સોલાર થકી CPP અને IPPથી વીજળી મેળવવી એ ઉદ્યોગકારો માટે મોટી બચતનો સોદો

સ્ટોરી: રાજા શેખ (98980 34910)

દેશભરમાં રિન્યુએબલ એનર્જી એટલે કે સોલાર અને વિન્ડ એનર્જી તરફ ઉદ્યોગકારોનો જોક વધી રહ્યો છે. દેશની સૌથી મોટી કંપની ટાટા અને અદાણી બાદ હવે મુકેશ અંબાણીના રિલાયન્સ ગ્રુપે પણ સોલાર સેક્ટરમાં પ્રવેશની જાહેરાત કરી છે. ત્યારે જાણી લઈએ કે ગુજરાતમાં અત્યારસુધી આ બે સેક્ટરમાં કેટલું કામ થયું છે અને ઉદ્યોગકારો કેમ તેના તરફ આકર્ષાય રહ્યાં છે.

તમામ કુદરતી સ્ત્રોત કોલસો, ઓઈલ અને ગેસની અછત ધીરેધીરે ઉભી થઈ રહી છે ત્યારે સૂર્યપ્રકાશ અને હવા જેવા કુદરતી સ્ત્રોતથી વીજળી ઉત્પન્ન કરી સસ્તી વીજળી મેળવવા માટે સૌ કોઈ આગળ આવી રહ્યું છે. ગુજરાતની વાત કરીએ તો અહીં 31 મે 2021 સુધીમાં સોલારમાં 4378 મેગાવોટ્સના પ્લાન્ટ નંખાય ચુક્યા છે. તેમાં પણ ગ્રાઉન્ડ મોઉન્ટેડમાં સૌથી વધુ 3703 મેગાવોટ્સ જ્યારે રુફટોપ (ઘર-ફેકટરીની છત પર) 675 મેગાવોટ્સના પ્લાન્ટ નંખાય ચુક્યા છે જ્યારે વિન્ડ પાવરમાં 6471 મેગાવોટ્સ પ્લાન્ટ નંખાયા છે. આ આંકડા જેટકો અંતર્ગતની સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) એ જ જાહેર કર્યા છે. જોવા જઈએ તો આખા ગુજરાતમાં કુલ 30700 મેગાવોટ્સ વીજળીનો વપરાશ છે તે પૈકી રિન્યુએબલ એનર્જીના મૂળ સ્ત્રોત સોલાર અને વિન્ડમાંથી જે પાવર હાલ વપરાશ થઈ રહ્યો છે તે કુલ વપરાશના માત્ર 10 ટકા જ છે. જેથી, કુદરતી સ્ત્રોતથી વીજળી મેળવવામાં હજી ઘણી તક રહેલી છે.

અહીં નોંધવું ઘટે કે, એક વિન્ડ ઈન્સ્ટોલેશન પાછળ અંદાજિત રૂ. 15 કરોડનો ખર્ચો થતો હોવાથી અને તેમાં ઓછામાં ઓછો 2 મેગાવોટ્સનો જ પ્લાન્ટ નાંખી શકાતો હોવાથી નાના વપરાશકારો બજેટને જોતા સોલાર પાવર તરફ વધુ વળી રહ્યાં છે. સોલાર ક્ષેત્રે ઘણી કંપનીઓ કેપ્ટિવ પાવર પ્રોડ્યુસર અને ઈન્ડિપેન્ડેન્ટ પાવર પ્રોડ્યુસર તરીકે સોલાર વીજળી ઉદ્યોગકારોને આપી રહી છે.

કેપ્ટીવ પાવર પ્રોડ્યુસર : (સીપીપી): જેમાં માલિક અને વીજ વપરાશકર્તા બંને એક જ હોય છે. એટલે કે સોલાર પાવર સપ્લાય કરતી અથવા ડેવલપર કંપનીમાંથી પાવર ઈચ્છનારી અન્ય કંપની તેને જોઈતા પાવર જેટલું રોકાણ સોલાર પાર્ક જેવી સિસ્ટમમાં કરે છે અને સપ્લાયર કંપનીની જગ્યામાં પ્લાન્ટ નાંખીને તેમાંથી ઉત્પન્ન થતા યુનિટનો ઉપયોગ પોતે જ કરે છે. તેના બદલામાં ડેવલપર કંપની મેઈન્ટેનન્સ સહિતનો ચાર્જ વસૂલે છે.

સીપીપીના ફાયદા:

  • વીજ વપરાશકર્તા કે ઈન્ડસ્ટ્રીયાલિસ્ટની વીજળીની જરૂરિયાત મુજબ અને નાણાંકિય કેપેસિટી મુજબ તે સોલાર પ્લાન્ટ ડેવલપર પાસે નંખાવી શકે છે અને પોતાનું વીજબિલ એકદમ ઓછુ (મિનિમમ) કરી શકે છે. જ્યારે વિન્ડ ઈન્સ્ટોલેશનમાં ઓછામાં ઓછો 2 મેગાવોટ્સનો પ્લાન્ટ નાંખી શકાય છે અને તે માટે રૂ. 15 કરોડ જેટલો માતબર ખર્ચ ઉપાડવો પડે છે,તેની સામે સોલાર પ્લાન્ટ પ્રમાણમાં ખૂબ જ સસ્તો પડે છે.
  • અંદાજે ચારથી પાંચ વર્ષમાં તેનું રોકાણ નીકળી જાય છે અને 20 વર્ષ સુધી વીજળી ફ્રી મેળવી શકે તેટલો ફાયદો થાય છે. એટલે કે રિટર્ન ઓન ઈન્વેસ્ટમેન્ટ.
  • સીપીપી માટે સરકાર પણ મોટી રાહત આપે છે
  • બેંક ફાઈનાન્સ પણ આસાનીથી મળી જાય છે.
  • એમએસએમઈમાં આવી જતુ હોવાથી એક્સીલેરેટેડ ડેપ્રિસિયેશન મળે છે
  • ઈન્કમટેક્સમાં 40+20=60 ટકા જેટલો ફાયદો પણ થાય છે.
  • ઈન્ડિપેન્ડેન્ટ પાવર પ્રોડ્યુસર (આઈપીપી): જેમાં માલિક સોલાર પાવર સપ્લાયર અથવા ડેવલપર કંપની પોતે હોય અને વીજ વપરાશકર્તા પાવર લેનારી કોઈ પણ કંપની હોય શકે છે. જેમાં પીપીએ એટલે કે પાવર પરચેસ એગ્રીમેન્ટ કરીને વીજળી પુરી પાડવામાં આવે છે અને તેનું યુનિટ દીઠ નક્કી કરાયેલું બિલ ગ્રાહકે ચુકવવાનું રહે છે.

આઈપીપીના ફાયદા:

ગ્રાહકને સસ્તી વીજળી મળે છે. સરકારી કે અન્ય વીજકંપની કરતા સોલાર પાવરથી વીજળી મેળવનાર ઈન્ડસ્ટ્રીઝને લગભગ 7 ટકા વીજળીના બિલમાં બચત થાય છે. જે સોલાર પાવર આપતી કંપનીના પોતપોતાના ક્રાઈટેરિયા પર નિર્ભર છે. જોકે, સુરતનું કેપી ગ્રુપ આ રીતની બચત માટેનો જ કરાર કરે છે.

  • આઈપીપીમાં કસ્ટમરે એક પણ રૂપિયાનું રોકાણ કરવાનું રહેતું નથી અને વીજબિલમાં બચત થાય છે.
  • વિના રોકાણે સસ્તી વીજળી મળતી હોવાથી ઉદ્યોગકારો તેના તરફ આકર્ષાય છે પરંતુ નાણાં હોય તો સીપીપી ઓપ્શન સૌથી શ્રેષ્ઠ સાબિત થાય છે.

દક્ષિણ ગુજરાતમાં પ્રાઈવેટ સોલાર પાર્ક ધરાવતું સુરતનું આ ગ્રુપ સૌથી મોટુ

સુરતનું કેપી ગ્રુપની કેપીઆઈ ગ્લોબલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટા ખાનગી સોલાર પાવર પ્લાન્ટ ધરાવતી કંપની છે. આ બીએસસી લિસ્ટેડ કંપનીએ ભરૂચ જિલ્લાના સુડી, તણચા, ભીમપુરા , રણાદા સહિતની જગ્યાઓ પર વિશાળ સોલાર પાવર પ્લાન્ટ નાંખીને 1 જુલાઈ 2021 સુધીમાં 64 મેગાવોટ્સ વીજળી ઉત્પન્ન કરીને તેને 23 મોટી કંપનીઓને પીપીએ (પાવર પરચેસ એગ્રીમેન્ટ)ના માધ્યમથી સપ્લાય કરી રહી છે. જેમાં એલ એન્ડ ટી, કલરટેક્સ, મેઘમની ઓર્ગોનિક લિ., કેડિલા, પોલિકેબ અને યુપીએલ લિ.ની 6 કંપની સામેલ છે.  હાલમાં સચિન જીઆઈડીસીની અનુપમ રસાયણ કંપની લિ.સાથે 12.50 મેગાવોટ્સ પાવર માટેના કરાર સીપીપી હેઠળ કરવામાં આવ્યા છે અને તેની સાથે કુલ 25 મેગાવોટ્સના પ્રોજેક્ટ પર કામ ચાલી રહ્યું છે. ગ્રુપની સુડી, ભીમપુરા, રણાદા સહિતની સાઈટ મળી 75 મેગાવોટ્સથી વધુની ઓપરેશનલ કેપીસીટી છે. કેપી ગ્રુપ 2025 સુધી 1000 મેગાવોટ્સના ઉત્પાદન માટેનો ટારગેટ લઈને આગળ વધી રહી છે.

કેપી ગ્રુપના સીએમડી ફારુક ગુલામ પટેલે કહ્યું હતું કે, અમારા માટે ગર્વની વાત છે કે ભારતમાં સૌથી પહેલો અમારો ખાનગી સોલાર પ્લાન્ટ છે કે જેને કેન્દ્રીય સરકારી એજન્સી પાવર ફાઈનાન્સ કોર્પોરેશન (પીએફસી) ફાઈનાન્સ કરે છે.

6 વર્ષ કરતા વધુ સમયથી અમે આઈપીપી અને સીપીપી હેઠળ ઉદ્યોગકારોને વીજળી સપ્લાય કરી રહ્યાં છે. કેપ્ટીવ પાવર પ્રોજેક્ટ સ્થાપિત કરીને ઉદ્યોગપતિઓ વીજબિલમાં મોટી બચત કરી શકે છે અને ઈન્કમટેક્સમાં પણ 40+20=60 ટકાનો ઘસારો મેળવી ટેક્સ પ્લાનિંગ સાથે પર્યાવરણના સંરક્ષણમાં પોતાનું યોગદાન આપી શકે છે અને પૃથ્વીનું જતન કરી શકે છે.

Leave a Reply

Translate »