રાજ્યમાં કોરોના કેસનો આંક 500ની નીચે, એકનું મોત: સુરત શહેરમાં 79 કેસ

રાજ્યમાં હાલ કોરોનાનાં કેસો 500ની નીચે આવી ગયા છે. તેમ છતા સરકારે કોરોના વેક્સીન વચ્ચે પણ કરફ્યુમાં કોઈ છુટછાટ આપી નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાનાં નવા 471 કેસો નોંધાયા હતા. જ્યારે એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. તો 727 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. સુરતમાં 91 કેસ સામે આવ્યા છે. જેમાં સુરત શહેરમાં 79 કેસ નોંધાયા છે. જોકે, મોત એક પણ નથી. સુરત સિટીમાં હજી પણ અઠવા ઝોનમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યાં છે. આજના આંક મુજબ 20 કેસ અઠવા ઝોનમાં નોંધાયા છે. જ્યારે રાંદેર ઝોનમાં 16 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ક્યાં કેટલા કેસ નોંધાયા

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલાં કોરોના કેસોની જિલ્લાવાર વિગતો જોઈએ તો અમદાવાદમાં 95 કેસ, એકનું મોત થયું હતું. સુરતમાં 91, વડોદરામાં 106, રાજકોટમાં 59 કેસ, ગાંધીનગરમાં 14 અને જૂનાગઢમાં 10 કેસ, જામનગર અને ભાવનગરમાં 7 – 7 કેસ, કચ્છમાં 10, આણંદ – મોરબીમાં 8 – 8 કેસ, ભરૂચમાં 7, અમરેલી – દાહોદમાં 6 – 6 કેસ, ગીર સોમનાથ – ખેડામાં 6 – 6, નર્મદામાં 5 કેસ, નવસારી – પંચમહાલમાં 5 – 5, સાબરકાંઠામાં 4 કેસ, દ્વારકા – મહેસાણામાં 3 – 3, અરવલ્લીમાં 2 કેસ, બનાસકાંઠા – મહિસાગરમાં 2 – 2, પાટણમાં 1 કેસ, છોટા ઉદેપુર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં 1 – 1 કેસ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યારસુધી 2.57 લાખ કેસ, 4371 દર્દીના મોત

રાજ્યમાં કોરોના કેસનો કુલ આંક 2,57,813 પર પહોંચ્યો છે. જ્યારે 4371 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 2,49,950 વ્યક્તિઓ રિકવર થયા છે. રાજ્યમાં હાલ કુલ એક્ટિવ કેસોની સંખ્યા 5491 પર પહોંચી છે. જેમાં 52 વ્યક્તિઓ વેન્ટિલેટર પર છે. તો 5439 દર્દીઓની હાલત સ્થિર છે. રાજ્યમાં કોરોના સામેનો રિકવરી રેટ 96.17 ટકા થયો છે.

Leave a Reply

Translate »