પ.બંગાળઃ જલપાઈગુડીમાં ધુમ્મસને લીધે ટ્રક સાથે ત્રણ વાહનો અથડાતાં 14નાં મોત

પશ્ચિમ બંગાળના ન્યૂ જલપાઈગુડીમાં ડમ્પર અને વે વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 13 લોકોનાં ઘટનાસ્થળે કમકમાટીભર્યાં મૃત્યુ થયાં છે. અકસ્માતમાં 18 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત મંગળવારે રાત્રે ધૂપગુડી નજીક સર્જાયો હતો. તમામ ઇજાગ્રસ્તોને જલપાઈગુડીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃત્યુ પામેલાઓમાં મોટા ભાગના વાનમાં સવાર હતા. આ લોકો કોઈ લગ્ન પ્રસંગથી પરત ફરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, ડમ્પરમાં બોલ્ડર ભેરેલા હતા. ડમ્પર મયનાગુડી જઈ રહ્યું હતું. સામેની તરફથી બે વાન આવી રહી હતી. પૂરઝડપે જઈ રહેલું ડમ્પર એક બાદ એક બંને વાન સાથે ટકરાઇને બેકાબૂ થઈ ગયું હતું. ડમ્પરમાં ભરેલા બોલ્ડર કેટલાંક વાહનો પર પડ્યા હતા. બેકાબૂ ડમ્પર અકસ્માત સર્જીને પલટી ગયું હતું. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે ડમ્પર એક ટ્રકને ઓવરટેક કરી રહ્યું હતું. એ જ સમયે સામેની તરફથી વાન આવી રહી હતી, જેને કારણે ડમ્પર અને વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જનાર ડમ્પરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.

માર્ગ અકસ્માતને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના મતે ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી બિલકુલ લો હતી અને ધુગપુડી તરફ રોંગ સાઈડમાં જઈ રહેલી ત્રણ જેટલી કાર સાથે પથ્થર ભરેલા ટ્રકની ટક્કર થઈ હતી. લગ્નની ખુશી મનાવવા જઈ રહેલા જાનૈયાઓની ત્રણ કારને અકસ્માત થતા હરખનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો. ઘાયલોને જલપાઈગુડીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ શોક વ્યક્ત કર્યો : કેન્દ્રની મૃતકોના પરિવારને રૂ. 2-2 લાખની સહાય

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જલપાઈગુડીમાં બનેલી માર્ગ અકસ્મતની ગોઝારી ઘટના બદલ દુઃખ વ્યક્ત કર્યું હતું. પીએમએ મૃતકોનના પરિવારજનોને રૂ. 2-2 લાખ તેમજ ઘાયલોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી. પથ્થર ભરેલા ટ્રકની હડફેટમાં જાનમાં જતી ત્રણ કાર આવતી ચાર બાળકો સહિત 14 લોકોના મોત થયા હતા. વડાપ્રધાન વતી તેમના કાર્યાલયે આ અકસ્માત અંગે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, આ અત્યંત દુઃખદ છે. આ દુઃખની ક્ષણમાં મૃતકોના પરિવાર માટે પ્રાર્થનાઓ. ઈજાગ્રસ્તો જલ્દીથી સ્વસ્થ થાય તેવી કામાના.

Leave a Reply

Translate »