સુરત મનપાની ચૂંટણી: 30 વોર્ડ 3185 મતદાન મથકો પર 15825 સ્ટાફ તહેનાત રહેશે

સુરત મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી આગામી તા.21-2-2021ના રોજ યોજાનાર છે, ત્યારે સમગ્ર તંત્ર દ્વારા ચુંટણીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જેમાં પાલિકા વિસ્તારના 30 વોર્ડમાં 3185 મતદાન મથકો પરથી મતદારો મતદાનનો ઉપયોગ કરશે. જેમાં પ્રિસાઈડીગ ઓફીસર, પોલિંગ ઓફીસર તથા પ્યુન સહિત 15825 જેટલો સ્ટાફ ફરજ બજાવશે. જયારે 612 ઝોનલ ઓફિસર તથા 612 રૂટ સુપરવાઈઝરોની મદદથી સમગ્ર ચુંટણી પ્રક્રિયા સપન્ન થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આગામી તા.21મી ફ્રેબ્રુઆરી, રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા યોજાશે. જયારે તા.23-2-2021 ના રોજ 14 વોર્ડની મતગણતરી એસ.વી.એન.આઈ.ટી., પીપલોદ ખાતે તથા ગાંધી એન્જીનિયરીંગ કોલેજ, મજુરા ગેટ ખાતે 16 વોર્ડની મતગણતરી યોજાશે. જેથી સૌ મતદારોને લોકશાહીના પર્વમાં ભાગીદાર થઈને મતદાન કરવાનો અનુરોધ કરવામાં આવે છે.

  • 21મીએ મતદાન
  • 30 વોર્ડ 3185 મતદાન મથકો
  • 15825 જેટલો સ્ટાફ ફરજ બજાવશે
  • 612 ઝોનલ ઓફિસર
  • 612 રૂટ સુપરવાઈઝરો
  • 23મીએ મતગણતરી
  • 14 વોર્ડની મતગણતરી એસ.વી.એન.આઈ.ટી., પીપલોદ ખાતે યોજાશે
  • 16 વોર્ડની મતગણતરી ગાંધી એન્જીનિયરીંગ કોલેજ, મજુરા ગેટ ખાતે યોજાશે

Leave a Reply

Translate »