દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની 30મી પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ભાઈ ચૌધરી દ્વારા પોતાની ગ્રાંટ માંથી કોવિડ-19 વાઇરસ ની મહામારીના અનુસંધાન માં સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલી સિફા હોસ્પિટલ, તડકેશ્વરને એમ્બ્યુલન્સ અને મેડીકલના સાધનો ખરીદવાના કામ માટે રૂ.25,000,00 /- અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં સામુહિક આરોગ્ય કેદ્ર માટે દર્દીઓ ને લાવવા – લઈ જવા માટે એમ્બ્યુલન્સ ની ખરીદી માટે રૂ.12,50,000/- મળી કુલ 40,00,000/-રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી સુરત જિલ્લાના લોકોના આરોગ્ય માટે ફાળવણી કરવામાં આવેલ છે.
ઓલપાડ માં કોરોના વોરિયર્સ તેમજ દર્દીઓને માસ્ક તેમજ જરૂરી દવાઓનું વિતરણ કરાયું
દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધી ની 30મી પુણ્યતિથિ નિમિત્તે પ્રદેશ કોંગ્રેસની સૂચના થી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઓલપાડ તાલુકાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો માં માસ્ક તેમજ અન્ય જરૂરી દવા વિતરણ કરવામાં આવી હતી.
જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સહકારી આગેવાન દર્શન નાયક ની આગેવાનીમાં કોંગ્રેસના આગેવાનોએ સાંધીએર પીએચસી,ઓલપાડ તેમજ સાયણ રેફરલ હોસ્પિટલ તેમજ સાયણ વિભાગ ખાંડ ઉદ્યોગ ટ્રસ્ટ સંચાલિત જીવનરક્ષા હોસ્પિટલ તેમજ સંજીવની હોસ્પિટલ, ઓલપાડ ની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી કોરોના વોરિયર્સ તરીકે સનિષ્ઠ સેવા બજાવનાર મેડિકલ ઓફિસર, નર્સ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર તેમજ કોવિડ વોર્ડ માં સતત ખડેપગે રહેતા કર્મચારીઓને કેળા, ગ્લુકોઝ બિસ્કિટ અને માસ્ક તેમજ વિટામિન-સી સહિતની જરૂરી દવાઓ વિતરણ કરી એમની કામગીરીની કદર કરી બિરદાવી હતી. કોવિડ દર્દીઓની મુલાકાત લઇ તેઓને પણ માસ્ક, દવા અને બિસ્કિટ આપી એમના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે ઓલપાડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયેન્દ્ર દેસાઈ, દિલીપ જોષી, મનોજ પટેલ(સાયણ), તનય દેસાઈ, ઇમરાન પટેલ, પ્રિતેશ પટેલ, અનિમેષ સુરતી સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.
સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિએ સૌરાષ્ટ્રમાં 5000 કિલોની સહાય કીટ મોકલી
“તૌકતે” વાવાઝોડામાં સૌરાષ્ટ્રમાં થયેલ વ્યાપક નુકશાનમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોના લોકોની સહાય માટે કાચા સીધા બાજરા અને ઘઉંના લોટ ની 5000 કિલોની રાહતકીટ સુરતથી સૌરાષ્ટ્ર રાજુલા-જાફરાવાદ-અમરેલી તરફ રવાના કરાય. સુરત શહેર કોંગ્રેસના વરીષ્ઠ આગેવાન અશોકભાઈ અધેવાડાના સહયોગથી આજે આ વ્યવસ્થા કરવામાં આવી. જેમાં સંકલન કરી રહેલ કેતનભાઈ વાણીયા, જી.એમ. તલસાણીયા, હિમતભાઈ જીયાણી, ધીરુભાઈ વિરાણી, ભાવેશ ફીણવીયા અને અન્ય કાર્યકર્તા દ્વારા સેવાકીય પ્રવુતિ કરવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં 10000 કિલો અનાજ અને 2000 કિલો બટેટાની રાહતકીટ તૈયાર થઈ રહી છે, જે આવતીકાલે મોકલવામાં આવશે અને સાથેસાથે જનરેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે આ તમામ સેવાકીય પ્રયાસો સુરત શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
શનિવારે ઓલપાડ તાલુકામાં વાવાઝોડાથી થયેલા નુકશાનનું આકલન કરશે
તા.22/05/2021 ને શનિવારના રોજ ઓલપાડ તાલુકામાં ખેડૂતો તથા અન્ય નાગરિકોને વાવાઝોડા ના કારણે થયેલ નુકસાનની સ્થળ મુલાકાત કરવા માટે ધારાસભ્ય અને સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદ ભાઈ ચૌધરી તથા સહકારી અને ખેડૂત આગેવાન દર્શનભાઈ નાયક દ્વારા ઓલપાડ તાલુકાના ગામડાઓના પ્રવાસનું આયોજન કરવામાં આવેલ છે.જેની રૂપરેખા નીચે મુજબ છે.
- બરબોધન સવારે 9:00 વાગ્યે
2.પિંજરત સવારે 10:00 વાગ્યે
3.અંભેટા. સવારે. 10:30 વાગ્યે
4.સોંસક. સવારે 11:00 વાગ્યે
5.ઈસનપોર. સવારે 11:30.વાગ્યે
6.ઓરમા. બપોરના. 12:00 વાગ્યે
7.આંધી બપોરના 1:00 વાગ્યે
8.એરથણ. બપોરના 1:30 વાગ્યે
9.મોરથાળ બપોરના 2:00 વાગ્યે
10.માધર. બપોરના 2:30 વાગ્યે