ગેરકાયદે ઝીંગા તળાવો તોડી પાડવાની કામગીરી સામે હાઈકોર્ટનો મનાઈ હુકમ

સુરત જિલ્લાના અોલપાડ, મજુરા અને ચોર્યાસી તાલુકામાં આવેલ હજારો વીઁધા સરકારી જમીન ઉપર બનેલા ગેરકાયદે ઝીંગા તળાવોનું વર્ષો બાદ હાથ ધરવામાં આવેલ ડિમોલીશનની કામગીરી ઉપર હાઈકોર્ટની બ્રેક લાગી છે. હાઈકોર્ટ દ્વારા મજુરા અને ચોર્યાસી તાલુકાના ઝીંગા તળાવોના ડિમોલીશન સામે સ્ટે આપતા આજે સવારેથી આ બંને તાલુકાના ઝીંગા તળાવોના ડિમોલીશનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે.
અોલપાડ, મજુરા અને ચોર્યાસી તાલુકાના વિસ્તારોમાં હજારો હેકટર જમીન ઉપર જમીન માફિયાઅો દ્વારા કબજા કરી ગેરકાયદે ઝીંગા તળાવો ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ અંગે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં થયેલી ફરિયાદ બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વર્ષો બાદ ગેરકાયદે ઝીંગા તળાવોનો સર્વે કર્યા બાદ તબક્કાવાર રીતે ઝીંગા તળાવો દુર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરાય દ્વારા પહેલા અોલપાડના મંદરોઈ ગામથી ગેરકાયદે ઝીંગા તળાવો ઉપર બુલડોઝર ફેરવનાનું શરુ કર્યા બાદ
મજુરા અને ચોર્યાસી તાલુકામાં અંદાજિત ૧૧ હજાર હેકટર સરકારી જમીન પર ઉભા કરવામાં ્્આવેલા ઝીંગા તળાવો દુર કરવાની કામગીરી શરુ કરી હતી જેની શરુઆત મજુરા વિસ્તારના ખજાદ ગામથી તોડવાનું શરૂ કરાયું છે. ડાયમંડ બુર્સની પાછળના ભાગમાં આવેલા ગેરકાયદે ઝીંગાના તળાવો તોડવાની શરૂઆત કરી હતી. તે દરમિયાન આજે સવારે હાઈકોર્ટ દ્વારા મજુરા અને ચોર્યાસી તાલુકા વિસ્તારના ઝીંગા તળાવોના ડિમોલીશનની કામગીરી ઉપર સ્ટે આપ્યો હતો જેના પગલે સવારેથી ડીમોલીશનની કામગીરી સ્થગિત કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Translate »