ઈલેક્ટ્રીકલ વ્હીકલ માટે સુરતીઓમાં ઉદાસીનતા, રોકડા 596 જ વાહનો!!

સ્ટોરી: રાજા શેખ, સુરત ( 98980 34910)

વાહનોથી થતા પ્રદૂષણને અંકુશમાં લાવવા માટે ગુજરાત સહિતના રાજ્યો હવે ઈલેક્ટ્રીકલ વાહનોનો વપરાશ લોકોમાં વધે તે માટે સબસિડીની યોજના મુકી રહ્યાં છે. દિલ્હી તે માટે અવ્વલ છે જોકે, હજી ચાર્જિંગ ઈશ્યું અને ઓછી સ્પીડને કારણે લોકો તે તરફ જુકાવ ઓછો કરી રહ્યાં છે. જોકે, હવે આ સમસ્યાઓના ઉપોય પણ શોધાઈ ગયા હોવાનું કહેવાય છે ત્યારે સોલ્યુશન પણ શોધાઈ રહ્યું હોવાનું કહેવાય છે. જોકે, સુરતીઓમાં ઈલેક્ટ્રીક વાહનોનો જોક ખૂબ જ ઓછો છે જે પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના આંકડાઓ પર નજર કરતા લાગી રહ્યું છે. વિતેલા દસ વર્ષમાં સુરતમાં માત્ર 596 જ ઈલેક્ટ્રીક વાહનો નોંધાયા છે એટલે કે સુરતમાં 35 લાખ જેટલી વાહનોની સંખ્યા સામે આ આંકડો આંગળીના ટેરવે ગણાય એટલો જ છે.

10 વર્ષમાં કેટલા વાહનો નોંધાયા? કોરોના કાળમાં કેટલા?

સુરત આરટીઓના અધિકૃત આંકડા પર નજર કરીએ તો અહીં 1 જાન્યુઆરી 2010થી 28 ફેબ્રુઆરી 2021 સુધી 596 ઈલેક્ટ્રીક વ્હીકલ નોંધાયા છે. જેમાં સૌથી વધુ મોપેડ 305 જેટલા નોંધાયા છે જ્યારે બીજી ક્રમે મોટરસાઈકલ અને સ્કૂટર 180 નોંધાયા છે. મોટરકાર 66 નોંધાય છે. 1 કન્સ્ટ્ર્ક્શન ઈક્યુપમે ન્ટ વ્હીકલ, 13 ક્રેઈન માઉન્ટેડ વ્હીલકલ અને 30 ફોર્ક લિફ્ટ નોંધાય છે. કોરોના કાળ દરમિયાન એટલે કે પાછલા એક વર્ષ જાન્યુઆરી 2020થી ડિસેમ્બર 2020 સુધીમાં પણ 97 ઈલેક્ટ્રીક વાહનો નોંધાયા છે. જેમાં સુરત મહાનગર પાલિકા દ્વારા સૌ પ્રથમ વાર ઉતારવામાં આવેલી 4 પબ્લિક ટ્રાન્સ્પોર્ટ માટેની બસ પણ છે. જ્યારે 29 કાર, 44 મોપેડ, 13 મોટરસાઈકલ, 2 થ્રી વ્હીલર ગુડ્સ વ્હીકલર પણ નોંધાય છે.

10 વર્ષના જ સમયમાં બાકીના વ્હીકલ 50804 નોંધાયા છે. સુરતમાં અત્યારસુધીના કુલ વાહનોની સંખ્યા ગણીએ તો 35 લાખ આસપાસ થાય છે. તેની સામે આ આંકડો ખૂબ જ નજીવો છે.

મેકિંગ દિલ્હી ધ ઈવી કેપિટલ ઓફ ઈન્ડ્યિા

દેશની રાજધાની દિલ્હીમાં મેકિંગ દિલ્હી ધ ઈવી કેપિટલ ઓફ ઈન્ડિયાના નામથી અભિયાન ચલાવી રહી છે અને તે માટે મોપેડથી લઈને હેવી વ્હીકલ સુધીના વાહન મોડલને અધિકૃત કર્યા છે. દિલ્હી સરકાર તે માટે 9 હજાર રૂપિયાથી 1.50 લાખ સુધીની સબસિડી પણ આપી રહી છે. કાર પર સૌથી વધુ દોઢ લાખ સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. દિલ્હીની કેજરીવાલ સરકાર આગામી વર્ષ 2025 સુધી 5 લાખ ઈલેક્ટ્રીક વ્હીકલ રસ્તા ઉતરે તેવો ટાર્ગેટ લઈને ચાલી રહી છે. ભારે પ્રદૂષણથી જજૂમતા દિલ્હી માટે સીએનજી બાદ ઈલેક્ટ્રીક વ્હીકલનો એક આધાર છે. જેથી તે તેને પ્રમોટ કરી રહી છે. દિલ્હીમાં 72 ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરાયા છે.

ગુજરાત સરકાર પણ આપશે 12000 સુધીની સબસિડી

ગુજરાત સરકાર સ્ટુડન્ડ માટેના ઈલેક્ટ્રીક વ્હીકલ (મોપેડ) ખરીદવા પર 12000 સુધીની સબસિડી આપવાની યોજના અમલી બની હતી. હાલમાં જ ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદનારાને બજેટમાં પણ 15000ની સબસિડી માટેની જાહેરાત કરાઈ હતી.ગુજરાત સરકાર પણ તે દિશામાં આગળ વધી રહી છે. ગુજરાત સરકાર રસ્તા પર 10 હજાર વાહનો ઈલેક્ટ્રીક ઉતરે તેનો ટાર્ગેટ રાખે છે. ઓટો રિક્ષા માટે પણ 12000ની સબસિડીની યોજના છે. દરેક મહાનગર પાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈલેક્ટ્રીક બસ મુકવાની યોજના ધરાવે છે. સુરતમાં 150 બસ આવનાર છે. જે પૈકી 4 બસ હાલ ચલાવવામાં આવી રહી છે.

 

 

 

 

 

 

 

 

પવાની યોજના અમલી બની
હતી. હાલમાં જ ઈલેક્ટ્રીક વ્હીકલ ખરીદનારાને બજેટમાં પણ
15000ની સબસિડી માટેની જાહેરાત કરાઈ હતી.
ગુજરાત સરકાર પણ તે દિશામાં આગળ વધી રહી
છે.
ગુજરાત સરકાર રસ્તા પર 10 હજાર વાહનો ઈલેક્ટ્રીક ઉતરે તેનો ટાર્ગેટ રાખે છે. ઓટો
રિક્ષા માટે પણ 12000ની સબસિડીની યોજના છે.
દરેક મહાનગર પાલિકાઓમાં પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઈલેક્ટ્રીક બસ
મુકવાની યોજના ધરાવે છે. સુરતમાં
150 બસ આવનાર છે. જે પૈકી 4 બસ હાલ ચલાવવામાં આવી રહી છે.

Leave a Reply

Translate »