અધિકારીઓ આંધળા? : બાળમજૂર કરે છે ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનનું કામ!!

સુરતમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનમાં ગોબાચારીની તો તમામ હદ વટી જ ગઈ છે અને તે સામે મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ તો લગાતાર આંધળૂકિયા કરી રહ્યાં છે. જો ડોર ટુ ડોર ગાર્બેજના કોન્ટ્રાક્ટરોની લાલિયાવાડી, શોષણનીતિ અને મનપાને ચૂના ચોપડવાની વાતો માંડવા બેસીએ તો એકદમ લાંબુ લિસ્ટ બને. તબક્કાવાર અમે અહેવાલો પ્રકાશિત કરીને મનપાના અધિકારીઓ અને શાસકોની આંખ ઉઘાડવાનું કામ કરી રહ્યાં છે પરંતુ આ બધાને ખિસ્સામાં રાખી ફરતા હોય તેમ કોન્ટ્રાક્ટરો સુધરવાનું નામ જ નથી લેતા જેનો ભોગ સામાન્યજન તો બને જ છે પરંતુ મનપા અને શાસકોની શાખને પણ બટ્ટો લાગી રહ્યો છે. અમારી પાસે અમે એવી તસ્વીર આવી છે જે બાળમજદૂરીને પ્રોત્સાહિત કરતી હોય અને તેની સામે મનપા પણ મુક સહમત હોય તેવું ચિત્ર પ્રસ્તુત થઈ રહ્યું છે. સુરત રાંદેર ઝોનની જ આ તસ્વીર છે અને તેમાં વેસ્ટર્ન ઈમેજનરીના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતી ગાડીઓમાં એક બાળ મજદૂર કચરો કલેક્ટ કરવાનું અને તેને વર્ગીકૃત કરવાનું કામ કરતો જોવા મળી રહ્યો છે.

એક જાગૃત નાગરિક દ્વારા અમને આ તસ્વીર મોકલવામાં આવી છે. જે ખરેખર નિંદનીય છે. આ ગરીબ બાળક પોતાના પરિવારનું પેટિયું રળવા માટે આ ‘કચરા’ ગાડીમાં ઉતર્યો હોય પરંતુ સુરત મનપાના અધિકારીઓ પણ તેના ચલવી લે કેવું? શું કોન્ટ્રાક્ટરોને આટલી બધુ ખોટું કરવાની છૂટ આપી દેવાય છે? આમ જ કામદારોને નામે મહાપાલિકા પાસેથી રૂ. 21 હજાર ખંખેરીને કામદારોને રૂ. 7 હજાર જ પગાર આપવામાં આપી શોષણ કરવામાં આવે છે અને ઉપરથી આવા બાળમજદૂર પાસે કામ કરાવીને રોજ 50-100 રૂપરડી જ પકડાવી દેવાતી હોવાનું સામે આવ્યું છે. ત્યા.

આ મામલે એક જાગૃત નાગરિક મનપાની ઓફિશિયલી એપ્લિકેશન પર ફરિયાદ કરી રહ્યાં છે પરંતુ સેનેટરી ઈન્સ્પેક્ટરો ગાળિયું કાઢીને માત્ર રૂ. 5000 વધુમાં વધુ પેનલ્ટી ફટકારીને ફરી બાળમજદૂરી અને ગાડીની બહાર પોટલા લટકાવવાનો પરવાનો આપી દે છે. બીજી તરફ, મનપાના આરોગ્ય વિભાગ અને સોલિડ વેસ્ટ વિભાગના અધિકારીઓ સાથે ધરોબો રાખી કહેવાતા કોન્ટ્રાક્ટરોના લટકણિયા વિક્કી, વિક્રમ, સહદેવ, રાજુ આવા બધા જ મામલા પટાવી દે છે એવું તેઓ પોતે જ લોકો સમક્ષ બડાઈ મારતા ફરે છે. રે મનપા હવે કેવા પગલાં લે છે તે જોવું રહ્યું

  • Raja shaikh (98980 34910)

Leave a Reply

Translate »