સુરતમાં વેસુ, સારોલી, પાલ, ઉત્રાણ અને અલથાણ નામના નવા પોલીસ સ્ટેશન બનશે

ગુજરાતના ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં મંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરના ચોતરફી વિકાસને ધ્યાને રાખી આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા સુદઢ કરવા માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મજુર કરવામાં આવ્યા છે. જેમાં વેસુ, સારોલી, અડાજણમાંથી પાલ પો.સ્ટેશન, અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્રાણ, ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે. નવા પોલીસ સ્ટેશનો મળવાથી પોલીસ સ્ટેશનો પરના ભારણમાં ઘટાડો થશે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી રીતે થઈ શકશે. શહેરના મહેકમમાં વધારો કરીને નવા 1956 જેટલા ઉચ્ચ અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓના મહેકમમાં વધારો કર્યો છે.

સુરતમાં 590 સીસીટીવી કેમેરા વધારાશે, રાજ્યની પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે

રૂા.80 લાખના ખર્ચે આધુનિકરણ થયેલા પાંડેસરા પોલીસ ભવનનું લોકાર્પણ કરતા ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા

સુરતમાં સેફ સીટી હેઠળ 631 અને સ્માર્ટ સીટીમાં 155 મળી કુલ 786 સી.સી.ટીવી કેમેરા હતા. જેમાં આગામી દિવસોમાં વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ નવા 590 સી.સી.ટીવી કેમેરા લગાવવાથી 1376 સી.સી.ટી.વી.કેમેરાથી શહેરને સજ્જ કરવામાં આવશે. સી.સી.ટીવીનું નેટવર્ક વર્ષ-2020-21 અને 2021-22 માટે 21.16 કરોડ મજુંર કરવામાં આવ્યા છે. વાહનો માટે ત્રણ કરોડ તથા 1.23 કરોડના ઈકવીટમેન્ટ માટે મજુર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સ્માર્ટ અને શાર્પની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય તે માટે રાજયભરમાં 71 કરોડના ખર્ચે 10 હજાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવશે તેમ મંત્રીએ કહ્યું હતું.

પ્રદેશ અધ્યક્ષે મહેકમ વધારવા માંગ કરી

ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ શહેર માટે પોલીસ મુખ્ય મથક ખાતે પોલીસ જવાનો માટે ડાઉનીગ હોલ તથા પોલીસ કેન્ટીનનું લોકાર્પણ કર્યું હતું.


સાંસદ સભ્ય અને પ્રદેશ ભાજક્ષ પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શહેરમાં પોલીસની ઉત્તમ કામગીરી થઈ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સગીન બનાવવા સારૂ મહેકમમાં હજી વધારો કરવાની આવશ્યકતા છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં શહેરમાં હાઇએસ્ટ ગુનાઓમાંથી 80 ટકા ડિટેકટ કરવામાં પોલીસે સફળતા મેળવી છે. કમિશનરશ્રીએ પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા ગુના નિવારણ, ટ્રાફીક, મિકલત સંબધિ અટકાયતી પગલાઓ, પાસા હેઠળની કાર્યવાહી, પોલીસ કોવિડ હેલ્પલાઈન, સીનીયર સીટીઝનો માટે પોલીસનો માનવીય અભિગમ, ડ્રગ્સ ગાજાનો વેપલો કરતી આંતરરાજય ગેગો વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.

Leave a Reply

Translate »