સુરત: 3185 મતદાન મથકો પર 32,88,352 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

સુરત મહાનગરપાલિકાની તા. 21 ફેબ્રુઆરી રોજ યોજાનાર ચૂંટણી સંદર્ભે સુરતના ચૂંટણી વિભાગે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અધિકૃત જાણકારી મુજબ

– શહેરમાં મતદાન માટે 967 બિલ્ડીંગ અને 3185 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. – શહેરના 30 વોર્ડના 32,88,352 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

– દરેક મતદાન મથક દીઠ સરેરાશ 1032 મતદારો નોંધાયા છે.

– 30 વોર્ડમાં 15 ફરજ બજાવશે. ઈ.વી.એમ. અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા કર્મચારીઓને તાલીમ પૂર્ણ કરી આજે 20 ફેબ્રુઆરીથી ફરજ પર મોકલી દેવાયા છે.

કોરોના પોઝિટિવ દર્દી તબીબી પ્રમાણપત્ર મેળવી પીપીઈ કીટ પહેરીને મતદાન કરી શકશે           

કોરોના મહામારીની પરિસ્થિતિમાં પણ કોરોનાગ્રસ્ત તેમજ કોરોના શંકાસ્પદ મતદાર દર્દીઓ પણ મતદાન કરી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કોવિડ પોઝીટીવ વ્યક્તિ મતદાન મથકે રાજ્ય સરકારની નિયત માર્ગદર્શિકાનું પાલન થાય તે રીતે મતદાન કરવા માટે જઈ શકશે. મતદાનના દિવસે જ મતદાન કરવાં માટે સ્વસ્થ છે એવું તબીબી પ્રમાણપત્ર સરકારમાન્ય તબીબી અધિકારી પાસેથી મેળવવાનું રહેશે. તબીબી પ્રમાણપત્ર મેળવી મેડિકલ સુપરવિઝન હેઠળ સામાજિક અંતર જળવાય તે રીતે એમ્બ્યુલન્સમાં પી.પી.ઈ.કીટ પહેરીને જ મતદાન મથકે સાંજના સમયે છેલ્લા કલાક દરમિયાન જ મતદાન માટે પહોંચવાનું રહેશે એમ તેમણે જણાવ્યું હતું.

મતદારોને યુઝ એન્ડ થ્રો ગ્લોવ્ઝ (હાથમોજા) અપાશે

          ચૂંટણીપ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. મતદારોને યુઝ એન્ડ થ્રો હેન્ડ ગ્લોવ્ઝ પહેરાવી મતદાન કરાવ્યા બાદ આ બાયોમેડિકલ વેસ્ટને યોગ્ય સ્થળે નિકાલ કરવામાં આવશે, તેમજ મતદાન કેન્દ્ર પર સેનેટાઈઝર, સાબુ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. મતદાન મથકે કાર્યરત દરેક કર્મચારી તેમજ મતદારોની થર્મલ ગનથી ચકાસણી કરવામાં આવશે એમ જણાવી કલેક્ટરશ્રીએ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં આદર્શ આચારસંહિતા ભંગ કરશે તો નિયત ગાઈડલાઈન્સ મુજબ પગલાં લેવામાં આવશે એમ સુરત કલેક્ટર ડો. ધવલ પટેલે જણાવ્યું હતું.       

સૌથી વધુ મતદારો ક્યા?

વોર્ડ નં.02 માં સૌથી વધુ 1,73,515 મતદારો છે, જ્યારે સૌથી ઓછા 84,646 મતદારો વોર્ડ નં.15 માં છે. તા.20મીના રોજ 30 વોર્ડમાં 15 આર.ઓ. અને પોલિંગ સ્ટાફ ફરજ બજાવવા ફરજના સ્થળે રવાના થયા હતાં. મતદાન માટે પ્રત્યેક મતદાન મથકમાં સરેરાશ 1400 મતદારોની ગણતરી કરતાં જરૂરી ઈ.વી.એમની વ્યવસ્થા પણ કરાઈ છે. જેમાં 10% રિઝર્વ તથા ૫% તાલીમ માટેના ઈ.વી.એમ સહિત 3690 કંટ્રોલ યુનિટ, 7240૦ બેલેટ યુનિટ, જિલ્લામાં ઉપલબ્ધ વર્કીંગ કન્ડીશનમાં હોય તેવા ઈ.વી.એમ.માં 4000 કંટ્રોલ યુનિટ અને8000 બેલેટ યુનિટ તેમજ વધારાના 310 કંટ્રોલ યુનિટ અને 760 બેલેટ યુનિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

મતગણતરી માટે પણ તૈયારીઓ પૂર્ણ કરાઈ

તા.23મી ફેબ્રુ.એ શહેરમાં એસ.વી.એન.આઈ.ટી. કોલેજ અને સરકારી ઈજનેરી કોલેજ, મજૂરા ગેટ એમ બે સ્થળોએ મતગણતરી યોજાશે. આર.ઓ. દ્વારા ડિસ્પેચીંગ સેન્ટરો પર ઈ.વી.એમ. અને મેનપાવરને ફરજ સોંપણીની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી

Leave a Reply

Translate »