વેક્સિનના પહેલા ડોઝ પછી એન્ટીબોડી ડેવલપમેન્ટ નથી થઈ, શું કારણ હોઈ શકે?

વેક્સિનના પહેલા ડોઝ પછી એન્ટીબોડી ડેવલપમેન્ટ નથી થઈ, શું કારણ હોઈ શકે?

સ્ટોરી: રાજા શેખ (98980 34910)

દેશમાં કોવિશિલ્ડની બે ડોઝ વચ્ચેનો સમય અંતરાલ ચાર-છ અઠવાડિયાથી વધારીને ચાર-આઠ અઠવાડિયા સુધી કરવામાં આવ્યો છે, જ્યારે કોવાક્સિન વિશે આવી કોઈ જાહેરાત હાલ કરવામાં આવી નથી. આનાથી ઘણી મૂંઝવણો પેદા થઈ રહી છે. તેવામાં સવાલ બધાને પરેશાન કરે છે કે, એક ડોઝ લીધા બાદ એન્ટીબોડી ડેવલપમેન્ટ થાય છે કે કેમ? અને કેટલી થાય? અગર નહીં થાય તો બીજા ડોઝ પછી તે બની શકે કે કેમ? તે અંગે કેટલાક ડોક્ટરોના અભિપ્રાયો જે વિવિધ માધ્યમોમાં ઉપલબ્ધ છે તે અહીં અમે આપ સમક્ષ મુકી રહ્યાં છે. ઉપરાંત અમે પોતે ગુજરાત સરકારની કોરોના અને વેક્સિન અંગેની હેલ્પલાઈન નંબર 1075 પર વાત કરી અને પૂછ્યું કે કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ લીધાને 40 દિવસ બાદ અમે એન્ટીબોડી ટેસ્ટ કરાવ્યો છે ત્યારે અમારા એન્ટીબોડી રિપોર્ટમાં તેના બાયોલોજિકલ રેફરન્સ ઈન્ટરવલ મુજબની જે માત્રા હોય છે (કટ ઓફ ઈન્ડેક્સ 1.4 , અગર તેનાથી ઓછુ હોય તો એન્ટીબોડી નેગેટિવ અને તેનાથી વધુ હોય તો એન્ટીબોડી પોઝિટિવ એટલે કે એન્ટીબોડી બન્યુ હોય) તેનાથી ઓછુ 0.40 ઈન્ડેક્સ આવ્યું છે તો તેનું શું કારણ? શું વેકિસન કારગર નથી નીવડી? શું ખોરાક અને રહેણીકરણીની કોઈ અસરને કારણે એન્ટી બોડી નથી બની? શું બીજા કોઈ શારિરીક ફેરફારના કારણો છે? તે પણ જાણવાનો પ્રયાસ કર્યો… તો ફોન પર મૌજૂદ ડોક્ટરે અમને શું કહ્યું… જાણો તેમના જ શબ્દોમાં…

ડોક્ટરે નિયમ મુજબ નામ ન બતાવવાની શરતે અમને કહ્યું કે..

‘‘ બીજા ડોઝ બાદ તમારામાં જરૂર પ્રોપર એન્ટીબોડી ડેવલપમેન્ટ થશે. ઘણીવાર વેક્સિન પ્રોપર પ્રિઝર્વ ન થઈ હોય તો તેવું બની શકે છે. વેક્સિન લીધા બાદ પ્રોપર બે-ચાર દિવસ આરામ કરવો પણ જરૂરી છે. ’’ અમે ખાવા-પીવા કે ઉપવાસ વગેરે શું અસર કરી શકે તે મતબલબનો સામો સવાલ પૂછ્યો? તો ડોક્ટરે કહ્યું કે, ‘‘ તે પણ રોલ ભજવી શકે છે. જુદી જુદી માનવીની બોડી મુજબ એન્ટી બોડી ડેવલપમેન્ટ થતા હોય છે. સરકારી ગાઈડલાઈન મુજબ આપ બીજો ડોઝ 90 દિવસ દરમિયાન લઈ લેજો. જરૂર એન્ટીબોડી બનશે.’’ અમે પુછ્યુ કે હાલ 45 દિવસ બાદ બીજો ડોઝ લઈએ તો અને અમે ફ્રન્ટ લાઈન વોરિયર છે તો મળી શકે છે ને .? હેલ્પલાઈનના ડોક્ટરે જવાબ આપ્યો કે., ‘‘અગર વેક્સિન અવેલેબલ હોય તો આપ લઈ શકો છો.’’

સુરતના જાણીતા એમડી ડો. રમેશ મોદીએ કહ્યું કે, પહેલા ડોઝ પછી ઘણાંને એન્ટીબોડી ડેવલપમેન્ટ ન પણ થાય પણ તેમાં ચિંતાની કોઈ વાત નથી. શારિરીક રચનાઓને આધારે એવું થતું હોય છે. બીજા બુસ્ટર ડોઝ પછી એન્ટીબોડી ડેવલપમેન્ટ થશે. જે વેક્સિનનો પહેલો ડોઝ લીધો હોય તેનો જ બીજો ડોઝ તેના સમયે લઈ લેજો.

હેલ્પલાઈન પર આવા સવાલો પણ પુછાય રહ્યાં છે

કોરોનાના બીજા કહેર બાદ ઘણાં લોકો સલામતિ મેળવી લેવા માટે વેક્સિનેશન તરફ વળ્યા છે પરંતુ હાલ બુકિંગ મળવું મુશ્કેલ બન્યું છે. આવામાં લોકોના મનમાં વેક્સીનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યાં છે. લોકો રસીકરણ કેન્દ્ર પર ફોન કરીને અજીબ અજીબ સવાલો કરી રહ્યાં છે. બે અલગ અલગ કંપનીની વેક્સીન લેવાય કે નહિ, બે વેક્સીનના ડોઝમાં કેટલું અંતર વગેરે .રાજ્યમાં હાલ કોવેક્સિન અને કોવિશિલ્ડ એમ બે પ્રકારની વેક્સીન આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ વેક્સીનના બે ડોઝ વચ્ચેનુ અંતર 84 દિવસનું હોવુ જોઈએ. પરંતુ લોકો હેલ્પલાઈન પર સતત ફોન કરીને સવાલો કરી રહ્યાં છે. રાજ્યભરમાંથી રોજ સરેરાશ 1200 થી વધુ ફોન આવે છે. જેમાં તેઓ અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે.  વેક્સીનનો પહેલો ડોઝ લીધો હોય તો બીજી કંપનીના ડોઝ લઈ શકાય. કોવિશિલ્ડનો પહેલો ડોઝ લીધો હોય તો ફરીથી કોવેક્સિનના ડોઝ લઈ શકાય કે નહિ તેવા સવાલો લોકોને થઈ રહ્યાં છે. જોકે, જવાબ ના છે. હેલ્પલાઈન 1075 પર લોકો સતતા આ સવાલોનો મારો કરી રહ્યાં છે. 

મીડીયાએ એક્સપર્ટ પાસે મેળવેલા કેટલાક સવાલોના જવાબો
સવાલ: અમને શા માટે બીજા ડોઝની જરૂર છે અને તમે તે કેવી રીતે કાર્ય કરે છે તે સમજાવી શકશો?
પ્રથમ ડોઝ પ્રારંભિક રોગપ્રતિકારક પ્રતિભાવ સાથે શરીરને એક્ટિવ બનાવે છે. પ્રથમ ડોઝ પછી બે-ત્રણ અઠવાડિયા પછી, શરીર કોવિડ -19 સામે રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે, જો કે, આ પ્રતિરક્ષા આઠ અઠવાડિયા પછી ઓછી થાય છે. બીજી માત્રા પ્રતિરક્ષાના સમયગાળાને વેગ આપે છે.

સવાલ: બીજા ડોઝ પછી કોવિડ -19 સામે પ્રતિરક્ષા કેટલો સમય ચાલશે?
આના જવાબ માટે આપણી પાસે પૂરતું સંશોધન નથી. જો કે, કોવિડ -19 એ આરએનએ-વાયરસ છે; અને આ વાયરસ ખૂબ જ ઝડપથી પરિવર્તિત થાય છે. તેથી તે માનવું વ્યાજબી છે કે રસી નવા વેરિયન્ટ સામે લડવામાં મદદ કરશે નહીં. આપણે આ ફ્લુ-રસી જેવું જોવાની જરૂર છે જે લોકોને દર વર્ષે મળે છે. કોવિડ -19 વારંવાર ઈન્ફલ્યુએન્ઝા વાયરસની જેમ પરિવર્તિત થાય છે. આપણે દર વર્ષે પોલિયો અથવા ઓરીની રસી મેળવવાની જરૂર નથી, કારણ કે વાયરસના હિસાબે તે ધીમે ધીમે પરિવર્તન થાય છે.

સવાલ: સરકારે બે કોવિશિલ્ડ ડોઝ લેવા વચ્ચેનો સમય વધાર્યો છે. આ કેમ છે?
જાહેર આરોગ્યની સ્થિતિથી, બે શોટ વચ્ચેના અંતરને વધારીને, ઉપલબ્ધ રસીઓ મોટી વસ્તી માટે, ખાસ કરીને અગ્રતાની સૂચિમાંના લોકો માટે સુલભ હશે. આ વધુ રસી બનાવવા માટે સમય આપશે. આગળ, અમારી પાસે વૈજ્ઞાનિક ડેટા છે જે બતાવે છે કે જ્યારે રસીની અસરકારકતા નોંધપાત્ર પ્રમાણમાં વધારે હોય છે જ્યારે બીજી માત્રા 6-8 અઠવાડિયાની વચ્ચે આપવામાં આવે છે. બીજા ડોઝના બે અઠવાડિયા પછી, રસીની અસરકારકતા લગભગ 80 ટકા જેટલી થાય છે. કેટલાક અભ્યાસોએ બતાવ્યું છે કે જો રસીઓ 12 અઠવાડિયા સિવાય આપવામાં આવે તો અસરકારકતામાં થોડો વધુ સુધારો થઈ શકે છે, પરંતુ અમારી પાસે આની ભલામણ કરવા માટે પૂરતા ડેટા નથી. આદર્શરીતે, લોકોએ આઠ અઠવાડિયાના અંત સુધીમાં તેમનો બીજો શોટ મેળવવો જોઈએ.

સવાલ: શું આપણે પણ કોવાક્સિનનો બીજો ડોઝ લેવામાં વિલંબ કરવો જોઈએ?
ના. કોવાક્સિનનો બીજો ડોઝ ચાર અઠવાડિયાના અંતરાલમાં લેવો જોઈએ. અમારી પાસે આ સમયગાળા માટે જ તેને ટેકો આપવા માટે વૈજ્ઞાનિક અધ્યયન છે. એક્સ્ટેંશન ફક્ત કોવિશિલ્ડ માટે લાગુ પડે છે.
સવાલ: શું લોકોએ બીજા ડોઝ પછી મજબૂત લક્ષણો મેળવવાની ચિંતા કરવી જોઈએ?
ઘણા લોકો, જેઓ પ્રથમ ડોઝ દરમિયાન આડઅસરથી તીવ્ર અસરગ્રસ્ત હતા, બીજા પછી તે ખૂબ ઓછી આડઅસરો ધરાવતા હતા. જો કે, આ શરીરની પ્રકૃતિને આધીન છે. શરીર કેવી પ્રતિક્રિયા આપશે તે અંગે કોઈ નિશ્ચિત પેટર્ન નથી અને આ અંગે પૂરતા સંશોધન નથી.

સવાલ: ઘણા લોકોને આશ્ચર્ય થાય છે કે શું આ સમય માસ્ક અને સામાજિક અંતર છોડવાનો છે.?
ચોક્કસ નથી. શ્રેષ્ઠ રીતે આ રસી લગભગ 80 ટકા જેટલી અસરકારકતા ધરાવે છે; આનો અર્થ એ છે કે દર 10 માંથી 2 રસી વ્યક્તિઓ હજી પણ કોવિડ -19 માં ચેપ લાગવાની સંભાવના ધરાવે છે. તેથી માસ્ક પહેરવાનું અને અન્ય સલામતીનાં પગલાં ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે. જો કે, બંને ડોઝ લીધા પછી લોકો કોવિડ -19 થી મરી જવાની અથવા ગંભીર બિમાર થવાની ચિંતા મુક્ત થઈ શકે છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »