લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની ફ્લાઈટ એઆઈ 1171 આજે સવારે 10.40 વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી. 233 જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો RTPCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી એક બ્રિટિશ નાગરિક સહિત પાંચ લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે પોઝિટિવ આવેલા તમામ મુસાફરોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 4 લોકોને ખાનગી હોસ્પિટલમાં જ્યારે એક વ્યક્તિને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય વિભાગના 40 કર્મચારીની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. ફ્લાઈટમાં 233 જેટલા પેસેન્જરના ઈન્ટરનેશનલ ટર્મિનલમાં RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના ટેસ્ટ માટે કોર્પોરેશનની બે ટીમ અને DDOની ટીમ PPE કિટ સાથે એરપોર્ટ પર હાજર છે.
દિલ્હી એરપોર્ટ પર જ ઉતર્યા 7 હજાર લોકો, ઘરે-ઘરે તપાસ કરશે સરકાર
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારના કહ્યું હતુ કે, કોરોના વાયરસના નવા પ્રકારને ધ્યાનમાં રાખીને 23થી 31 ડિસેમ્બર સુધી બ્રિટનથી ભારત આવનારી ફ્લાઇટ સ્થગિત રહેશે. , ગત 2 અઠવાડિયામાં લગભગ 7 હજાર લોકો દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા છે અને તેમાંથી અનેકે પંજાબ અને અન્ય જગ્યાની મુસાફરી કરી છે. તેમણે કહ્યું છે કે, “અમે ઘરે-ઘરે જઇશું અને તેમના સ્વાસ્થ્યની સ્થિતિને ચકાસવા માટે તપાસ કરીશું અને આ સાથે જ તેમને કેટલાક દિવસ ક્વોરન્ટાઇનમાં રહેવાની પણ સલાહ આપીશુ.”સૂત્રોએ કહ્યું કે, બ્રિટનથી આવી રહેલા મુસાફરોની એરપોર્ટ પર આરટી-પીસીઆર તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિની તપાસમાં સંક્રમણ નથી મળતુ, પરંતુ તેમાં લક્ષણો જોવા મળે છે તો તેને ઇન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે, જ્યારે જે લોકોમાં સંક્રમણ જોવા નથી મળતુ તેમને પણ 7 દિવસ માટે ખુદને ક્વોરન્ટાઇન રાખવા કહેવામાં આવશે.
કેન્દ્રએ જાહેર કર્યા નવા નિયમો, UKથી આવનારા લોકો માટે ખાસ વ્યવસ્થા
UKથી આવનારા તમામ મુસાફરોનો અનિવાર્યરૂપે એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરાવવામાં આવશે. જે મુસાફાર પોઝિટિવ જણાઈ આવશે તેમને અલગ આઈસોલેશન યૂનિટમાં ઈન્સ્ટિટ્યૂશન ક્વારંટાઈનમાં રાખવામાં આવશે. પોઝિટિવ આવેલા લોકોને જિનોમિક સીક્વેંસિંગ માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, પુણેમાં રાખવામાં આવશે.
- જો કોઈ વ્યક્તિ પોઝિટિવ જણાશે અને તેનું ક્વારંટાઈન નવું નથી તો તેની સારવાર વર્તમાન પ્રોટોકોલના હિસાબે કરવામાં આવશે પરંતુ જો જિનોમિન સીક્વેસિંગમાં જણાઈ આવશે તો વેરિએંટ નવુ હશે તો તેની સારવાર વર્તમાન પ્રોટોકોપ પર કરવામાં આવશે. પરંતુ તેના 14 દિવસ બાદ ફરી ટેસ્ટ કરવામાં આવશે.
- RT-PCR ટેસ્ટમાં જે મુસાફર નેગેટિવ જણાઈએ આવશે તેમને પણ ઘરમાં જ ક્વારંટાઈન રહેવાની સલાહ આપવામાં આવશે.
- એરલાઈન્સે એ સુનિશ્ચિત કરવુ પડશે આ તમામ ગાઈડલાઈન્સ ચેક-ઈન પહેલા જ મુસાફરોને જણાવી દેવામાં આવશે.
- 21થી 23 ડિસેમ્બર વચ્ચે યૂકેથી આવનારા અને RT-PCR ટેસ્ટમાં પોઝિટિવ જણાઈ આવનારા સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા તમામ લોકોને એક અલગ ક્વારંટાઈન સેંટરમાં ઈન્સ્ટિટ્યૂશનલ ક્વારંટાઈન કરવામાં આવે અને ICMRની ગાઈડલાઈન પ્રમાણે તેમનો ટેસ્ટ કરવામાં આવે.
- પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવેલા એ લોકોને જ માનવામાં આવશે જે સંક્રમિત વ્યક્તિની સીટની લાઈનમાં આવેલે ત્રણ સીટ આગળ સુધી અને 3 સીટ પાછળ સુધી બેઠેલા હશે. સાથે જ તેમના સંપર્કમાં આવેલા કેબિન ક્રુની પણ ઓળખ કરવામાં આવશે.
- 25 નવેમ્બરથી 8 ડિસેમ્બર વચ્ચે જે પણ મુસાફર UKથી આવ્યા છે તેમનો સંપર ડિસ્ટ્રિક્ટ સર્વિલાંસ ઓફિસર કરશે અને તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવાની સલાહ આપવામાં આવશે.
- જો કોઈ મુસાફર પકડાશે નહીં તો ડિસ્ટ્રિક્ટ સર્વિલાંસ ઓફિસર સેંટ્રલ સર્વિલાંસ યૂનિટને તેની જાણકારી આપશે.