સુરતમાં વેક્સિન માટે લોકો અપોઈન્ટમેન્ટ લે છે પણ મુકાવા જતા નથી!! કેમ?

સુરતમાં કોરોના રક્ષક વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે પરંતુ ઘણાં એવા લોકો છે કે જેઓ વેક્સિન માટે એપાઈન્ટમેન્ટ લે છે પણ તે લેવા જતા નથી. પરિણામે ઘણાં ખરેખર લેવા જનારાઓને સ્લોટ ન મળતા તેઓ નાસીપાસ થઈ રહ્યાં છે અને આવા લોકો સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યાં છે. મહાપાલિકા પણ પ્લાનિંગ કરે છે પરંતુ રસી ન લેવા આવનારાઓથી પરેશાન છે. કેન્દ્ર સરકાર દ્વારા 1 મેંથી 18 વર્ષથી વધુ વયના લોકો માટે કોરોના રસીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 18 વર્ષથી વધુ વયના લોકો રસી માટે ઉત્સાહિત છે. જેના લીધે સ્લોટ પણ નથી મળતા. પરંતુ સુરતમાં રસીકરણ પ્રત્યે નિરસતા જોવા મળી છે. સુરતમાં દરરોજ 20 હજારથી વધુ લોકો સ્લોટ બુક કરાવે છે, પરંતુ તે પૈકી 18500 જેટલા જ લોકો રસી લેવા માટે આવે છે. તેથી છેલ્લા 10 દિવસ 10 હજારથી વધુ લોકો સ્લોટ બુક કરાવ્યા બાદ રસી લેવા આવ્યા નથી. સ્લોટ બુક કરાવી રસી લેવા ના આવતા લોકો પર કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

નોંધનીય છે કે, સ્લોટ બુકીંગ કરાવ્યા પછી પણ લોકો કોરોના રસી મુકાવવા માટે નહી જતા હોવાથી રસીનો બગાડ થતો હોવાની ફરીયાદ પણ ઉઠી છે. 1 વાયલમાં 10 લોકોને રસી આપી શકાય પરંતુ ઓછા લોકો આવતા હોવાથી બગાડ પણ થઇ રહ્યો છે. ગુજરાતમાં અત્યારસુધી ( 31 મેં) રસીકરણની વિગતો જોઈએ તો કુલ 2,00,317 લોકોનું રસીકરણ થયું છે. કોરોના રક્ષક રસી જ તેના વ્યાપ ફેલાવાથી બચાવી શકે છે અને આગામી સમયમાં લોકોને વધુ છુટછાટ આપી શકે છે. ત્યારે લોકો સ્લોટ બુક કરાવી ન જતા હોવાથી ચિંતા વધીછે.

ઉલ્લેખનીય છે કે, ઘણાં લોકો સ્લોટ બુક કરાવ્યા બાદ શારીરિક સમસ્યા ઊભી થાય તેવો ડર રાખી રહ્યાં છે. ઘણાં ધડ-માથા વિનાના મેસેજ સોશ્યલ મીડીયા પર એવા ફરી રહ્યાં છે કે, રસી લીધાના બે વર્ષમાં મૃત્યુ થશે. શરીરમાં બ્લડ જામી જવાની ફરિયાદ ઊભી થશે તો? વગેરે અનેક બાબતો મગજમાં ઘર કરી જવાને કારણે પણ કેટલાક રસી લેવાથી બચી રહ્યાં છે.

Leave a Reply

Translate »