સુરત એસટીના DC સંજય જાેષી સામે ગંભીર આરાેપ સાથે CPને રાવ, મહિલા કર્મીને કહ્યું મને ખુશ કર!!

સુરત એસટીના DC સંજય જાેષી સામે ગંભીર આરાેપ સાથે CPને રાવ, મહિલા કર્મીને કહ્યું મને ખુશ કર!!

કદાચ વિવાદાેમાં જ રહેવા ટેવાયેલા સુરત એસટી વિભાગના નિયામક (ડીસી) સંજય જાેષી સામે કેટલાક ગંભીર આરાેપાે સાથેની ફરિયાદ પાેલીસ કમિશનરને કરવામાં આવી છે. સાથે જીએસઆરટીસીના ઉચ્ચ અધિકારીઆે સુધી પણ આ રાવ પહાેંચાડાય છે. આરાેપ મહિલા કર્મચારીએ લગાવ્યાે છે અને તેમનું કહેવુ છે કે, સંજય જાેષીએ સ્પષ્ટ કહ્યું કે, તારાે પતિ કે જેની બંને કિડની ફેઈલ છે તે હવે તારા કામનાે નથી રહ્યાે તું મને ખુશ કરી દે તાે હું તને ફરી સુરતમાં બદલી આપી દઉ. તાે બીજી તરફ મહિલા કર્મચારીના યુનિયન લીડર પતિએ પણ આરાેપ લગાવ્યાે છે કે, જાેષીએ તેની અને અન્ય યુનિયન લીડર પાસે મળી ચાર લાખની લાંચ માંગી હતી અને તે ન આપતા માત્ર બદલાે લેવા ખાતર જ બંને કિડની ફેઈલ હાેવા છતા તેની બદલી માંડવી કરીને વારંવાર માનસિક ત્રાસ અપાય રહ્યાે છે.

સાંભળાે કર્મચારી પતિ-પત્ની સંજય જાેષી સામે કેવા આરાેપ લગાવી રહ્યાં છે…..

પાેલીસ કમિશનરને કરાયેલી અરજી અને મીડીયાને આપેલા ઈન્ટરવ્યુ મુજબ એસટી કર્મચારી ક્રેડિટ સાેસાયટીના પૂર્વ પ્રમુખ અને એસટી કર્મચારી યુનિયનના લીડર એવા રસીદ અબ્દુલ રઝાક શેખની પત્ની સાહિસ્તાએ આરાેપ લગાવતા જણાવ્યું છે કે, 51 લાખના સીસીટીવી કાૈભાંડમાં ડિગ્રેડ થઈ સુરત ખાતે મુકાયેલા સંજય જાેષીએ મારા પતિ રસીદ કે જેઆે એસટી ક્રેડિટ સાેસાયટીના પ્રમુખ હાેય અને મંત્રી કાૈશલ દેસાઈ પાસેથી બળજબરી પૂર્વક સાેસાયટીના સભ્ય બનાવીને રૂ. 4 લાખની લાેન આપવા અને તે લાેનના હપ્તા તેઆે બંને ભરે તેવી માંગણી કરી હતી પરંતુ આ બંનેએ માંગણી નહીં સંતાેષતા તેમની સામે ખાેટા કેસાે ઊભા કરીને અને કેટલાક મળતિયાઆે પાસે અખબારી અહેવાલ છપાવીને મારી બંને કિડની ફેઈલ પતિ રસીદ શેખની બદલી માંડવી કરી દીધી હતી અને મંત્રી કાૈશલ દેસાઈની પણ બદલી કરી દીધી હતી. સાથાેસાથ મારા પતિની સાથે મારી પર પણ ખાેટા કેસાે ઊભા કરાવનીને મારી બદલી સાેનગઢ કરી દીધી હતી. કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ અને ખાતાકિય નિયમ મુજબ પતિ પત્ની એક જ જગ્યાએ નાેકરી કરી શકે છે પરંતુ અમે બંનને અલગ અલગ કરી દઈને મારા 11 વર્ષના પુત્રને ઘરમાં એકલાે રહેવા મજબૂર કર્યાે છે. મારા પતિ અઠવાડિયામાં બે સપ્તાહ ડાયાલિસીસ કરવું પડે છે પરંતુ તેમની સામે પણ બદલાની ભાવનાથી કામ લઈને અને અમારી સામેના તમામ ખાેટા કેસમાં પણ ખુલાસા સાથે ચાર્જશીટ થઈ ગઈ હાેવા છતા અમને ફરી મૂળ જગ્યાએ મુકવામાં આવી રહ્યાં નથી.

માેડી સાંજ સુધી મને રાેકી રાખી અને કહ્યું કે મને ખુશ કરી દે તાે….

મહિલા કર્મચારીએ પાેલીસ કમિશનરને કરેલી ફરિયાદમાં આરાેપ લગાવ્યાે છે કે, 16 ડિસેમ્બર 2021ના રાેજ મારી નાેકરી પાંચ વાગ્યે પુરી થઈ જતી હાેવા છતા તેઆેએ મને સાેનગઢ ખાતે ઈન્સ્પેક્શનના બહાને રાેકી રાખી હતી અને સાંજે સાડા છથી પાેણા સાતના અરસામાં મારી ફરજના એકમ ખાતે આવીને કહ્યું હતું કે, મારી ઘણીબધી જીએફ (ગર્લ ફ્રેન્ડ) છે. તને દૂર કરવા પાછળનું કારણ પણ તારાે પતિ હવે ડાયાલિસીસ પર હાેય હું સંપૂર્ણપણે પુરુષ હાેવ, જેથી મારી રખાત બન અને જાે તુ મારા તાબે ન થાય તાે હું તારા પતિ અને તને પણ કાૈશલ દેસાઈની જેમ ઘરે બેસાડી દઈશ. હું પતિવ્રતા સ્ત્રી છું અને તમારી ફરિયાદ ઉપલી અધિકારીઆેને કરીશ એવું કહેતા જાેષીએ કહ્યું હતું કે, ઉપર મિનિસ્ટર કે હાઈકાેર્ટના જજ પણ મારું કશું બગાડી શકવાના નથી હું, બધાની પાેલ જાણું છું.

બંને પતિ-પત્નીએ કહ્યું કે, અમને ન્યાય નહીં મળે તાે અમે જીવન ટૂંકાવીશું

સંજય જાેષી સામેના ત્રાસને વર્ણવતા બંને પતિ-પત્નીએ મીડીયાને કહ્યું હતું કે, અમને ભાજપ સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે. અમે મુખ્યમંત્રી સુધી આ ફરિયાદ લઈને જઈશું અને અમને ન્યાય મળશે અને આવા લાલચુ અને દાનતના ખાેરા અધિકારી સામે રક્ષણ મળશે. અગર એમ ન થયું તાે અમારી પાસે આખરી રસ્તાે બંનેના જીવન ટૂંકાવવાનાે છે. અમે આ અધિકારીથી એટલા બધા ત્રાસી ગયા છીએ.

નાેંધનીય છે કે, પાછલા વીકે જ રસીદ શેખ માંડવીમાં નાઈટ શિફ્ટ કરી રહ્યાં હતા ત્યારે તેમની તબિયત લથડી હતી અને તેઆેને તાત્કાલિક 108માં સારવાર હેઠળ જ્યાં તેઆે ડાયાલિસીસ કરાવી રહ્યાં છે ત્યા દિનબંધુ હાેસ્પિલ,કામરેજ ખાતે દાખલ કરાયા હતા. તેમણે ત્યારે પણ ખાેટી રીતે હેરાન કરાતા હાેવાનાે આરાેપ લગાવ્યાે હતાે. જેથી સંજય જાેશીએ અનફિટનાે મેડિકલ રિપાેર્ટ ન આવે ત્યાં સુધી રસીદને ફરજ પર ન હાજર થવા ફરમાન કાઢ્યું છે.

જાેષી ગેરકાયદે યુનિયન બનાવવા મામલે અને સીસીટીવી કાૈભાંડ મામલે ડીગ્રેડ થયા હાેવાનાે ઉલ્લેખ

આ ફરિયાદમાં જાેષી કાૈભાંડી હાેવાનાે અને તેઆેને સરકારે ડીગ્રેડ કર્યા હાેવાનાે ઉલ્લેખ પણ છે. તે મુજબ સંજય જાેષીએ એસટી આેફિસર્સ એસાેસિયેન બનાવ્યું હતું અને પાેતે તેના અધિક્ષક બન્યા હતા. અને તેના આેઠા હેઠળ ઘણાં કરપ્શન કર્યા હતા. આ કરપ્શન મામલે અને ભરતીમાં ગેરરીતી મામલે 22-8-2019ના રાેજ ગુજરાત રાજ્ય વાહનવ્યવહાર કચેરીએ તેઆેને કારણદર્શક નાેટીસ પાઠવી હતી. ઉરાંત તેઆે એસટીની અમદાવાદ મધ્યસ્થ કચેરી, રાણીપના ઈડીપી મેનેજર હતા ત્યારે સીસીટીવી કેમેરાની ખરીદીમાં એક કંપનીને લાભ આપી 51 લાખ રૂપિયાની ગેરરીતી કરી હાેવાનાે અને આ કંપનીને લાભ અપાવ્યા બાદ તેઆેએ પુત્રને આેસ્ટ્રેલિયા ભણવા સગવડ કરી આપી હાેવાનાે પણ ઉલ્લેખ છે અને તે મામલે જ જાેષીને ડિગ્રેડ કરીને સુરતમાં ફરી વિભાગીય નિયામક બનાવાયા હતા. આ પહેલા પણ જાેષી સુરતમાં હતા ત્યારે તેમના નામે અનેક વિવાદ બાેલતા હતા.

અમારા Whatsapp ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ : News Networks Social Media Group

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »