રાજ્યના છ મહાનગર પાલિકાની ચૂંટણીઓ માટે આવતી કાલે 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેમાં દરેક રાજકીય હસ્તીઓ પણ પોતપોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. એવામાં સવાલ ઊભો થયો છે કે, શું કોરોનાગ્રસ્ત રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી મતદાન કરવા જશે કે કેમ? જોકે, રિપોર્ટ મુજબ મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે રવિવારે મતદાન કરવા જશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટના વોર્ડ નંબર-10ના અનિલ જ્ઞાનમંદિર સ્કૂલમાં બૂથ નંબર 2ના રૂમ નંબર 7માં મતદાન કરવા જશે. કોરોનાગ્રસ્ત લોકો માટે ચૂંટણી વિભાગે બનાવવામાં આવેલા નિયમ પ્રમાણે છેલ્લા એક કલાક દરમિયાન એટલે કે 5 વાગ્યે સીએમ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. મુખ્યમંત્રી તમામ તબીબી રિપોર્ટ કઢાવીને અનુકૂળતા હશે તો પીપીઈ કિટ પહેરીને મતદાન કરવા જશે.
નોંધનીય છે કે, વિજય રૂપાણીની તબિયત સુઘારા પર છે અને તેઓએ પોતે જ એક વીડીયો મેસેજના માધ્મયથી આ સમાચાર આપ્યા હતા.. શુક્રવારે બપોરે રેમિડિસિવિરનો ડોઝ પુર્ણ થયા છે. તેમનો રિપોર્ટ નેગેટિવ આવે ત્યારબાદ તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે.