ખેડૂત આંદોલન અંગે પોપ સ્ટાર રિહાનાના ટ્વિટ બાદ ઘણા સેલેબ્સે પોતાની પ્રતિક્રિયા આપી. જ્યારે હવે સલમાન ખાને ખેડૂત આંદોલન અંગે સમજ સાથે પોતાનો પક્ષ રાખ્યો. એક કાર્યક્રમ દરમિયાન સલમાન ખાનને ખેડૂત આંદોલન અંગેના સવાલનો સામનો કરવો પડ્યો. આ અંગે સલમાને પોતાનો મત વ્યક્ત કર્યો.
સલમાન ખાનને ખેડૂત આંદોલન અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, હા, કહીશ. જરૂર કહીશ. યોગ્ય વસ્તુ થવી જોઇએ. બિલકુલ યોગ્ય વાત હોવી જોઇએ. બધાની સાથે યોગ્ય વસ્તુ થવી જોઇએ. આ રીતે સમલાન ખાને મ્યૂઝિક શોના લોન્ચિંગ પ્રસંગે પોતાનો મત વ્યક્ત કર્યો. બોલિવૂડના ત્રણ ખાનમાંથી સલમાન ખાને ખેડૂત આંદોલન અંગે પોતાનો મત વ્યક્ત કર્યો.