કોરોના પેશન્ટમાં બ્લેક ફંગસ વધી રહ્યો છે ને સરકારી નિયત્રંણ બાદ કંપનીઓએ ઈન્જેક્શનનો ભાવ વધાર્યો!

મ્યુકોરમાઇકોસિસની સારવારમાં ઉપયોગી એમ્ફોટેરેસિન-બી ઇન્જેકશન હવે સરકાર જ ખાનગી હોસ્પિટલોને આપશે અને તેના ભાવ પણ સરકારે જાહેર કર્યા છે. છ કંપનીઓના ઈન્જેક્શન અગાઉ રૂ. 2900થી રૂ.3300માં વેચાતા હતા. જ્યારે હવે સરકારની દરમિયાનગીરી બાદ તેના માટે દર્દીઓના પરિવારે રૂ. 4563થી માંડીને 5950 ચૂકવવા પડશે., કારણ કે ઇન્જેકશન બનાવતી ફાર્મા કંપનીઓએ એમઆરપી વધારી દીધી છે, જેથી સરકાપણ તે વધુ ભાવે ખરીદવા પડશે. સ્વાભાવિક રીતે તેનું દર્દીઓના પરિવારજનો પર આવશે.

મીડીયા રિપોર્ટ મુજબ ખાનગી હોસ્પિટલોમાં મ્યુકોરમાઇકોસિસની સારવાર લેતા દર્દીને સરેરાશ રોજનાં 3થી 5 અને કેટલાક દર્દીઓને 7 ઇન્જેકશન મૂકવા પડતાં હોય છે. મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન 90થી 140 જેટલાં ઇન્જેકશનો મુકાતાં હોય છે. આ સ્થિતિમાં જો એક ઇન્જેકશનદીઠ રૂ.2000 સુધીનું ભારણ સરકારી હાથ ફર્યા બાદ આવે તો ગત વેવના મ્યુકોરમાઇકોસિસની સરખામણીમાં 100 ઇન્જેકશનનો જ ખર્ચ 20 લાખ રૂપિયા સુધી વધુ ચૂકવવો પડશે. ગુજરાતના કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશનના પ્રમુખ અલ્પેશ પટેલએ મીડીયાને કહ્યું હતું કે, ભારત સીરમની એમ્ફોટેરેસિન ત્રણ મહિના અગાઉ માંડ રૂ.2900માં મળતી હતી, જેનો ભાવ રૂ.5071 નક્કી કરાયો છે. જ્યારે સન ફાર્માની રૂ. 3300ની આસપાસ હતી જે રૂ.4563ની મળશે. મ્યુકોરમાઇકોસિસના કેસ વધી રહ્યા છે ત્યારે સરકારે કંપનીઓના ભાવ પર નિયંત્રણ મૂકવાની જરૂર છે.

Leave a Reply

Translate »