવરજવરને અંકુશિત કરવા અને ટ્રાફિક નિયમનું પાલન કરાવવા માટે ટ્રાફિક સિગ્નલ લગાવી દીધા. આ સિગ્નલ કદાચ આંતરિક સર્વેને કારણે લગાડ્યા હોઈ શકે પરિણામે ઠેરઠેરથી બુમો પડવા માંડી. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટનો આ સિગ્નલને કંટ્રોલ કરવા ઉપયોગ થતો હોવાની જાહેરાત પણ થઈ પણ એઆઈ પણ ફેઈલ હોય તેમ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાવા લાગ્યા. ફરીથી રિવ્યુ કરવાની ફરજ પડી અને હવે પોલીસ પોતાની રીતે એ નિષ્કર્ષ પર પહોંચી કે ટ્રાફિક સર્કલ-આઈલેન્ડ તોડી પાડો અને બમ્પર તોડી પાડો તો સમસ્યા ઉકેલાય જશે. જોકે, આ બધુ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ અને આપણાં શહેરમાં મૌજૂદ જગવિખ્યાત એસવીએનઆઈટીના એન્જિનિયરોની ટીમનો અભિપ્રાય લઈને આગળ વધાયું હોત તો વધુ સારું પરિણામ આપી શકાયું હોત. સુરત મહાનગર પાલિકા તો આમ કરે જ છે પરંતુ ટ્રાફિક પોલીસે પણ સંયુક્ત કમિટિ બનાવીને નિર્ણય લે તો શહેરને ટ્રાફિક નિયમન માટે સારું પરિણામ મળી શકે. રોડ એન્જિનિયરિંગને ધ્યાનમાં લીધા વિના આયોજન થયું હોય તેવું લાગે છે સિવિલ એન્જિનિયર અને સુરતના સિનિયર પત્રકાર ચેતન શેઠ કે જેઓ સુરત મહાનગર પાલિકાનું બીટ લગભગ 24 વર્ષ ઉપરાંતથી કરે છે તેમણે આ મામલે એક્સપર્ટ વ્યુ લેવાયો તો તેઓએ કહ્યું કે, ટ્રાફિકના પ્રશ્ન માટે ચાર “ઈ” મહત્વના છે. એન્જિનિયરિંગ, એન્ફોર્સમેન્ટ, એજ્યુકેશન અને એનેક્ટમેન્ટ(કાયદામાં સુધારા વધારા).પાલિકાના ભાગે એન્જિનિયરિંગ આવે પોલીસના ભાગે એન્ફોર્સમેન્ટ આવે આરટીઓ અને સમાજના બીજા ક્ષેત્રો માટે એજ્યુકેશન આવે અને ચૂંટાયેલી પાંખ માટે એનેકટમેન્ટ આવે. 1) ટ્રાફિક સિગ્નલના આખા બખેડામાં સ્થિતિ એવી લાગે છે કે, પોલીસ પાસે એન્ફોર્સમેન્ટ માટે માણસો અને ફંડ બંનેનો મહદઅંશે અભાવ છે એટલે સીસી કેમેરાની ટેકનોલોજીનો સહારો લઈને એન્જિનિયરિંગ અને એન્ફોર્સમેન્ટ બંને હાથમાં લઈ લીધું છે. 2) આખી વ્યવસ્થામાં રોડ એન્જિનિયરિંગનો ક્યાંય ઉપયોગ કરાયો હોય કે વિચાર પણ કર્યો હોય તેવું દેખાતું નથી. 3) ટ્રાફિક સિગ્નલ મેનેજમેન્ટ હેવી ટ્રાફિકવાળા શહેરના માત્ર ૧૩૬ મેઇન રુટ ઉપર જ હોય શકે. આ મેઇન રૂટ ઉપર પણ ITMS (ઇન્ટીગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ) જ એપ્લિકેબલ કરવાની હોય. એટલે ઇન્ફ્રારેડથી જ્યાં જેટલો ટ્રાફિકનો લોડ હોય તે પ્રમાણે સિગ્નલ આપોઆપ ટાઈમ મેનેજમેન્ટ કરે. આ રીતે પ્રિ ડીસાઈડેડ ટાઈમિંગ ન હોય. 4) તેમાં પણ જ્યાં જંકશન ઉપર આઇલેન્ડ બનાવ્યો હોય ત્યાં માત્ર બ્લીંકર્સ જ મૂકીને એલર્ટ કરવાના હોય. અન્ય સબમેઇન અને ઇન્ટરનલ રોડ ઉપર માત્ર એલર્ટ સ્ટ્રીપ કે સ્પીડ બ્રેકર મૂકીને ટ્રાફિક જ્યાં મર્જ થતો હોય ત્યાં મેનેજમેન્ટ કરી શકાય. (કોર્પોરેશનના ટ્રાફિક અને સોલિડ વેસ્ટ વિભાગ પાસે શહેરના મેઇન રુટ અને સબમેઇન રૂટ તેમજ ઇન્ટરનલ રૂટની તમામ યાદી તૈયાર જ છે તેનો ઉપયોગ કરી શકાયો હોત. 5) અત્યારે સ્થિતિ એવી છે કે લોકો દંડનું ચલણ નહીં મળે તે ડરથી જંકશન ઉપર ઊભા રહેવા માંડ્યા છે પરંતુ એ ડર જેવો નીકળી જશે કે તરત જ સિગ્નલ બ્રેક થવા માંડશે. લોકો ધીરજ ગુમાવે અને સિગ્નલ ઉપર એક સામટા વાહનો ભેગા થઈ જશે તો પોલીસના કોઈપણ સીસી કેમેરા ઇ-મેમો આપવા માટે ગાડીઓના નંબર ઓળખી શકવા સક્ષમ નહી રહે અને આખી વ્યવસ્થા ફરી હતી ત્યાંની ત્યાં આવી જશે. એટલે આ વ્યવસ્થામાં ખામી દૂર કરવા માટે એન્જિનિયરિંગ એક્સપર્ટનો સહયોગ લઈને માત્ર સમયસર અને પ્રેક્ટીકલ સુધારા જ નહી આ શહેરના કલચરને અનુરૂપ સુધારા કરવામાં આવશે તો જ આ અખતરો સફળ થઈ શકશે. અન્યથા ખુબ ટૂંકા સમયમાં ફરી આપણે હતા ત્યાંના ત્યાં આવી જઈશું. સર્કલ અગાઉ પણ તોડાયા હતા પરંતુ રોડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને ફરી બનાવાયા સુરત મહાનગર પાલિકાના કેટલાક અભ્યાસુ અધિકારીઓનો એક જ મત છે કે, બેફામ ટ્રાફિક આઈલેન્ડ કે સર્કલની તોડફોડ અને બમ્પની તોડફોડ ટ્રાફિક નિયમનનો વિકલ્પ નથી. હાલ પોલીસ વિભાગ તરફથી સુરત મહાપાલિકાને 200 જેટલા સર્કલ અને બમ્પનું લિસ્ટ અપાઈ ગયું છે અને તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા સૂચના આપી દેવાય છે. પરંતુ સુરતમાં જેટલા પણ સર્કલ -આઈલેન્ડ હાલ હયાત છે તે મહાપાલિકા દ્વારા ભૂતકાળમાં એસવીએનઆઈટી , બીઆરટીએસ, ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક પોલીસની કમિટિ બનાવીને જ સાયન્ટિફિક રોડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને બનાવાયા હતા. જેનાથી અકસ્માતો ઘટે, ટ્રાફિક મોડરેડ થઈ ચાર રસ્તા પર ધીમી ગતિએ આગળ વધે તે માટેનું આયોજન કરાયું હતું પરંતુ ફરીવાર ભૂતકાળમાં થયેલી કસરત શરૂ થઈ છે અને ટ્રાફિક આઈલન્ડ -સર્કલ તોડી પાડવાનું શરૂ કરાયું છે. જોકે, આગળ જતા ફરી તેને બનાવવાનું કહેવાય તો નવાઈ નહીં. (જેવું ભૂતકાળમાં થયું છે.), હાલ આ કસરતથી સુરત મહાનગર પાલિકા અને સ્પોનસર્સને ભારે આર્થિક નુકશાન ઉઠાવવું પડે એમ છે અને લોકોના ટેક્સના રૂપિયાનો વેડફાટ પણ થાય એમ છે. અધિકારીઓ અને ઘણાં લોકો ઈચ્છે છે કે, રોડ એન્જિનયરિંગ મુજબ અને હયાત પરિસ્થિતિનો પ્રોપર તાગ મેળવીને તેના અનુરૂપ ડિઝાઈન અપાય અને જે ખરેખર સર્કલ ખસેડવા પડે તેમ જ હોય અને તેનાથી ફાયદો થતો હોય તો જ તેના અમલ કરાય. આ ઉદાહરણથી સમજીએ કે સર્કલ ખસેડવાથી ફાયદો છે કે નહીં? એક ઉદાહરણ લઈએ તો કારગીર ચોકનું સર્કલ દૂર કરાય પણ બંને તરફથી જે માર્ગ આવે છે તે તો એક સમાન જ છે. એટલે સર્કલ દૂર કરવાથી વાહનોનો ફોલો ત્યાંથી એક સાથે પસાર થઈ શકે નહીં. એ તો ચાર રસ્તા પર ઊભો રહેશે અને લાઈન લાગશે જ અને માત્ર સર્કલ પર પહોળાઈ થશે પણ ત્યાં વાહનો સિગન્લન પર ઊભા રહેશે નાકી સર્કલની વચ્ચો વચ. જેવું સિગ્નલ ખુલશે તો વાહનો આગળ વધી રોડ ટુ રોડ જ ચાલશે એટલે સર્કલ ખસેડવાને કારણે ટ્રાફિક ફ્રી થશે તે વાત માનવામાં આવે તેવી નથી. આવું જ દરેક જગ્યા પર થશે. ઉપરથી સર્કલ ખસેડી દેવાથી સિગ્નલ ન હોવાની સ્થિતિમાં કે રાતના સમયે વાહનો ધીમા નહીં પડે અને સીધા અથડાઈ જવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. સુરત મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલે પણ નોંધ મુકી છે કે, પુરતો અભ્યાસ કરીને જે સંભવ હોય તે ટ્રાફિક નિયમનના હીતમાં કરવું અને સાત દિવસમાં રિપોર્ટ કરવો. શું પોલીસ પોતાનો નિર્ણય ખરો સાબિત કરવા મથી રહી છે? જાણકાર એક્સપર્ટોનો મત છે કે, ટ્રાફિક સિગ્નલનું પાલન કરાવવું તે સારી વાત છે પરંતુ આડેધડ તે ન થવું જોઈએ. હવે સિગ્નલને કારણે ઈશ્યું ઊભા થયા છે. વાહનોનો ટ્રાફિકનો રાઉન્ડ ધ ક્લોક અભ્યાસ ન થયો હોય અને રોડ એન્જિનિયરિંગનો પણ ઉપયોગ થયો ન હોવાથી લોકોનો સમય બગડી રહ્યો છે. એક જ સિગ્નલ પર ત્રણ-ત્રણ વાર પણ થોભવું પડે છે. ઈંધણનો ખર્ચ વધ્યો છે. માનસિક સ્થિતિ પર અસર થઈ રહી છે. જેથી, હવે ઉતાવળે લેવાય ગયેલા આ નિર્ણયને ખરો સાબિત કરવા માટે પોલીસ મથી રહી હોય તેવું લોકોનું માનવું છે અને તેના કારણે જ ટ્રાફિક સર્કલ અને સ્પીડ બ્રેકર તોડી પાડવાનો નિર્ણય ઉતાવળે લેવાય રહ્યો છે. જો રખે ચુક રહી ગઈ અને ફરી ટ્રાફિક-રોડ એન્જિનિયર્સ પાસે પ્રોપર સમય લઈ સર્વે ન કરાવ્યો તો સ્થિતિ ફરી ત્યાં ને જ ત્યાં જ આવીને અટકી જશે એવું જાણકારોનું માનવું છે. [...] Read more...
May 21, 2024 મસલ્સ એન્ડ માઈન્ડ જીમવાળો કૃત્તિક ભંડારી પીપલોદ સ્થિત એક જીમમાં જઈને બબાલ કરવાના મામલાના વિવિધ જીમ એસોસિયેશનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. બીજાના જીમમાં પંટરોની ફી રિટર્ન લેવા પહોંચી જઈ ગાળો બોલવી, ધમકી આપવી અને હાથાપાઈ કરવા જેવી બાબતોને કારણે જીમ ઈન્ડસ્ટ્રીઝ ભારે ખફા છે. આવી હરકતથી જીમ ઈન્ડસ્ટ્રીઝ બદનામ થઈ રહી છે. કૃત્તિક વારંવાર કોઈને કોઈ હરકતો કરતો આવ્યો છે. તેની માનસિકતા આ જ રીતની હોવાની વાતો જીમ ઈન્ડસ્ટ્રીઝમાં ચર્ચાએ એરણે ચઢી છે. ક્રિમીનલ માઈન્ડને કારણે આવા વિવાદો થતા હોવાથી જીમ ઈન્ડસ્ટ્રીઝે આવી વ્યક્તિઓથી અંતર રાખવા માટેનું મન બનાવ્યું છે. ઘણાં જીમ સંચાલકોએ આ ઘટનાને વખોડી છે. એક જ બિઝનેસમાં હોવાથી એક બીજાને સુઝ-બુઝ સમજથી કામ લેવાનું હોય ના કે ટપોરીગીરી કરી પોતાના બાવડા દેખાડવાના હોય તેવો મત દરેક જીમ સંચાલકોએ આપસમાં વાતચીત કરીને વ્યક્ત કર્યો હોવાની માહિતી મળી છે. પીપલોદના જે જીમમાં જઈ બબાલ કરવામાં આવી હતી, તે જીમના માલિક દ્વારા પણ આ મામલાને પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હોવાની માહિતી સાંપડી છે અને સમય આવ્યે પગલાં લેવાની તૈયારીઓ પણ શરૂ કરી છે. બબાલના બીજા દિવસે પણ કૃત્તિકના બે પંટરો ત્યાં ગયા હતા પણ તેઓએ ત્યાંથી વિલે મ્હોડે પાછા ફરવું પડ્યું હતું. બીજી તરફ, કૃત્તિક જે જીમનો માલિક હોવાનું કહે છે તે જીમ મસલ્સ એન્ડ માઈન્ડમાં જતા તેના કહેવાતા મિત્રોએ પણ તેને ઠપકો આપ્યો છે અને તે હાલ ભીતરમાં લપાયો હોવાનું કહેવાય છે અને આમતેમથી ભલામણો કરાવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જે જીમમાં બબાલ કરી આવ્યો તે જીમના સંચાલકને પોલીસ ફરિયાદ ન કરવા સમજાવવા માટે ઘણી ભલામણ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે, મામલો ભલે આપસમાં સમજી લેવાય પણ પોલીસ સાથે ખાવા-પીવા અને ….. સહીતના સંબંધોનું સરેઆમ બોલતા કૃત્તિક સામે પોલીસ ખુદ પગલાં ભરે તે જરૂરી છે. શું મામલો હતો…? પીપલોદના એક જીમમાં જઈ કૃત્તિક ભંડારી પોલીસના નામે દમ મારી રહ્યો છે અને કહેતો સંભળાય રહ્યો છે કે, ‘પોલીસની સાથે આપણું જબરું સેટિંગ છે, ખાવા-પીવા સહિતનો સંબંધ છે., આપણી જબાન મરદની જબાન છે, હાથમાં બંગડી નથી પહેરી, એકવાર કહીં દીધું કે મારીશ અને તારું જીમ બંધ કરાવીશ એટલે કરાવીશ. પેલાને બહાર લઈએ. ચાલ બહાર ચલ. દેખાડું. ’’ વગેરે વગેરે….આ જીમમાં જઈ બબાલ કરતી વખતે તેની સાથે તેના બે પંટરો પણ હતા અને તેઓએ જ જાણી જોઈને તકરાર ઊભી કરીને કૃત્તિક ભંડારીને બોલાવ્યો હતો. કૃત્તિક વીડીયોમાં સ્પષ્ટ કહે છે કે, તે મસલ્સ એન્ડ માઈન્ડ જીમનો માલિક છે. વીડીયો-ઓડિયો જે વાયરલ થયો હતો તેની લિંક નીચે ઈન્સ્ટાગ્રામ પર છે…. જુઓ… View this post on Instagram A post shared by I am SURAT (@newsnetworks.co.in) [...] Read more...

Translate »