તમે ગુલાબી ચિત્ર બતાવી રહ્યાં છો, લોકડાઉન વિકલ્પ નથી: હાઈકોર્ટ આકરા પાણીએ

તમે ગુલાબી ચિત્ર બતાવી રહ્યાં છો, લોકડાઉન વિકલ્પ નથી: હાઈકોર્ટ આકરા પાણીએ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈ કરવામાં આવેલી અરજી પર હાલ હાઈકોર્ટમાં સુનાવણી ચાલી. જેમાં સિનિયર એડવોકેટ શાલીન મહેતાએ રજુઆત કરતાં કહ્યું,  કોરોનાની ચેઇન તોડવા માટે લોકડાઉન જ વિકલ્પ છે. હું માત્ર એમ જ નથી કહેતો દેશમાં પણ કેટલીક જગ્યાએ લોકડાઉન છે, ગઈકાલે કર્ણાટક સરકારે પણ લોકડાઉન જાહેર કર્યું. જર્મની, લંડન, સિંગાપોર અને ન્યૂઝિલેન્ડમાં પણ આ જ રીતે લોકડાઉનથી કોરોના પર કાબુ મેળવવાના પ્રયત્ન થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં પણ લોકડાઉનને કારણે કેસ સતત ઘટી રહ્યા છે આજે રાજ્યના દરેક નાગરિક પરેશાન છે ત્યારે 7થી 8 લોકો ધરે રહેશે તો આ ચેઇન તૂટશે.

ચીફ  જસ્ટિસે કહ્યું, કોરોનાના કેસો વધવાના છે અને જે રીતે વધી રહ્યા છે તેમાં કોરોના ની ચેન તોડવી જરૂરી છે. આ માટે શું પગલાં લેવા એ રાજ્ય સરકારે નક્કી કરવાનું છે. જસ્ટિસ ભાર્ગવ કારિયાએ કહ્યું, જમીન વાસ્તવિકતાને તમે સાચી રીતે રજૂ નથી કરી રહ્યા…કાગળ પર માત્ર ગુલાબી ચિત્ર જ બતાવી રહ્યા છો. જે જમીન હકીકતથી ઘણું ઘણું દુર છે.

રાજ્ય સરકારની કોરોનાની કામગીરી અંગે સુઓમોટો PIL પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે. સરકારે સુઓમોટો મામલે સોગંદનામું 74 પેજનું સોગંધનામુ કર્યું છે. આ સોગંધનામામાં રેમડેસિવિર અને RTPCR મામલે રજુઆત કરી છે. હાઇકોર્ટે સરકારને સવાલ કર્યો કે, 108 માં જ દર્દીઓનેને અમદાવાદની 4 હોસ્પિટલમાં એડમિશન આપવામાં આવ્યા છે. કેમ પ્રાઇવેટ વેહિકલમાં નથી આપતાં? છેલ્લી સુનવણીમાં પણ આ મુદ્દા પર અમે સ્પષ્ટતા માંગી હતી. તો એફિડેવિટમાં કેમ કોઈ સ્પષ્ટતા ન કરાઈ. સાથે જ હાઈકોર્ટેએ સરકાર ની ઝાટકણી કાઢીને કહ્યું કે, એબ્યુલન્સ મામલે પણ તમારું સ્ટેન્ડ વિરોધાભાસ છે. તમારી તૈયારી શુ છે? તમે માત્ર અમદાવાદની વાત કરો છે, રાજ્ય માટે શું પ્લાન છે. તમે માત્ર અમદાવાદ મનપાના વકીલ નથી. સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, સરકારની ગાઈડલાઈન કરતા અલગ ગાઈડલાઈન ના હોવી જોઈએ. કોઈ વ્યક્તિ નજીકના ગામમાં રહેતું હોય તો કેમ અમદાવાદમાં સારવાર ના કરાવી શકે. તમે માત્ર ગુલાબી પિક્ચર બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છો. આ ગ્રાઉન્ડ રિયાલિટી નથી. સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ આપ્યા કે, દરેક હોસ્પિટલે બહાર બોર્ડ લાગવવું જોઈએ કે ત્યાં કેટલા બેડ ખાલી છે, કેટલા બેડ ઓક્સિજન છે અને કેટલા બેડ ફૂલ છે. સ્ટાફની અછત હોય તો ઇન્ટર્ન સ્ટુડન્ટસને બોલવવા આવે તેવું સરકારને હાઈકોર્ટે નિર્દેશ આપ્યો. 

હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે, હાલ 14000 થી વધુ કેસ છે આગામી દિવસમાં કેસ વધ્યા તો સરકાર શુ કરશે? સરકાર સ્વીકારે કે તમામ વસ્તુની અછત છે અને હોસ્પિટલ ફૂલ છે, તો હવે સરકાર શું કરશે. આ સાથે જ હાઈકોર્ટે સરકારને નિર્દેશ કર્યો કે, રેમડેસિવિરને લઈ સરકાર કહ્યું કે, જે દર્દીઓને 6 રેમડેસિવિરની જરૂર છે તેમને 6 ઇજેક્શન આપો, 3 ઇજેક્શન આપી બંધ ન કરો. લોકડાઉન વિશે હાઈકોર્ટે સરકારને કહ્યું કે, લોકડાઉન એ નિરાકરણ નથી. અન્ય દેશ સાથે સરખામણી ન કરો. હવે આ મામલે વધુ સુનવણી મંગળવાર 4 મેના રોજ  હાથ ધરવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર યથાવત છે.  સોમવારે રાજ્યમાં પ્રથમ વખત 14340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 158 લોકોનાં મૃત્યુ થયા છે.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »