અભિનેત્રી કંગના રનૌતનુ ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયુ છે. તેના પર ટ્વિટર નિયમોનુ પાલન નહીં કરવાનો આરોપ છે. આપને જ્ઞાત થાય કે કંગનાએ પશ્ચિમ બંગાળ ચૂંટણી બાદ રાજ્યમાં ટીએમસીના કાર્યકરો દ્વારા થઈ રહેલી હિંસા પર ટિપ્પણી કરી હતી. કંગનાએ એક ટ્વિટમાં મમતા બેનરજીની સરખામણી રાક્ષસી તાડકા સાથે કરી હતી.કંગનાએ કરેલા ટ્વિટ બાદ કેટલાક યુઝર્સ તેના સમર્થનમાં તો કેટલાક વિરોધમાં જોવા મળ્યા હતા.એ પછી ટ્વિટરે તેનુ એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા બાદ હવે તેના પર પણ ચર્ચા થઈ રહી છે.