સુરત આરટીઓ દ્વિ-ચક્રીય વાહનોના પસંદગીના ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઓક્શન કરશે

.

સુરત:સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વિ-ચક્રીય વાહનોના GJ05.KU સિરીઝના ગોલ્ડન અને સિલ્વર પસંદગીના નંબરોનું ઓનલાઈન ઈ-ઓક્શન શરૂ કરવામાં આવશે. આ ઈ-હરાજી માટે રજિસ્ટ્રેશન તા.૧૮ નવે.થી તા.૨૦ નવે.ના રોજ થશે. હરાજી તા.૨૧થી ૨૨ મી નવે. દરમિયાન કરવામાં આવશે.

ગોલ્ડન નંબરો….
પસંદગીના ગોલ્ડન નંબરોમાં ૧, ૫, ૭, ૯, ૧૧, ૯૯,,૧૧૧, ૩૩૩, ૫૫૫, ૭૭૭, ૭૮૬, ૯૯૯, ૧૧૧૧, ૧૨૩૪, ૨૨૨૨, ૩૩૩૩, ૪૪૪૪, ૫૫૫૫, ૭૭૭૭, ૮૮૮૮, ૯૦૦૦, ૯૦૯૦, ૯૦૯૯, ૯૯૦૯, ૯૯૯૦ અને ૯૯૯૯ ઉપલબ્ધ છે, જે માટે રૂ.૮૦૦૦ નો દર છે. જ્યારે સિલ્વર નંબરોમાં ૨, ૩, ૪, ૮, ૧૦, ૧૮, ૨૭, ૩૬, ૪૫, ૫૪, ૬૩, ૭૨, ૮૧, ૯૦, ૧૦૦, ૧૨૩, ૨૦૦, ૨૨૨, ૨૩૪, ૩૦૦, ૩૦૩, ૪૦૦, ૪૪૪, ૪૫૬, ૫૦૦, ૫૬૭, ૬૦૦, ૬૭૮, ૭૦૦, ૭૮૯, ૮૦૦, ૮૮૮, ૯૦૦, ૯૦૯, ૧૦૦૦, ૧૦૦૧, ૧૦૦૮, ૧૧૮૮, ૧૮૧૮, ૧૮૮૧, ૨૦૦૦, ૨૩૪૫, ૨૫૦૦, ૨૭૨૭, ૨૭૭૨, ૩૦૦૦, ૩૪૫૬, ૩૬૩૬, ૩૬૬૩, ૩૬૬૩, ૪૦૦૦, ૪૪૫૫, ૪૫૪૫, ૪૫૫૪, ૪૫૬૭, ૫૦૦૦, ૫૦૦૫, ૫૪૦૦, ૫૪૪૫, ૫૪૫૪, ૬૦૦૦, ૬૩૩૬, ૬૭૮૯, ૭૦૦૦, ૭૦૦૭, ૭૨૨૭, ૭૨૭૨, ૮૦૦૦, ૮૦૦૮, ૮૦૫૫, ૮૧૧૮ અને ૮૧૮૧ ઉપલબ્ધ છે. જે માટે રૂ.૩૫૦૦ નો દર છે. આ સિવાયના નંબરો માટે રૂ.૨૦૦૦ નો દર રહેશે.

અહીં કરવી અરજી
પસંદગીનો નંબર મેળવવા ઇચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવીને જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજિસ્ટ્રેશન કરવું. જેનો યુઝર આઇ.ડી. અને પાસવર્ડ તૈયાર કરી વાહનવ્યવહાર કમિશનરશ્રીની કચેરીના નિયત સૂચનાઓ મુજબ ભાગ લેવાનો રહેશે. પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઇનવોઇસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઇસનો કોઇ નંબર નહિ મેળવે અથવા ઉપલબ્ધ નબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ફાળવી શકાશે નહિ તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવામાં આવશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે. ૬૦ દિવસની મર્યાદાના કારણે કામચલાઉ નોંધણી પ્રમાણપત્રની ૩૦ દિવસની મર્યાદામાં વધારો કરવાની કોઇ જોગવાઇ નિયમોમાં કરવામાં આવી નથી. કામચલાઉ નોંધણી પ્રમાણપત્ર પૂરું થયા બાદ તેમનું વાહન અનરજિસ્ટર્ડ ગણાશે, અને આવા અનરજિસ્ટર્ડ વાહનનો જાહેર ઉપયોગ કરી શકાશે નહિ.

આ નિયમ પાળવાના રહેશે
અરજદારે હરાજીની પ્રક્રિયા પૂરી થયાના ૫ દિવસમાં બીડ એમાઉન્ટના નાણાં જમાં કરાવવાના રહેશે. જેમાં નિષ્ફળ જશે તો મૂળ ભરેલી રકમ (Base Price) ને જપ્ત કરી ફરીવાર હરાજી કરાશે. અરજદારે RBI દ્વારા નક્કી કરેલા દરે ચાર્જ ચૂકવવાનો રહેશે. અસફળ અરજદારે રિફંડ માટે હાલની મેન્યુઅલ પદ્ધતિ પ્રમાણે નાણા પરત કરવાના હોવાથી નેટ બેન્કિંગ, ક્રેડિટ-ડેબિટ કાર્ડથી ચૂકવણું કર્યું હોય તે જ મોડથી નાણા અરજદારના તે જ ખાતામાં SBI E-PAY દ્વારા પરત કરવામાં આવશે એમ તેમ ઈ.ચા.પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Translate »