પાસ અગ્રણી ધાર્મિક માલવિયાઍ કોંગ્રેસમાંથી કેમ અચાનક ઉમેદવારી ન નોંધાવવાનું કર્યું નક્કી?

પાટીદાર અનામલ આંદોલન પાસ કન્વીનર અને અગ્રણી ઍવા ધાર્મિક માલવિયાઍ આખરે કોંગ્રેસમાં પગ મુકતાની સાથે જ વોર્ડ નંબર ૩માં ઉમેદવારી નોંધાવવા બળદગાડુ લઈને નીકળ્યા હતા. તેમણે ઉમેદવારી નોંધાવી હોવાના મેસેજ પણ ફોટા સાથે ફર્યા હતા. જોકે, એન્ડ મુવમેન્ટે તેમણે એક વાતને લઈને નનૈયો ભણી દીધો હતો. જેમાં કોંગ્રેસના મોવડી મંડળ સાથે થયેલી ચર્ચા મુજબ ધાર્મિક માલવિયાએ વોર્ડ નંબર 17માંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિલાસબેન સંજયભાઈ ધોરાજીયાને ટિકિટ આપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. વિલાસ ધોરાજીયાને ટિકિટ ન આપતા ઉમેદવારીપત્રક ન ભરવાનો નિર્ણય કર્યો હતો. .ઉપરથી કોંગ્રેસને સીધી ચીમકી પણ આપી હતી કે હવે કોંગ્રેસ અમારા વિસ્તારમાં એક પણ સભા, રેલી કરી દેખાડે. અમે કોંગ્રેસને નહીં જીતવા દઈએ.

પાટીદારોનું ગઢ: કોંગ્રેસને પાછલી ચૂંટણીમાં થયો હતો ફાયદો

પાટીદારોના ગઢ ગણાતા વોર્ડમાં ઉમેદવારી નોંધાવતા ભાજપ માટે પણ કપરા ચઢાણ સામે દેખાઇ રહ્નાા છે. ત્યારે બીજી બાજુ આ જ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનું પણ પ્ર­ભુત્વ વધતા ભારે રસાકસીના ઍંધાણ દેખાઇ રહ્નાા છે. આ વિસ્તારોમાં અનામત આંદોલન વખતે ભારતીય જનતા પાર્ટી માટે વ્યાપક ­પ્રમાણમાં વિરોધ જાવા મળ્યો હતો. પાટીદાર આંદોલનના સુરતના મુખ્ય બે ચહેરા ધાર્મિક માલવિયા અને અલ્પેશ કથીરિયા હતા. અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ સાથે સમગ્ર રાજ્યભરમાં તેમણે મોટું આંદોલન શરૂ કર્યું હતું. તે સમયે જ હાર્દિક પટેલ, ધાર્મિક અને અલ્પેશ રાજકારણમાં આવશે ઍ ­ચર્ચાઍ જાર પકડ્યું હતું. ગત કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસનો કંઇક અંશે દેખાવ સારો રહ્નાા હતો. કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૩૬ જેટલી બેઠકો પર વિજય મેળવ્યો હતો. જેની પાછળનું સૌથી મોટું કારણ પાટીદાર આંદોલનના કારણે ભારતીય જનતા પાર્ટી સામે જાેવા મળેલો રોષ હતો. વિશેષ કરીને અનામત આંદોલનની સૌથી વધુ અસર વરાછા, યોગીચોક, મીની બજાર, સરથાણા, મોટા વરાછા ઉત્રાણ આ તમામ વિસ્તારોની અંદર દેખાઇ હતી.

ઉમેદવારી માટે બળદગાડામાં નીકળ્યા હતા ધાર્મિક

આજે ધાર્મિક માલવિયાઍ બળદ ગાડાંમાં નીકળી પાટીદાર સમાજની કુળદેવી ઉમિયા માતાના દર્શન કરી મિનીબજારમાં સરદાર પટેલની પ્ર­તિમાને પુષ્પાંજલિ કરી હતી.
પાસના આગેવાન ધાર્મિક માલવિયા હવે યુવા નેતા તરીકે કોંગ્રેસ પક્ષમાંથી રાજકીય શરૂઆત કરી હતી. હાર્દિક પટેલના રસ્તે તેઓ પણ આગળ વધ્યા અને વોર્ડ નંબર ૩માં વરાછા, યોગી ચોક, સીમાડા વગેરે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા તૈયારી કરી પરંતુ એક ઉમેદવાર પર કોંગ્રેસે મેન્ડેડ નહીં આપતા તેઓ વિફર્યા હતા અને પરત ફરી ગયા હતા.

Leave a Reply

Translate »