સુપ્રીમ કોર્ટમાં 1-વોર્ડ, 1-બેઠક માટે આખરી સુનાવણી સંભવત: 24 નવેમ્બરે

સુપ્રીમ કોર્ટમાં આજે ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાની 2020ની ચૂંટણીઓમાં એક વૉર્ડ એક બેઠકની માગણી સાથેની કોંગ્રેસ પ્રવક્તા નરેન્દ્ર રાવતે કરેલી બે-પિટિશનની સુનાવણીમાં ગુજરાત સરકાર દ્વારા નવી ફ્રેશ પિટિશનમાં જવાબ આપવા માટે આજનો ચુકાદો મુલત્વી રાખવાનો પત્ર આપ્યો  હતો, જેની સિનિયર કાઉન્સીલ કપિલ સીબલે લેખિત ઓબજેક્શન/વાંધો લઈ અને પત્ર આપ્યો અને દલીલ કરી કે આ પિટિશન ચૂંટણી માટે મહત્વની પિટિશન જેમાં સીમાંકન સહિત એકથી વધુ મુદ્દાઓ સામેલ છે. જ્યારે જૂની 2015ની પીટીશનની તો ફક્ત સુનાવણી જ બાકી છે તો ફાઇનલ સુનાવણી કરવા દલીલ કરી હતી.જે બાબતની દલીલ વ્યાજબી ગણી સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 24 નવેમ્બર સુધીમાં જવાબ આપે કે ના આપે ફાઇનલ સુનાવણી થશે એવું નરેન્દ્ર રાવતે અખબારી યાદીમાં જણાવ્યુ હતુ.

સુપ્રીમ કોર્ટે દ્વારા કપિલ સિબ્બલની ધારદાર,વ્યાજબી દલીલને ધ્યાનમાં લઈ અને કેસની ગંભીરતાને જોતાં આ બાબતે દિવાળી વેકેશન પછી બીજા વીકમાં કેસની સુનવણીની તારીખ 24 નવેમ્બર ફિક્સ કરવામાં આવશે અને આખરી સુનાવણી કરશે .તેવો ઓર્ડર સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

નરેન્દ્ર રાવતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા અમારી બન્ને પિટિશનની બંધારણીય અધિકારોની માંગણીઓ ગંભીરતા ધ્યાનમાં લઈ ચૂંટણી પહેલા નિર્ણય આવે તેવી અપેક્ષા છે. ગુજરાત સરકાર દ્વારા કોર્ટમાં પોતાનો પક્ષ કે દલીલ કરવાને બદલે સુનાવણી પાછી ઠેલવવાનો પ્રયત્નને સખત શબ્દોમાં વખોડું છું. તેઓએ આરોપ લગાવ્યો હતો કે,  ગુજરાત સરકાર અને ચૂંટણી પંચ દ્વારા ભાજપ એક વોર્ડમાં ચાર બેઠકોની સીસ્ટમથી સહેલાઈથી ચુંટણી જીતી શકે છે.25 વર્ષની આ સિસ્ટમ ચાલુ રાખવા કોર્ટમાં કેસ ન ચાલે તેવો પ્રયત્ન કરી રહ્યા છે.જેથી ચૂંટણી જીતી શકે.

Leave a Reply

Translate »