ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાત ભાજપની કોર ટીમ દ્વારા પ્રદેશ ચૂંટણી સમિતિ એટલે કે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની જાહેરાત કરવામાં આવી છે. ભાજપના નવા પાર્લામેન્ટરી બોર્ડમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉપમુખ્યમંત્રી નીતિન પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત આરસી ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી ઉપરાંત મંગુભાઈ પટેલ અને શંભુ પ્રસાદ ટુંડિયાની બાદબાકી કરવામાં આવી છે. ભાજપની પ્રદેશ ચૂંટણી સમિતિમાં કુલ 13 સભ્યો છે. પાર્લામેન્ટરીની નવી ટીમમાં 5 પટેલ, 1 કોળી ,1 ઠાકોર ,1 દલિત ,1 ક્ષત્રિય, 1 આદિવાસી અને એક મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. 13 પૈકી 4 સાંસદને સામેલ કરાયા છે.
ભાજપની પાર્લામેન્ટરી બોર્ડમાં આમને મળ્યું સ્થાન
1. સીઆર પાટીલ (પ્રદેશ પ્રમુખ)
2. વિજય રૂપાણી (મુખ્યમંત્રી)
3. નીતિન પટેલ (ઉપ મુખ્યમંત્રી )
4. પુરુષોત્તમ રૂપાલા
5. આરસી ફળદુ
6. ભુપેન્દ્રસિંહ ચૂડાસમા
7. જશવંતસિંહ ભાભોર
8. ભીખુભાઈ દલસાણિયા
9. રાજેશ ચૂડાસમા
10. કાનાજી ઠાકોર
11. સુરેન્દ્ર પટેલ
12. કિરીટ સોલંકી
13. પ્રદેશ પ્રમુખ, મહિલા મોરચો (જેનો સમવાશે થશે તે)