દેશમાં કોરોના મહામારી સામે કોરોના રસીકરણ અભિયાનની શરુઆત આજથી થઇ ચૂકી છે. રસીકરણના પહેલા તબક્કા હેઠળ દેશભરમાં ૩૦ કરોડ લોકોને રસી લગાવવાની સરકારની યોજના પર માહિતી આપતાં કેન્દ્રિય સ્વાસ્થ મંત્રાલયે કહ્ના હતું કે, પહેલા દિવસે દેશભરમાં રસીકરણના ૩૩૫૧ કેન્દ્રોમાં ૧,૬૫,૭૧૪ લોકોને સાંજે ૫.૩૦ વાગ્યા સુધી રસી લગાવવામાં આવી હતી. દેશના ૧૧ રાજ્યોમાં કોવેક્સીન અને કોવિશીલ્ડ, ઍમ બંને કારની કોરોના વેક્સીનના ડોઝ લગાવવામાં આવ્યા હતા. આ રાજ્યોમાં અસામ, બિહાર, દિલ્હી, હરિયાણા, કર્ણાટક જેવા રાજ્યો રાજ્યો સામેલ હતા. જ્યારે બાકીના રાજ્યોમાં માત્ર કોવિશીલ્ડ વેક્સીન લગાવવામાં આવી હતી.
કોરોના વેક્સીનના ખતરાથી લોકોને બચાવવા અને સુરક્ષિત રાખવા માટે શનિવારથી સમગ્ર દેશમાં કોવિડ વેક્સિનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું. પહેલા દિવસે ઘણા સ્વચ્છતા કર્મચારીઓ અને સ્વાસ્થ્ય કર્મીઓને વેક્સીનનો ડોઝ આપવામાં આવ્યો. પરંતુ કેટલીક જગ્યાઓ પર વેક્સીન લાગ્યા બાદ સામાન્ય પરેશાનીઓની ફરિયાદો આવી હતી. દિલ્હીમાં 52 સ્વાસ્થ્ય કર્મચારીઓને વેક્સીન અપાયા બાદ પરેશાની થવાની ખબર આવી છે. તેમાંથી બે સ્વાસ્થ્ય કર્મચારીઓએ વેક્સીનનો ડોઝ લીધાના અમુક કલાકો બાદ અલર્જીની ફરિયાદ કરી. કેટલાકને ગભરાટ થઈ, તેમાંથી એક કર્મચારીને AEFI સેન્ટર મોકલવાની જરૂર પડી હતી.