ઈમ્પેક્ટઃ ડાેર ટુ ડાેર ગાર્બેજના કાેન્ટ્રાક્ટરાેની ગાેબાચારી મામલે તપાસ શરૂ, 8 જણાંની ટીમ બનીઃ વચેટિયાઆેના ઉધામા

  • સ્ટાેરીઃ રાજા શેખ- 98990 34910


અમારા અહેવાલાેની અસર આખરે થઈ. સુરત મહાપાલિકાના આરાેગ્ય વિભાગ અને સાેલિડ વેસ્ટ વિભાગના અધિકારીઆેએ અમે એક પછી એક પુરાવા સાથે રજૂ કરેલા ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેક્શનમાં ગાેબાચારી, કામદારાેનું શાેષણ સહિતના મુદ્દે તપાસ શરૂ કરી છે.
સુરત મહાનગર પાલિકાના 8 ઝાેનના ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેકશનના કાેન્ટ્રાક્ટરાે દ્વારા થતી કેટલીક ગેરરીતી મામલે સાેલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જીપીએસ સિસ્ટમના છ મહિનાના (1 જાન્યુઆરીથી 30 જૂન 2021સુધી) ડેટા પણ ચેક કરવા માટે 8 જણાંની વિશેષ ટીમ બનાવવામાં આવી છે. સિટી ઈજનેર ને ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હાેસ્પિટલની મંજૂરીથી સાેલિડ વેસ્ટ વિભાગની બહારના કર્મચારીઆેની ટીમને આ કામે લગાવવામાં આવી છે. આ ટીમ 15 દિવસમાં તેનાે રિપાેર્ટ રજૂ કરશે. જેનાે એક રિપાેર્ટ મનપા કમિશનર બંછાનિધી પાનીને સાેંપવામાં આવશે. સાેલિડ વેસ્ટના અધિકારી જ્વંલત નાયકે કહ્યું કે, અગર ગાડીઆેનું મુવમેન્ટ અંદરાેઅંદર કરીને ખાેટી રીતે મુવમેન્ટ હશે, વજનમાં વેરિયેશન હશે, જેસીબીથી ગાડીઆે ભરાય છે તે, શંકા મુજબની બાબતાે સામે આવશે તાે તેમની સામે દંડનીય કાર્યવાહી ઉપરાંત એક એક રૂપિયાે વસૂલ કરવામાં આવશે. હાલ સેન્ટ્રલ ઝાેનના કાેન્ટ્રાક્ટર જીગર ટ્રાન્સપાેર્ટની ગાડીઆેનું એનાલિસીસ શરૂ કરાયું છે અને તેની લગભગ 50 હજાર ટ્રીપાેનું ઝીણવટભર્યું એનાલિસીસ કરવામાં આવશે. વારાફરતી તમામ ઝાેનમાં આ તપાસનાે ધમધમાટ જાેવા મળશે. કમિશનરને રિપાેર્ટ કર્યા બાદ શરતચૂક હશે તાે મનપાને થયેલા નુકશાનીનાે એકએક રૂપિયાે વસૂલવામાં આવશે. નાયકે કહ્યું કે તમામ ઝાેન કક્ષાએ પણ કહેવાયું છે કે, અહેવાલાે મુજબ તપાસ કરવામાં આવે. બીજી તરફ, તપાસને કારણે કાેન્ટ્રાક્ટરાે અને આરાેગ્ય વિભાગ-સાેલિડ વેસ્ટ વિભાગના અધિકારીઆે વચ્ચે વચેટિયાની ભૂમિકા ભજવનારા લાેકાેએ તપાસ સંકેલાઈ જાય તે માટે ઉધામા શરૂ કર્યા છે. હંમેશા ચુનાે લગાડવાનું જ કામ કરનારા આ વચેટિયાઆે કાેન્ટ્રાક્ટરાે પાસેથી સાેપારી લઈને બધુ ઠરીઠામ થઈ જાય તે માટેની કવાયત તેજ કરી હાેવાની વિગતાે સાંપડી છે. જાેકે, આગામી દિવસાેમાં આ મામલે વિજિલન્સ તપાસ પણ સાેંપાય તેવા વર્તારા છે. કામદારાેએ પાેલીસ ફરિયાદ માટે પણ કવાયત શરૂ કરી છે.

  • ડાેર ટુ ડાેરમાં બિલ પાસ કરવાની સત્તા ઝાેન કક્ષાએ જેથી, થઈ રહ્યાે છે ખેલ
    ડાેર ટુ ડાેર ગાર્બેજ કલેક્શનમાં કામદારાેના શાેષણનાે મુદ્દાે પણ મુખ્ય છે. રૂ.21500 પગાર આ કામદારાેના બેંક એકાઉન્ટમાં ઉધારાય છે અને તેમના હાથમાં માત્ર રૂ. 7000 જ આપવામાં આવે છે. દરેક 8 ઝાેન મળીને 750થી વધુ કામદારાેનું શાેષણ થઈ રહ્યું છે ત્યારે તેમને શ્રમિક કાયદા મુજબ મિનિમમ વેઝિસ મુજબ પગાર ચુકવાય છે કે નહીં, તેમને પીએફ, ઈએસઆઈ વગેરે આપવામાં આવે છે કે નહીં, તે તમામ બાબતાે જાેવાનું કામ દરેક ઝાેન કક્ષાના નિમાયેલા અધિકારીઆેનું છે. કાેન્ટાક્ટરાે આ તમામ બાબતાેનું પાલન કરે છે તેવું સહી-સિકકા સાથેનું સર્ટિફિકેટ ઝાેન કક્ષાએથી મળ્યા બાદ જ કાેન્ટ્રાક્ટરાેને મનપા દ્વારા પેમેન્ટ ચુકવવામાં આવે છે. જે જાેતા લાગી રહ્યું છે કે, કાેન્ટ્રાક્ટરાે ભલે ગેરરીતી કરે પણ વર્ષાેથી તેમના બિલ બેધડક પાસ કરવામાં આવી રહ્યાં છે, જે સીધી રીતે ભ્રષ્ટાચાર તરફ અંગુલી નિર્દેશ કરે છે. તે માટે વિજિલન્સ તપાસ પણ જરૂરી છે. મનપા કમિશનર અને શાસકાે આંખ ખાેલે અને ઉચ્ચસ્તરિય તપાસ કરાવે તાે જ કામદારાેનું શાેષણ અટકશે અને મનપાને આર્થિક ચૂનાે પણ નહીં લાગે.

ડાેર ટુ ડાેરમાં થતા ખેલના અત્યારસુધીના તમામ અહેવાલાે વાંચવા નીચે આપેલી લિંક પર કલીક કરાે.

https://newsnetworks.co.in/2021/07/13/door-to-door-drivers-say-raju-and-vicky-are-forcibly-handed-over-to-the-scrap-transfer-center/
https://newsnetworks.co.in/2021/07/05/sales-instead-of-recycling-plastic-waste-collected-door-to-door/
https://newsnetworks.co.in/2021/07/04/why-is-the-health-department-slapping-ecoavision-with-ten-notices-on-fraudulent-activities/
https://newsnetworks.co.in/2021/07/02/extent-of-exploitation-in-surat-solid-west-department/
https://newsnetworks.co.in/2021/07/01/door-to-door-contractor-also-opened-a-dummy-account-in-the-name-of-the-workers-wife/
https://newsnetworks.co.in/2021/06/30/door-to-door-garbage-contractors-criminal-act-when-will-the-smc-register-a-criminal-case/
https://newsnetworks.co.in/2021/06/29/exploitation-door-to-door-garbage-workers-book-salary-is-21000-but-only-7000-is-paid/

Leave a Reply

Translate »