વેક્સિનનો એક ડોઝ લીધા બાદ કોરોના થાય તો બીજો ડોઝ ક્યારે લઈ શકાય?

દેશમાં કોરોના બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. આ સ્થિતિમાં જે લોકોએ વેક્સિનનો એક ડોઝ લઇ લીધો છે. તેવા લોકો પણ સંક્રમિત થયા છે. સંક્રમિત થનાર આ લોકોએ બીજો વેક્સિનનો ડોઝ ક્યારે લેવો જોઈએ તે જાણીએ.

કોરોનાની બીજી લહેર પડકાર રૂપ સાબિત થઇ રહી છે. એપ્રિલ માસમાં કોરોનાથી 45 હજાર લોકો મોતને ભેટયા છે. હાલ એવા સંખ્યાબંધ લોકો પણ સંક્રમિત થયા છે. જેમણે વેક્સિનો એક ડોઝ લીધો છે. આવા લોકો મુંઝવણમાં છે કે, વેક્સિનનો એક ડોઝ લીધા બાદ સંક્રમણ થયું છે તો બીજો ડોઝ લેવો કે નહીં? અને લેવો તો કેટલા સમય બાદ લેવો. એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ કોવિડ વાયરસના નવા સ્ટ્રેન વિશે મીડિયા સમક્ષ વાત કરતા આ પ્રકારની કેટલીક મુંઝવણોને દૂર કરી હતી. એવા અનેક લોકો છે. જેમને આ સવાલ મુઝવી રહયો છે કે, કોરોના સંક્રમણના એક ડોઝ લીધા બાદ સંક્રમિત થયું હોય તો બીજી ડોઝ ક્યારે લઇ શકાય  આ મામલે  એમ્સના ડાયરેક્ટર રણદિપ ગુલેરિયાએ જણાવ્યું કે, જે  દર્દીએ પહેલો ડોઝ લઇ લીધો છે અને બીજો બાકી છે તે દરમિયાન જ સંક્રમિત થયા છે તેવા લોકોએ  રિપોર્ટ નેગેટિવ આવ્યાના 6 સપ્તાહ બાદ જ બીજી વેક્સિનનો ડોઝ લેવો જોઇએ.

Leave a Reply

Translate »