સુરતમાં હજી રેમડેસિવિર ઈન્જેક્શનની ડિમાન્ડ ઘટી નથી! કેટલી જરૂરિયાત? શું છે સિવિલના હાલ?

સુરત શહેરમાં કોરોના કેસોની સંખ્યામાં રોજ થોડો થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. આંશિક લોકડાઉન વચ્ચે કોરોના કેસોમાં દાખલ દર્દીઓની સ્થિતિ સુધરી રહી હોવાની વાતો વચ્ચે હજુ પણ રેમડેસીવીર ઇન્જેકશનની માંગ એટલી જ હદે ચાલુ રહી હોવાનું આંકડા કહી રહ્યાં છે. હજુ પણ 3200 થી વધુ દર્દીઓની ડિમાન્ડ આવી રહી છે. આજે 4487 ઇન્જેકશનની માંગ સામે 2495 ઈન્જેક્શન  ફાળવાયા હતા.

સુરત શહેરમાં કોરોનના ગંભીર દર્દીઓ માટે અસરકારક એવા રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો જિલ્લા કલેકટર દ્વારા ફાળવવાનું ચાલુ રહ્યુ છે. આજે પણ સુરત શહેરની 276 ખાનગી હોસ્પિટલોમાં વેન્ટીલેટર, બાયપેપ અને ઓકિસજન તેમજ અન્ય દર્દીઓ મળીને કુલ્લે 4487 ઇન્જેકશનની માંગણી થઇ હતી. જેની સામે 2495 ઇન્જેકશન ફાળવ્યા હતા. વેન્ટીલેટર, બાયપેપના 95 ટકા દર્દીઓને ઇન્જેકશન ફાળવ્યા હતા. જયારે ઓકિસજનના 50 ટકા દર્દીઓને જ ઇન્જેકશન ફાળવાયા હતા. જયારથી જિલ્લા કલેકટર દ્વારા રેમડેસીવીર ઇન્જેકશનની ફાળવણી થઇ રહી છે. ત્યારથી ઓકિસજન પરના દર્દીઓની સંખ્યા 3200 થી 3500 ની વચ્ચે દરરોજ આવી રહી છે. તો વેન્ટીલેટર અને બાયપેપના દર્દીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો નથી. સુરત મહાનગર પાલિકાના 3 મેના આંકડા મુજબ સુરતમાં 1309 નવા દર્દી નોંધાયા છે. જેમાં સૌથી વધુ અઠવા ઝોનમાં 335 અને રાંદેર ઝોનમાં 349 દર્દી સામે આવ્યા છે. આ કેસની સામે 2290 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સુરત સિવિલમાં હજી પણ આટલા દર્દીઓ ઓક્સિજન-વેન્ટિલેટર અને બાયપેપ પર

નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કોરોના દર્દીઓની તા. 4 મે 2021ની સ્થિતિ જોતા હોસ્પિટલમાં કુલ 653 દર્દીઓ સારવાર હેઠળ જે પૈકી 484 પોઝીટીવ દર્દીઓ, 74 શંકાસ્પદ દર્દીઓ, તથા 95 નેગેટીવ દર્દીઓ છે. આ 484 પોઝીટીવ દર્દીઓ પૈકી 223 બાયપેપ, 17 ઇન્વેઝીવ વેરીયન્ટ, 209 ઓકિસજન પર અને અન્ય 35 દર્દીઓ નોર્મલ એર રૂમ પર સારવાર લઈ રહ્યા છે. 74 શંકાસ્પદ દર્દીઓ પૈકી 44 દર્દીઓ વેન્ટિલેટર/બાયપેપ પર 30 ઓકિસજન પર તથા 95 નેગેટિવ દર્દીઓ પૈકી 45 વેન્ટિલેટર/બાયપેપ તથા 50 દર્દીઓ ઓકિસજન પર છે.
• છેલ્લા ૨૪ કલાકમાં 9 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 દર્દીને સમરસ કોવિડ કેર સેન્ટરમાં શીફટીંગ, 8 દર્દીઓને કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરોમાં અને 7 દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે.
હેલ્પ ડેસ્ક :- 132 ઓડિયો કોલ, 85 આઉટ સાઈટ કોલ કરવામાં આવ્યા. 165 સ્વજનોને રૂબરૂમાં સ્થળ પર સમજણ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.

Leave a Reply

Translate »