વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે પ્રશ્નાર્થ છે, ત્યારે ભારતની લોકશાહી મજબૂત અને અખંડ :-રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા સંસદીય પ્રણાલિકાનો આત્મા- :ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યા નાયડુ

લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, તે અંગે વિચાર કરી તેમાં સર્વસંમતિ સાધવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ -લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

લોકશાહીના જતન અને સંવર્ધન માટે મુખ્ય ત્રણ બંધારણીય આધારશીલા સંસદ, પ્રશાસન અને ન્યાયતંત્ર લોકહિતમાં સક્રીય રીતે કાર્યરત-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી
———
રાજપીપલા: સરદાર વલ્લભાઇ પટેલની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં યોજાઇ રહેલી બે દિવસીય ૮૦મી અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદનો આજે રાષ્ટ્રપતિ  રામનાથ કોવિંદે પ્રારંભ કરાવ્યો છે. લોકકલ્યાણના શુભાશયથી દેશનું સંચાલન કરતા ત્રણ મુખ્ય બંધારણીય આધારસ્તંભો સંસદ, ન્યાયતંત્ર અને પ્રશાસન બાબતે સમુદ્રમંથન કરવાનો કેવડિયા ખાતે પ્રારંભ થયો છે. આ પરિષદમાં તમામ રાજ્યોના વિધાનસભા-વિધાનપરિષદના અધ્યક્ષો અને અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું ઉદબોધન
વિશ્વના અનેક દેશોમાં લોકશાહી સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ભારતની લોકશાહી અખંડ અને મજબૂત છે. ભારત એ લોકશાહીનું જનક છે.
સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં આજનો દિવસ ગૌરવપૂર્ણ છે. સરદાર સાહેબની પ્રતિમાને statue of unity નો દરજ્જો ઉચિત છે. આ આપણા માટે પ્રસન્નતા અને ગૌરવની ઘટના છે, કારણ આપણે સૌ સરદારની સૌથી ઊંચી પ્રતિમાના સાનિધ્યમાં છીએ. એક સમયે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી હતું અને આજે સ્ટેચ્યુ ઑફ યુનિટી સૌથી ઉંચી પ્રતિમા છે.
આજે દેવઉઠી એકાદશી છે, આ દૈવી સંયોગ છે કે, આજથી માંગલિક કર્યો શરૂ થયા છે. આ કાર્ય પણ. આ ઐતિહાસિક કાર્યક્રમમાં સંમિલિત થવાની મને ખુશી છે.
સંવિધાન દિવસનું આપણા માટે વિશેષ મહત્વ છે. શ્રી વિઠ્ઠલભાઈ પટેલ કેન્દ્રીય વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ રહ્યા. જે સરદારના મોટાભાઈ અને ગુજરાતના હતા. શ્રી ગણેશ વાસુદેવ માવલંકર લોકસભાના પહેલા સ્પીકર બન્યા. યોગાનુયોગ તેઓ પણ ગુજરાતમાં જન્મ્યા હતા. ભારતમાં લોકતંત્રના પાયા મજબૂત છે. આપના પ્રાચીન ગ્રંથોમાં ગણતંત્રનો ઉલ્લેખ છે. બિહારના પ્રાચીન ગણરાજ્ય વૈશાલી કપિલવસ્તુનો ઉલ્લેખ છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની અપેક્ષા લોકપ્રતિનિધિઓ પાસેથી વધી છે. માધ્યમોના આ ગતિશીલ યુગમાં સંસદ, વિધાનસભાની કામગીરીનું જીવંત પ્રસારણ કરાય છે. આવા સમયમાં જનપ્રતિનિધિઓ સંસદીય પ્રણાલિકાનું પાલન કરે તેવું પ્રજા ઈચ્છે છે. આ વ્યવસ્થામાં વાદને વિવાદ ન બનાવતા સંવાદથી સમાધાન કરે. શિષ્ટ સંવાદથી લોક સમસ્યાનું નિરાકરણ લાવી કામ કરે. નિષ્પક્ષ કામગીરી અતિ આવશ્યક છે.
એક ગોવાળનું ઉદાહરણ આપી નિષ્પક્ષ ન્યાયની અને કામગીરીની ચર્ચા કરી તેમણે રાજા વિક્રમાદિત્યના ઉદાહરણથી સૌ નિષ્પક્ષતાથી વર્તન કરે તેમ જણાવ્યું હતું. તેમણે નિષ્પક્ષ અને નિર્ણાયક કાર્ય કરવા ઉપર ભાર મૂક્યો. સશક્ત લોકતંત્ર આ સંમેલનનો ઉદ્દેશ હોવો જોઈએ. ગરીબ, દલિત, પીડિત માટે કાર્ય થાય. તેમણે કહ્યું કે, આ માટે ઘોષણાપત્ર રજૂ થાય તે જરૂરી છે.
રાષ્ટ્રપતિશ્રીએ શ્રી અહેમદ પટેલના દુઃખદ નિધન બદલ તેમને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

ઉપરાષ્ટ્રપતિ  વૈંકૈય્યા નાયડુનું ઉદ્દબોધન
પરિષદમાં ભાગ લેવા પરત્વે વિશેષ ખુશીની અનુભૂતિ વ્યક્ત કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ઉત્તમ અને પ્રેરણાદાયી સ્થળ ગણાવ્યું હતું.
તમામ ત્રણેય સ્તંભોએ મજબૂતાઈથી કામ કરવું જોઈએ. આ સમારોહ સમયોચિત છે. આ ત્રણેય સ્તંભો વચ્ચે સંવાદિતા હોવી ખૂબ જ જરૂરી છે. જવાબદારી, સહકાર, સંકલન અને વિશ્વસનીયતા આ સંસદીય પ્રણાલિકાનો આત્મા છે. આ ત્રણેયમાં મોટું કોણ તે અંગે ચર્ચા અને ખેંચતાણ કરવાની જરૂર નથી. ન્યાયિક સંસ્થા વાલી છે, તો બાકીના બે સ્તંભો એકબીજાના પૂરક છે. માટે એક સામાન્ય હેતુ માટે સંવાદિતા સાધીને કાર્ય કરીએ. એકબીજાના પૂરક બનીને સમાજિક અને આર્થિક વિકાસ માટે પ્રયત્નશીલ બનીએ. યાદ રહે બધામાં બંધારણ સર્વોચ્ચ છે. આ તમામ બાબતોના અમલીકરણ માટે પીઠાસીન અધિકારીઓ આગળ આવે.
ચારિત્ર્યની જગ્યા ભ્રષ્ટાચાર લઈ રહ્યું છે તે પર ગંભીર ચિંતન કરવું રહ્યું. રાજકીય પક્ષો આ માટે ચિંતા અને ચિંતન કરે. સાંસદોની હાજરી, કામગીરી ઉપર ધ્યાન આપવામાં આવે. તમામને મારી અપીલ છે કે, લોકતંત્રની મજબૂતી માટે આપણે એક થઇએ.
ડીબેટ, ડિસ્કસ અને ડીસિઝન ઉપર ધ્યાન આપીએ તેમ કહેતા તેમણે ઉમેર્યું કે, બંધારણના આ પાસાનું કામ નિયત કરવામાં આવ્યું હોઈ, તેને અસરકારક ઢબે અમલમાં લાવીએ. આપણા ધર્મનું પુરી જવાબદારીથી નિર્વહન કરીએ.

લોકસભાના અધ્યક્ષ  ઓમ બિરલાનું ઉદબોધન ….

:
ભારતના બંધારણની રચનામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા રહેલી છે. ૭૧મા બંધારણીય દિવસની પૂર્વ સંધ્યાએ સરદારની પ્રતિમાના સાનિધ્યમાં અહી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આપણા સહુનું આ સમારોહમાં એકત્રિત થવું તે આનંદનો વિષય છે.
આપણા માટે પરમ સૌભાગ્યની બાબત તો એ છે કે, રાષ્ટ્રપતિ મહોદય આપણા આમંત્રણને માન આપીને સૌ પ્રથમ વખત કોઈ જાહેર કાર્યક્રમમાં અત્રે પધાર્યા છે.
સંસદમાં લોકોનો અવાજ મજબૂતાઈથી રજુ કરવાની જવાબદારી આપણા સૌની છે. ખાસ કરીને ત્રણેય સ્તંભો : ન્યાયપાલિકા, કાર્યપાલિકા તથા વિધાયિકા સાથે રહી, સંકલન રાખી, સુદ્રઢ બની કામ કરે તે જોવાનું કામ આપણું છે. લોકતંત્રમાં મતમતાંતર હોઈ શકે, તેમાં સુધારણા લાવી, આ અંગે વિચાર કરી તેમાં સર્વસંમતિ સાધવાનો આપણો પ્રયાસ હોવો જોઈએ.
૨૬ નવેમ્બરનો દિવસ લોકશાહીના ઇતિહાસમાં મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસને ‘બંધારણ દિવસ’/ ‘સંવિધાન દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ વર્ષને ‘પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ’ના શતાબ્દી વર્ષ તરીકે પણ મનાવવામાં આવે છે. ‘અખિલ ભારતીય પીઠાસીન અધિકારી પરિષદ’ (ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ)ની ઉજવણીનો પ્રારંભ વર્ષ ૧૯૨૧થી કરવામાં આવ્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં આ સંમેલનો અંતર્ગત લોકશાહી પ્રણાલિકાને મજબૂતાઈ આપવાની દ્રષ્ટિથી નવા વિચારો અને નવી પ્રણાલિકાના અનુભવોનું આદાન-પ્રદાન કરવાની સાથે આ મંચ અત્યંત પ્રભાવશાળી સાબિત થયો છે.
આ વર્ષે આ સંમેલનનો વિષય ‘સબળ લોકશાહી માટે વિધાયિકા, કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાનો આદર્શ સમન્વય’ છે . આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિચારવિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો – સંસદ – વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહયોગ, સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચાર કરશે.
આ પ્રસંગે લોકસભા અધ્યક્ષશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યકત કર્યો અને જણાવ્યું કે તેમણે જ અમને આ સ્થળે આ કોન્ફરન્સ યોજવા જરૂરી માર્ગદર્શન આપ્યું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ઉદ્દબોધન…

[contact-form][contact-field label=”Name” type=”name” required=”true” /][contact-field label=”Email” type=”email” required=”true” /][contact-field label=”Website” type=”url” /][contact-field label=”Message” type=”textarea” /][/contact-form]

અખિલ ભારતીય પીઠાસીન અધિકારીઓની પરિષદમાં સંબોધન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકશાહીના જતન અને સંવર્ધન માટે મુખ્ય ત્રણ બંધારણીય આધારશીલા સંસદ, પ્રશાસન અને ન્યાયતંત્ર લોકહિતમાં સક્રિય રીતે કાર્યરત હોવાનું જણાવ્યું હતું.
શ્રી રૂપાણીએ કહ્યું કે, આ વર્ષ આ પરિષદનું શતાબ્દી વર્ષ છે. તેથી આ પરિષદનું મહત્વ હજી વધારે છે. આ પરિષદમાં આપ સૌ દ્વારા વ્યક્ત કરવામાં આવેલા વિચારો અને બીજ આપણી પ્રણાલીને મજબૂત બનાવવામાં ઉપયોગી થશે. લોકશાહી અધિકારના આનંદ સાથે અમે ફરજ પાલનના માર્ગ પર પણ આગળ વધીશું.
લોકશાહીનું પ્રતિબિંબ જ્યાં ઝીલાય છે એવા ભારતીય બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરનું પુણ્ય સ્મરણ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ગુજરાતના બે વ્યક્તિઓએ બંધારણમાં મહત્વનો ફાળો આપ્યો છે, જેના આધારે આજે આપણે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે સ્થાપિત થયા છીએ.
મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વમાં ગુજરાતે ગુલામીના સમયગાળાથી દેશને મુક્ત કરવા, સ્વરાજ હાંસલ કરવાની ચળવળમાં દેશનું નેતૃત્વ કર્યું હતું.
ભારતીય વિદ્યા ભવનના સ્થાપકો અને સાહિત્યકારો કનૈયાલાલ મુનશી અને હંસાબેન જીવરાજ મહેતાએ બંધારણ સભાના સભ્યો તરીકે મૂલ્યવાન યોગદાન આપ્યું છે. આઝાદી પૂર્વે ભારતની પહેલી મધ્યસ્થ ધારાસભાના પ્રથમ ચૂંટાયેલા પ્રમુખ શ્રી વિઠ્ઠલભાઇ પટેલ અને સ્વતંત્ર ભારતની પ્રથમ લોકસભાના પ્રમુખ શ્રી ગણેશ માવલંકર ગુજરાતનાં હતાં. સ્વરાજના આર્કિટેક્ટ એવા બે ગુજરાતીઓ સાથે, સંસદીય વ્યવસ્થાને મજબૂત કરવા ગૃહના પ્રથમ ડિરેક્ટર પણ બે ગુજરાતી રહી ચૂક્યા છે.
આપણા બંધારણમાં સાર્વભૌમત્વ અને સંયુક્ત રાષ્ટ્રની કલ્પના સાકાર કરવા માટે સરદાર સાહેબે ૫૬૫ દેશી રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકૃત કરીને વિશેષ ફાળો આપ્યો છે. એટલા માટે આજે કચ્છથી કટક અને દ્વારકાથી દિબ્રુગઢ સુધી ભારત માતા એક અને અખંડ છે.
હવે, સ્વરાજ્યને સુરાજ્યમાં પરિવર્તિત કરીને ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પનાના પ્રેરણાસ્ત્રોત પણ બે ગુજરાતી સપૂતો, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ છે, જેનું અમને ગર્વ છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૧૫થી સમગ્ર દેશમાં ૨૬ નવેમ્બરને બંધારણ દિન તરીકે મનાવવાની શરૂઆત થઇ છે, એ બાબતનો મુખ્યમંત્રીશ્રીએ વિશેષ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, મા ભારતીને વિશ્વના સર્વોચ્ચ સ્થાને સ્થાપિત કરવાના વડાપ્રધાનશ્રીના સ્વપ્નને સાકાર કરવા સૌ પોતાનું યોગદાન આપે.
તેમણે ગુજરાતની પવિત્ર ભૂમિનો ચિતાર આપતાં કહ્યું કે, ભગવાન શ્રી કૃષ્ણનું ધામ દ્વારકા, દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ, ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો, કચ્છનું વિશાળ રણ, એશિયન સિંહ, ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ, ચાંપાનેર અને વર્લ્ડ હેરિટેજ સાઇટ રાણીની વાવ જેવી પર્યટન વિવિધતા છે. તેવી જ રીતે મેન્યુફેક્ચરિંગ હબ, ઉદ્યોગો અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા સી-પ્લેનની સેવાઓ સાથે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ  રાજેન્દ્ર ત્રિવેદીનું ઉદ્દબોધન…

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કોન્ફરન્સમાં ઉપસ્થિત સૌ પદાધિકારીઓનું પાવન ધરતી પર સ્વાગત કરતાં કહ્યું કે, આ પરિષદ ગુજરાતમાં યોજાઈ રહી છે તે સૌ ગુજરાતીઓ માટે ગૌરવરૂપ છે. કેમ કે આવી પરિષદ રાજ્યમાં સૌ પ્રથમ વાર યોજાઈ રહી છે, અને એમાં પણ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકૈય્યા નાયડુ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિ આ કોન્ફરન્સનું ગૌરવ વધારી રહી છે.
મા નર્મદાની ગોદમાં લોહપુરુષ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ખાતે યોજાઈ રહેલ આ કોન્ફરન્સ સરદાર સાહેબના અખંડ ભારતના એકતાના પ્રતીક સમી બની રહેશે. ગુજરાતના સપૂત સરદાર સાહેબના “સ્ટેચ્યુ ઓફ યુનિટી”ના નિર્માણનો સંકલ્પ તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો, એ તેમણે પૂર્ણ કરી દેશની એકતાને જોડવા માટેનો અપ્રતિમ પ્રયાસ કર્યો તે વિશ્વમા ગુંજતો થયો છે. કેવડીયા ખાતે “સ્ટેચ્યુ ઓફ યુનિટી” ના પ્રોજેક્ટ અંતર્ગત પ્રવાસનને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ પ્રકલ્પોનુ નિર્માણ કરાયું છે.
વડાપ્રધાનના “સૌનો સાથ-સૌનો વિકાસ”ના મંત્રને મૂર્તિમંત કરવા માટે ગુજરાતનું વિકાસ મોડેલ આજે દેશનું રોલ મોડેલ પુરવાર થયું છે. તેમણે ઉમેર્યું કે, સમૃદ્ધ લોકશાહીના જતન અને સંવર્ધન માટે કેવડીયા ખાતે યોજાઈ રહેલી આ પરિષદમાં વિવિધ રાજ્યોના અધ્યક્ષશ્રીઓ, અને ઉપાધ્યક્ષશ્રીઓ દ્વારા હાથ ધરાયેલ નવીન આયામોના આદાન-પ્રદાન થકી સમૃદ્ધ લોકશાહીના જતન માટે નવી આશાનું કિરણ લાવશે, તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા  અધીર રંજન ચૌધરીએ આ કાર્યક્રમ આયોજિત કરવા બદલ અને નિમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્ઞાતિ, જાતિ, ધર્મથી ઉપર ઊઠવાનો સરદાર પટેલનો સંદેશ અહીંથી સૌને મળે છે. સરદાર દેશની ઐક્યનું પ્રતીક છે. આ પ્રસંગે દેશના બંધારણના ઘડવૈયા બાબા સાહેબને શ્રી ચૌધરીએ યાદ કર્યા હતા.
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૬મી નવેમ્બરને બંધારણ દિવસ ઉજવવાનો પ્રારંભ કર્યો હતો, આ દેશના લોકતાંત્રિક મૂલ્યોનો લોકોએ સ્વીકાર કર્યો છે. બિહારના વૈશાલી નું ઉદાહરણ આપીને આ બાબત સમજાવી. રાજનીતિના કારણે ક્યારેક આપણા ત્રણેય સ્તંભો લોકતાંત્રિક વ્યવસ્થાને જાળવવામાં સમસ્યા અનુભવે છે. ૧૪૪૪ કાયદા જે સાવ જ અનુચિત હતા તેને દૂર કરવામાં આવ્યા હતા.
આ પરિષદના ઉદ્દઘાટન સત્રમાં રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંઘ, સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલ, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, ગૃહરાજ્ય મંત્રી શ્રી્ પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ સહિત વિવિધ રાજ્યોની વિધાનસભા-વિધાનપરિષદના અધ્યક્ષશ્રી અને ઉપાધ્યઓ સહિત કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Translate »