તહેવારોમાં લાપરવાહી: અહેમદાબાદમાં કોરોના કેસ વધ્યા, સુરતની શું સ્થિતિ?

દિવાળીના તહેવારોમાં લોકોએ કોરોના ગાઈડલાઈનનો ભંગ કરતા અને સોશ્યલ ડિસ્ટન્સ નહી જાળવાતા અહમદાબાદમાં ધીરે-ધીરે ફરી કોરોના બેકાબૂ થઈ રહ્યો છે. લોકો બેદરકારીપૂર્વક બજારોમાં ખરીદી તેમજ ફૂડ ઝોનમાં ભીડ જમાવી રહ્યાં હોવાથી ફરીથી દર્દી્ની સંખ્યા વધી રહી છે. લગભગ સુરત સહિત દરેક મોટા શહેરોમાં ખરીદીમાં ભાડે ભીડ જોવા મળી રહી હોવાથી ગુજરાતમાં કોરોના દર્દી્ઓની સંખ્યા વધવાનો આસાર છે અને તે મુજબ મુખ્યમંત્રીએ આરોગ્ય સાથે સંકળાયેલા તમામ સ્ટાફની રજાઓ નામંજૂર કરી છે ને તમામને એક્શનમાં રહેવા સૂચના આપી છે.  લોકોને અપીલ કરાય રહી છે કે ભારત વર્ષનો સૌથી મોટો તહેવાર જરૂર ઉજવો પણ માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો અને પુરતી તકેદારી રાખો.  જેથી, ફરી કોરોનો મોટો ઉથલો ન મારે અને ફરી આઝાદી પર અંકુશ ન આવે.

અહમદાબાદ શહેર-જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 45,124 થયો
અહમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 45,124 થયો છે. જ્યારે 39,861 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,934 થયો છે. 13 નવેમ્બરની સાંજથી 14 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 198 અને જિલ્લામાં 17 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 2 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 174 અને જિલ્લામાં 21 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. શહેરની હોસ્પિટલોમાથી અંદાજે 200 દર્દીને સિવિલની કોવિડ હોસ્પિટલમાં રિફર કરાયા છે. શનિવારે સવારથી બપોર સુધીમાં શહેરની અન્ય હોસ્પિટલોમાંથી 30 દર્દીને સિવિલ હોસ્પિટલમાં લવાયા છે. તેમજ ગત રવિવારથી આજ દિવસ સુધીમાં અંદાજે 240 દર્દીનો વધારો થયો છે.

ખાનગી ક્વોટામાં દર્દીઓની સંખ્યામાં 25 ટકાની આસપાસનો વધારો
અહમદાબાદ શહેરમાં ગત મહિના સુધી કોરોનાથી સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ તહેવારો નજીક આવતા મોટાભાગના વિસ્તારોમાં લોકો બેદરકાર બની માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા નજરે ચઢી રહ્યા છે. બાપુનગર, ત્રણ દરવાજા સહિતના બજારોમાં ખરીદી કરવામાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થઈ રહ્યા છે. જેના કારણે હવે સંક્રમણનું પ્રમાણ પણ વધતું જઈ રહ્યું છે. 12 નવેમ્બર સુધી AMCની હોસ્પિટલોના એમએમસી ક્વોટામાં 408, ખાનગી ક્વોટામાં 438 જેટલા બેડ ખાલી હતા પરંતુ માત્ર 2 જ દિવસમાં એએમસી ક્વોટામાં 336, તેમજ ખાનગી ક્વોટામાં 298 બેડ ખાલી પડ્યા છે. એટલે કે બે દિવસમાં એએમસી ક્વોટામાં 10 ટકાની આસપાસ જ્યારે ખાનગી ક્વોટામાં 25 ટકાની આસપાસ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

શહેરની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 80 ટકાની આસપાસ પહોંચી
છેલ્લા એક અઠવાડિયામાં સિવિલ હોસ્પિટલ, એસવીપી તેમજ સોલા સિવિલમાં દર્દીઓની સંખ્યા ડબલ થઈ રહી છે. અમદાવાદ હોસ્પિટલ્સ એસોસિયેશનના જણાવ્યા અનુસાર, શહેરની કોવિડ હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા 80 ટકાની આસપાસ પહોંચી છે. જેઓને હાલમાં સારવાર હેઠળ રખાયા છે. જ્યારે એસવીપી હોસ્પિટલમાં નવા દર્દીઓની સંખ્યામાં 40 ટકાની આસપાસ વધારો નોંધાયો છે. શહેરની સોલા સિવિલમાં નવેમ્બરની શરૂઆતમાં માત્ર 80 દર્દીઓ સારવાર હેઠળ હતા જેઓની સંખ્યા માત્ર 15 દિવસમાં 200થી વધુ થઈ ગઈ છે. આ સ્થિતિ જોતા સમગ્ર રાજ્યના એક્ટિવ કેસમાં 20 ટકાથી વધુ એક્ટિવ દર્દીઓ માત્ર અમદાવાદમાં છે.

સિવિલમાં કોરોનાના દર્દીઓમાં 60 ટકા વધારો થયો
અહમદાબાદ સિવિલ હોસ્પિટલના એડિ.સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લાં 4 દિવસથી કોરોનાના કેસોમાં સતત વધારો થાય છે. 225ની આજુબાજુના એડમિશનને બદલે 60 ટકા વધારો થતાં અત્યારે સિવિલમાં 517 દર્દીઓ દાખલ છે. શુક્રવારની કાળી ચૌદશની રાતે અમારા હેલ્થ કેર વર્કર્સ અને ડોકટરો સતત વ્યસ્ત રહ્યાં હતાં. ઇમરજન્સીમાં આવતા કોરોના દર્દીઓ માટે ઊભા કરાયેલા ટ્રાયજ વોર્ડમાં 98 દર્દીઓ દાખલ થયા છે. મે અને જૂનમાં પણ આવી પરિસ્થિતિ ન હોતી. એક જ દિવસમાં 98 દર્દીઓ દાખલ થયાનો આંકડો કોરોનામાં પહેલીવાર આવ્યો છે.

શું છે સુરત શહેરની સ્થિતિ..

સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 39657 પર પહોંચી ગયો છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1026 થયો છે. ગત રોજ શહેરમાંથી 149 અને જિલ્લામાં 62 દર્દીઓએ કોરોનાને માત આપતા રજા આપવામાં આવી હતી.જેથી રિકવર થનાર દર્દીઓની સંખ્યાનો આંકડો 37295 પર પહોંચી ગયો છે. સુરત સિટીમાં કુલ 28934 પોઝિટિવ કેસમાં 746ના મોત થયા છે. જ્યારે જિલ્લામાં કુલ 10723 કેસ પૈકી 280ના મોત થયા છે. સુરત શહેર જિલ્લામાં કુલ 39657 કેસમાં 1026ના મોત થયા છે. સુરત સિટીમાં અત્યાર સુધીમાં કુલ 27280 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામાં કુલ 10015 દર્દી સાજા થયા છે. આમ સિટી અને જિલ્લા મળી કુલ 37295 દર્દી કોરોનાને માત આપી ઘરે પહોંચ્યા છે. સિવિલ હોસ્પિટલમાં 92 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 33 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 1 વેન્ટિલેટર, 12 બાઈપેપ અને 20 દર્દીઓ ઓક્સિજન પર છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં 23 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી 19 દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં 4 વેન્ટિલેટર, 6 બાઈપેપ અને 9 દર્દીઓ ઓક્સિજન પર છે.

સુરતમાં સરકારી હોસ્પિટલોમાં શું સ્થિતિ છે?

ડોક્ટરોએ પહેલાથી જ શિયાળાના આરંભે જ ચેતાવણી આપી છે કે, આ સિઝનમાં ખાસી શરદીના દર્દીઓ વધતા હોય કોરોના સંક્રમણનું પ્રમાણ વધી શકે છે પરિણામે વધુ તકેદારી રાખવાની આવશ્યકતા છે અને કોરોના સામે તકેદારીના લેવાતા પગલાં જરૂર લેવા જોઈએ. ખાણીપીણીમાં પણ સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે.

Leave a Reply

Translate »